Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ધારાવાહિકમાં નવા ટપુની એન્ટ્રી: જાણો કોણ કરશે...

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ધારાવાહિકમાં નવા ટપુની એન્ટ્રી: જાણો કોણ કરશે રાજ અનડકટને રિપ્લેસ

    ઉલ્લેખનીય છે કે રાજ અનડકટ એટલે કે 'ટપુ'એ શો છોડ્યા બાદ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં રાજે લખ્યું હતું કે, 'બધાને નમસ્તે, હવે સમય આવી ગયો છે કે તમામ સવાલો અને અટકળો પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે.

    - Advertisement -

    છેલ્લા ઘણાં વર્ષોથી આખા દેશના ઘર ઘરમાં આગવું સ્થાન બનાવનાર ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંથી ભાગ્યેજ કોઈ અજાણ હશે, એકાદ વર્ષથી કેટલાક કલાકારોના શો છોડ્યા બાદ હવે ફરી એક વાર ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે, તેવામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ધારાવાહિકમાં નવા ટપુની એન્ટ્રી થવા જઈ રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. નિર્માતાઓએ જુના ટપુ એટલે કે રાજ અનડકટને રિપ્લેસ કરી નવા ટપુનું સિલેકશન કરી દીધું છે,

    અહેવાલો અનુસાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ધારાવાહિકમાં જે નવા ટપુની એન્ટ્રી થવાની છે, તેનું નામ નિતીશ ભલુની છે, જે મુજબ ખબરો મળી રહી છે તે મુજબ નિતીશે શૂટ કરવાની તૈયારીઓ પણ કરી દીધી છે. તેના કરિયરની વાત કરીએ તો આ પહેલા તે “ડોલી મેરે અંગના” શોમાં જોવા મળ્યો હતો. પણ તારક મહેતા જેવા મોટા શો માં જોડાયા બાદ તેના કરિયરમાં મોટો વળાંક આવવાની પૂરે પૂરી શક્યતાઓ છે, કારણકે ટીઆરપીના મામલામાં આ શો છેલ્લા 15 વર્ષોથી પોતાનું સ્થાન બનાવીને સતત ચાલી રહ્યો છે. અહેવાલોનું માનવામાં આવે તો બહું જલ્દી આ બાબતની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે.

    રાજ અનડકટને રિપ્લેસ કરશે નિતીશ ભલુની

    ગયા વર્ષે રાજ અનડકટે આ શોને અલવિદા કહી દીધું હતું. જે દર્શકો માટે બહું મોટો આંચકો હતો. કારણ કે શો ચાલુ થયો ત્યારથી ટપુના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. રાજ અનડકટ બીજા પ્રોજેક્ટમાં જોડાયા હતા, જેના કારણે તેમણે આ શો છોડી દીધો હતો. ત્યારથી રાજ અનડકટને દર્શકો ખૂબ યાદ કરતા હતા. તાજેતરમાં જ અસિત મોદીએ કહ્યું હતું કે શોના ગુમ થયેલા તમામ પાત્રો ટૂંક સમયમાં પાછા ફરશે અને આ બાબતે ખરેખર કામ શરૂ થઈ ગયું છે. રાજ અનડકટ પહેલાં આ રોલ ભવ્ય ગાંધીએ કર્યો હતો અને તે ટેલિવિઝનનું આઇકોનિક પાત્ર બની ગયું હતું.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે રાજ અનડકટ એટલે કે ‘ટપુ’એ શો છોડ્યા બાદ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં રાજે લખ્યું હતું કે, ‘બધાને નમસ્તે, હવે સમય આવી ગયો છે કે તમામ સવાલો અને અટકળો પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે. નીલા ફિલ્મ પ્રોડક્શન અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેની મારી સફર હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ છે. કઈક નવું શીખવાની, મિત્રો બનાવવાની અને મારી કારકિર્દીનાં શ્રેષ્ઠ વર્ષો ગાળવાની આ એક મહત્વની સફર હતી. હું તે દરેકનો આભાર માનું છું જેમણે મને આ યાત્રામાં ટેકો આપ્યો. TMKOCની આખી ટીમ, મારા મિત્રો, કુટુંબીજનો અને અલબત્ત તમે બધાએ મને ખુબ પ્રેમ આપ્યો. ‘

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં