Monday, May 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટજે પૂજારીના વિડીયો પર વામપંથી-ઇસ્લામી ગેંગ ફેલાવી રહી છે પ્રોપગેન્ડા, તેમણે કહ્યું-...

  જે પૂજારીના વિડીયો પર વામપંથી-ઇસ્લામી ગેંગ ફેલાવી રહી છે પ્રોપગેન્ડા, તેમણે કહ્યું- ઘટનાને આંખોથી જોઈ ન હતી, કંઈ બન્યું જ હતું એવું ક્યારેય કહ્યું નથી…રાજનીતિક સ્વાર્થ માટે થઇ રહ્યો છે ઉપયોગ

  શું 21 સેકન્ડના વીડિયો પરથી પૂજારીની આખી વાત સમજી શકાય? શું પૂજારીએ જે કહ્યું તે ખોટું અર્થઘટન કરીને વાયરલ થયું હતું? સમગ્ર મામલાની વાસ્તવિકતા જાણવા માટે ઑપઇન્ડિયાએ નલ્હડ મંદિરના પૂજારીનો સંપર્ક કર્યો હતો.

  - Advertisement -

  હરિયાણાના નૂંહ વિસ્તારમાં 31 જુલાઈ, 2023 (સોમવાર)ના રોજ ફાટી નીકળેલી હિંસા બાદ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો. આ વિડીયો એ નલ્હડ મંદિરના પૂજારીનો છે, જે મંદિર તરફ મુસ્લિમ ભીડ આગળ વધી રહી હોવાનો ઉલ્લેખ હરિયાણા પોલીસની FIRમાં પણ કરવામાં આવ્યો છે. વિડીયોમાં પૂજારીને એવું કહેતા સાંભળી શકાય છે કે મંદિર અને તેની આસપાસ કંઈ થયું નથી. પૂજારીના આ જ નિવેદનના આધારે વામપંથી મીડિયા ગેંગ હિંદુ સંગઠનો પર જ જૂઠું બોલવાનો આરોપ લગાવીને હિંસાની વાતો ખોટી હોવાનો નરેટિવ બનાવવા માંડી હતી.

  પૂજારીનો આ ઈન્ટરવ્યૂ લલ્લનટોપે લીધો છે. ટ્વિટર પર આ 21 સેકન્ડનો વિડીયો @AG_knocks નામના હેન્ડલ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ શૅર કરવામાં આવ્યો હતો. વીડિયો પર લગભગ 90 હજાર વ્યૂઝ આવી ચૂક્યા છે. નૂંહ હિંસા અંગે વીડિયોમાં પૂજારીને એવું કહેતા સાંભળી શકાય છે કે, “મંદિરની અંદર કંઈ થયું નથી. જે પણ થયું તે મંદિરની બહાર લગભગ 1થી 1.5 કિમી દૂર બન્યું હતું.”

  ‘ધ વાયરે’ આ નિવેદનનો આધાર લઈને એક સ્ટોરી પ્રકાશિત કરી છે. આ રિપોર્ટમાં વાયરે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજને જ ખોટા ઠેરવી દેવામાં આવ્યા છે. પરંતુ શું 21 સેકન્ડના વીડિયો પરથી પૂજારીની આખી વાત સમજી શકાય? શું પૂજારીએ જે કહ્યું તે ખોટું અર્થઘટન કરીને વાયરલ થયું હતું?

  - Advertisement -

  ઑપઇન્ડિયાએ પૂજારી સાથે વાત કરી

  સમગ્ર મામલાની વાસ્તવિકતા જાણવા માટે ઑપઇન્ડિયાએ નલ્હડ મંદિરના પૂજારીનો સંપર્ક કર્યો. તેમનું નામ દીપક શર્મા છે, મૂળ પંજાબના છે. તેમણે કહ્યું કે તેઓ લગભગ અઢી વર્ષથી મંદિરમાં પૂજા કરી રહ્યા છે. 21 સેકન્ડના પ્રોપગેન્ડા વિડિયો પાછળનું સત્ય જાણવા અમે તેમની સાથે 30 મિનિટ વાત કરી.

  દીપક શર્માના કહેવા પ્રમાણે, તેમણે જે પણ નિવેદન આપ્યું તેનો અર્થ એવો ન કરવો જોઈએ કે ઘટના બની જ નથી. સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમનો કહેવાનો અર્થ એ હતો કે તેઓ આ ઘટનાને પોતાની આંખોથી જોઈ ન શક્યા. તેમના જણાવ્યા અનુસાર, બપોરે 2 વાગ્યા સુધી બધું સામાન્ય હતું, પણ પછી અફરાતફરી મચી ગઈ. પૂજારીએ અમને જણાવ્યું કે મંદિરની બહાર ગોળીબાર થયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટના સમયે તેઓ મંદિરની અંદર પૂજાની જગ્યા પર હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે મંદિરના અન્ય ભાગોમાં શું થયું તે તેઓ જોઈ શક્યા નહીં.

  દીપક શર્માનું એમ પણ કહેવું છે કે મંદિરના ગર્ભગૃહ વિસ્તારને સીસીટીવીથી આવરી લેવામાં આવ્યો છે. અન્ય વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે કેમેરા અને કેબલ ખરાબ થઈ ગયા હતા. એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલાક લોકો તેમનો ઉપયોગ રાજકીય હિત સાધવા માટે કરી રહ્યા છે.

  ઑપઇન્ડિયા સાથે વાત કરતાં મંદિરના પૂજારી દીપક શર્માએ કહ્યું કે તેમને લાગે છે કે કોઈ તેમને ફસાવવા માગે છે. મંદિરની અંદર ઇજા પામેલા શ્રદ્ધાળુઓના વાયરલ વિડીયો અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, મંદિરના દરેક ભાગને જોવા તેમના માટે શક્ય નથી. તેમણે ઉમેર્યું કે, નૂંહમાં ઇન્ટરનેટ સેવા બંધ છે નહીં તો તેમણે મંદિરનો વાયરલ વિડીયો મગાવીને જોયો હોત અને સ્થિતિ વધુ સ્પષ્ટ કરી હોત. વાતચીતમાં પૂજારી દીપક શર્માએ જણાવ્યું કે મંદિરની આસપાસના પહાડોમાંથી ત્રણ બાજુથી ગોળીબાર કરવામાં આવતો હતો. ખૂબ ઘોંઘાટ પણ થયો. ઉલ્લેખનીય છે કે હાલમાં મંદિરમાં અર્ધલશ્કરી દળ ITBPના જવાનો તહેનાત છે. હવે અહીં સ્થિતિ સામાન્ય છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં