Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણના ગાડી… ના ઘર… માત્ર ₹52000 રોકડા... પીએમ મોદીએ ચૂંટણી પંચને આપી...

    ના ગાડી… ના ઘર… માત્ર ₹52000 રોકડા… પીએમ મોદીએ ચૂંટણી પંચને આપી સંપત્તિની વિગતો: કહ્યું – સરકારી પગાર અને બેંકના વ્યાજમાંથી બધું મળ્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની વધેલી આવકનો સ્ત્રોત સરકારી પગાર અને તેમની બચત પર મળતું વ્યાજ છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને, મંગળવારે (14 મે 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડતા પીએમ મોદીએ નામાંકન સાથે પોતાની સંપત્તિની વિગતો આપી હતી. તેમણે આ અંગે EC સમક્ષ એફિડેવિટ ફાઈલ કરી હતી, જેની દરેક માહિતી હવે મીડિયામાં છે.

    ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલ એફિડેવિટ દર્શાવે છે કે પીએમ મોદી પાસે ન તો પોતાની કાર છે કે ન તો તેમના અંગત જીવનમાં કોઈ ઘર છે. રોકડની વાત કરીએ તો તેમની પાસે 52 હજાર રૂપિયા રોકડા છે અને તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની ચલ-અચલ સંપત્તિ ₹3.02 કરોડ હોવાનું કહેવાય છે.

    પોતાના સોગંદનામામાં, તેમણે જણાવ્યું કે 2018-19 માટે આવકવેરા રિટર્નમાં દર્શાવવામાં આવેલી તેમની સંપત્તિ ₹11,14,230 હતી; 2019-2020માં તે ₹17,20,760 હતી, 2020-2021માં આ આવક થોડી ઘટી પણ 2021-2022માં તે ₹15,41,870 અને 2022-2023માં ₹23,56,080 થઈ ગઈ.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની વધેલી આવકનો સ્ત્રોત સરકારી પગાર અને તેમની બચત પર મળતું વ્યાજ છે.

    તેમણે એમ પણ કહ્યું કે તેમની પાસે ન તો કોઈ ઘર છે કે ન કોઈ કાર, પરંતુ, છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદીની ચલ સંપત્તિ વધી છે, અને તેમની સામે કોઈ કેસ પણ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં