Saturday, March 29, 2025
More
    હોમપેજદેશનાગપુરમાં ગેરકાયદેસર રહેતો હતો બાંગ્લાદેશી અઝીઝુલ રહેમાન, હિંસા બાદ મુંબઈ રેલવે સ્ટેશનથી...

    નાગપુરમાં ગેરકાયદેસર રહેતો હતો બાંગ્લાદેશી અઝીઝુલ રહેમાન, હિંસા બાદ મુંબઈ રેલવે સ્ટેશનથી પકડાયો: પોલીસ ચકાસી રહી છે હિંસાનું બાંગ્લાદેશ કનેક્શન

    પોલીસે એમ પણ કહ્યું છે કે, આરોપી નાગપુરના હસનબાદ વિસ્તારમાં રહેતો હતો અને કેટલાક દિવસ પહેલાં જ દાદર આવ્યો હતો. મજૂરી કામ કરતા રહેમાને નકલી દસ્તાવેજોના આધારે આધાર કાર્ડ મેળવ્યું હોવાનું સ્વીકાર્યું છે.

    - Advertisement -

    ગુરુવારે (27 માર્ચ) મુંબઈ (Mumbai) ક્રાઇમ બ્રાન્ચે એક બાંગ્લાદેશી ઘૂસણખોરની (Bangladeshi Infiltrator) ધરપકડ કરી હતી. ધરપકડ કરાયા બાદ તેની પૂછપરછ પણ કરવામાં આવી. જેમાં તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. વધુમાં પોલીસે તે પણ જણાવ્યું છે કે આરોપી પહેલાં નાગપુરમાં રહેતો હતો અને નાગપુર હિંસા (Nagpur Violence) બાદ મુંબઈ રેલવે સ્ટેશન પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે, આ બાંગ્લાદેશી ઘૂસણખોરનો સંબંધ નાગપુર હિંસા સાથે છે. હાલ પોલીસ હિંસાનું બાંગ્લાદેશ કનેક્શન તપાસી રહી હોવાનું સામે આવ્યું છે.

    માહિતી અનુસાર, મુંબઈના દાદર રેલવે સ્ટેશન પાસે પકડાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરનું નામ અઝીઝુલ નીઝાનુલ રહેમાન હોવાનું (Azizul Nizanul Rehman) સામે આવ્યું છે. અધિકારીઓને ગુપ્ત જાણકારી મળી હતી કે, રહેમાન પુણેથી મુંબઈ આવ્યો હતો અને પહેલાં નાગપુરમાં રહેતો હતો. અધિકારીઓ હાલ તે અંગે તપાસ કરી રહ્યા છે કે નાગપુરમાં થયેલી હિંસામાં આરોપીની ભૂમિકા છે કે કેમ.

    મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે એક નિવેદનમાં કહ્યું છે કે, “અમે તપાસ કરી રહ્યા છીએ કે ધરપકડ કરાયેલ બાંગ્લાદેશી નાગરિકનો સંબંધ નાગપુર હિંસા સાથે છે કે કેમ. દાદર સ્ટેશન પાસેથી આ બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. એવી જાણકારી મળી હતી કે તે પુણના રસ્તેથી મુંબઈ આવી રહ્યો હતો અને નાગપુરમાં રહેતો હતો. હિંસા બાદ તે મુંબઈ આવી પહોંચ્યો હતો. હિંસામાં સંડોવણીને લઈને તપાસ કરવામાં આવી રહી છે.”

    - Advertisement -

    પોલીસે એમ પણ કહ્યું છે કે, આરોપી નાગપુરના હસનબાદ વિસ્તારમાં રહેતો હતો અને કેટલાક દિવસ પહેલાં જ દાદર આવ્યો હતો. મજૂરી કામ કરતા રહેમાને નકલી દસ્તાવેજોના આધારે આધાર કાર્ડ મેળવ્યું હોવાનું સ્વીકાર્યું છે. વધુમાં પોલીસે તે પણ જણાવ્યું છે કે, તેઓ નાગપુરના સમકક્ષ અધિકારીઓ સાથે આરોપીની ધરપકડને લઈને સતત સંપર્કમાં છે અને વાતચીત કરી રહ્યા છે. હાલ પોલીસ તેના મોબાઈલ ફોન ટાવર લોકેશનની તપાસ કરી રહી છે.

    નાગપુરમાં મુસ્લિમ ટોળાંએ આચરી હતી હિંસા

    નોંધનીય છે કે, 17 માર્ચના રોજ નાગપુરમાં મુસ્લિમ ટોળાંઓએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. હિંસા દરમિયાન ટોળાંએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ સાથે જ અનેક વાહનો, દુકાનો અને મકાનોમાં પણ આગ ચાંપી દેવામાં આવી હતી. વધુમાં એ પણ સામે આવ્યું હતું કે, માત્ર હિંદુ ઘરો, દુકાનો અને વાહનોમાં જ તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે, સુનિયોજિત રીતે મુસ્લિમ ટોળાંએ નાગપુરને બાનમાં લીધું હતું અને ભારે ઉત્પાત મચાવ્યો હતો.

    જોકે, આ ઘટના બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઔરંગઝેબની કબર હટાવવાની માંગ કરતા હિંદુ સંગઠનોના પ્રદર્શન બાદ કટ્ટરપંથી ઇસ્લામીઓએ એવી અફવા ફેલાવી હતી કે, પ્રદર્શન દરમિયાન કુરાનની આયાતોવાળી ચાદર સળગાવવામાં આવી છે, જ્યારે હકીકત એવી હતી જ નહીં. ત્યારબાદ ટોળાં એકઠાં થતાં ગયાં અને પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે હિંસાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ આ ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં