Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઉનામાં રામનવમીની સભામાં ભાષણ આપવાના મામલામાં કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ: આ કાર્યવાહી સામે...

  ઉનામાં રામનવમીની સભામાં ભાષણ આપવાના મામલામાં કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ: આ કાર્યવાહી સામે દેશભરમાં ઉઠ્યો અવાજ, ટ્રેન્ડ થયું #ISupportKajalHindustani

  ગઈકાલે જેવા તેમની ધરપકડના સમાચાર બહાર આવ્યા ત્યારથી સોશિયલ મીડિયામાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. હિંદુઓ આ ધરપકડ કાર્યવાહીને અયોગ્ય ગણાવી રહ્યા છે અને #ISupportKajalHindustani હેશ્ટેગ સાથે તેમના માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે.

  - Advertisement -

  રવિવાર 9 એપ્રિલના રોજ ઉના પોલીસ દ્વારા હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી લેવામાં આવી હતી. મામલો હતો ઉના ખાતે રામનવમીની ધર્મસભામાં ભાષણ આપવાનો, જેને સ્થાનિક મુસ્લિમોએ ઉશ્કેરણીજનક ગણાવીને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કાજલ પર એફઆઇઆર નોંધી હતી. ધરપકડ બાદ તેમને જુનાગઢ જેલ મોકલી દેવામાં આવ્યા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર કાજલ હિન્દુસ્તાની ધરપકડનો વિરોધ થઈ રહ્યો છે.

  અહેવાલો મુજબ ઉના પોલીસ દ્વારા રવિવારે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટ સામે તેમને રજુ કરાયા હતા. પરંતુ ઑપઇન્ડિયાની પોતાના સૂત્રો સાથે થયેલ વાતચીત મુજબ રવિવાર હોવાથી તેમને મામલતદારના રહેઠાણે રજૂ કરીને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

  નોંધનીય છે કે પોતાના એ વક્તવ્યમાં કાજલ હિન્દુસ્તાનીએ હિંદુઓને લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે અવાજ ઉઠાવવાનું આહવાન કર્યું હતું. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, ‘મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે લગ્ન કરશે તો ફાયદા થશે’.

  - Advertisement -

  બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપેલી હતી. અને બાદમાં પોલીસે પોતે ફરિયાદી બનીને તેમની સામે એફઆઇઆર નોંધી હતી.

  ગઈકાલે જેવા તેમની ધરપકડના સમાચાર બહાર આવ્યા ત્યારથી સોશિયલ મીડિયામાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. હિંદુઓ આ ધરપકડ કાર્યવાહીને અયોગ્ય ગણાવી રહ્યા છે અને #ISupportKajalHindustani હેશ્ટેગ સાથે તેમના માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે.

  ધરપકડ બાદ નેટિઝન્સમાં ભારે રોષ

  જ્યારથી ઉના પોલીસે કાજલ હિન્દુસ્તાનીસામે એફઆઇઆર નોંધી હતી ત્યારથી જ લોકોમાં ભારે ગુસ્સો હતો. પરંતુ તેમની ધરપકડ બાદ આ ગુસ્સો સોશિયલ મીડિયામાં ખૂલીને સામે આવી રહ્યો છે.

  દિવ્યેશ શિહોરા નામના એક યુઝરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને લખ્યું હતું કે, “કાજલ બેન શિંગળા હિન્દુસ્તાની ની ધરપકડ ને હું સખત શબ્દો માં વખોડું છું. વિધર્મી લોકો સતત હિન્દુ ધર્મ વિશે બે ફામ વાણી વિલાસ કરે છે, કાર્યવાહી એમની સામે થવી જોઈએ કાજલ બેન ને ન્યાય મળે તેવી એક હિન્દુ તરીકે મારી માંગણી છે.”

  અન્ય એક યુઝરે ગુજરાત સરકાર પીઆર નિશાનો સાધતાં લખ્યું હતું કે, “કાજલ હિન્દુસ્તાની સાથે જે થયું એ બાદ તો એમ જ લાગે છે કે 156વાળી હિંદુવાદી સરકાર ગુજરાતના હિંદુઓને કહેવા માંગે છે, ‘તમારું જોઈ લો.'”

  @Akhand_Bharat_S નામના અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે, “કાજલ હિન્દુસ્તાનીએ હિંદુઓને સ્વરક્ષણ માટે સાવધાન રહેવાની વાત કરી. કહેવાતા ફેક્ટચેકર ઝુબેર, ધાર્મિક લોકોનું ઇકોસિસ્ટમ અને ‘સર તન સે જુદા’ ગેંગ સક્રિય થઈ. તેમની ધરપકડ કરી, મતલબ કે હિંદુ હિતની વાત કરવી પણ ગુનો છે? આપણું તંત્ર જેહાદીઓ સામે કેમ ઝૂકી રહ્યું છે?”

  પ્રખ્યાત વૈજ્ઞાનિક અને વિચારક આનંદ રંગાનાથને ટ્વિટ કરીને લખ્યું હતું કે, “કાજલ હિન્દુસ્તાનીને ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને જુનાગઢ જેલમાં ધકેલી દેવામાં આવી છે, જ્યાં તેણે બળજબરીથી ધર્મ પરિવર્તનની વાત કરી હતી. જો તેણે, તેના બદલે, હિંદુઓ 98:6 જીવોમાં સૌથી ખરાબ હોવાની વાત કરી હોત અને 4:89 માં ધર્માંતરણ કરવાનો ઇનકાર કરવા બદલ કાફિરોને મારી નાખવામાં આવ્યા હોત, તો તે મુક્તપણે ફરતી હોત.”

  આમ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી કાજલ હિન્દુસ્તાની ધરપકડનો વિરોધ કરવા લોકો સામે આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શું આ વિરોધની કોઈ અસર થાય છે કે નહીં.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં