Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાવડિયાઓની સેવા કરવા બદલ મુસ્લિમ યુવકને ઢોર માર માર્યો, કહ્યું માતા શાકંભરીના...

    કાવડિયાઓની સેવા કરવા બદલ મુસ્લિમ યુવકને ઢોર માર માર્યો, કહ્યું માતા શાકંભરીના દર્શન કર્યા બાદ મળી રહી છે ધમકીઓ, પોલીસે નોંધ્યો કેસ

    ફરહાનના કહેવા પ્રમાણે, તેણે થોડા દિવસ પહેલા શાકંભરી દેવી માતાના મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ મંદિર પાસેથી પસાર થતા કાવડિયાઓને ફળ અને પાણી આપીને સેવા આપી હતી. ત્યારથી તેને સોશિયલ મીડિયા પર સતત ધમકીઓ મળી રહી હતી.

    - Advertisement -

    શ્રાવણમાં ભગવાન શંકરની ભક્તિમાં તલ્લીન થઈને કાવડ યાત્રા પર જઈ રહેલા કાવડિયાઓની સેવા કરવા બદલ મુસ્લિમ યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે. અજાણ્યા હુમલાખોરોએ મંગળવારે મોડી રાત્રે (26 જુલાઈ 2022) કાઝી ફરહાન નામના યુવક પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો અને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

    આ હુમલામાં ફહરાનના નાકનું હાડકું તૂટી ગયું છે અને માથા અને એક આંખમાં ગંભીર ઈજા થઈ છે. ફરહાન કહે છે કે તે એક મંદિરમાં ગયો હતો અને કાવડિયાઓની સેવા કરી હતી, તેથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સહારનપુરની છે.

    દૈનિક જાગરણના અહેવાલ મુજબ ફહરાનનો આરોપ છે કે મંગળવારે રાત્રે તે ઘરની બહાર કેમ્પમાં સેવા આપી રહ્યો હતો. તે સમયે કેટલાક લોકોએ શિબિરમાં હંગામો મચાવવાનું શરૂ કરતા ત્યારે જોવા ગયો હતો. તેઓએ તેમના ગળામાં ભગવા કપડા વીંટેલા હતા.

    - Advertisement -

    આ પછી હુમલાખોરોએ ‘આ જ છે’ કહીને તેને ઘેરી લીધો અને તેના પર ઉપરા-ઉપરી હુમલો કરવામાં આવ્યો હતો. હંગામો જોઈને લોકો પહોંચ્યા ત્યારે બંને હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ફરહાનનું કહેવું છે કે હુમલાખોરોએ તેને ધારદાર હથિયાર વડે મારી નાખવાનો પ્રયાસ કર્યો અને તેની ચેન પણ છીનવી લીધી. એક મંદિરમાં ગયો હતો અને કાવડિયાઓની સેવા કરી હતી, તેથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેણે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે .

    ફરહાનના કહેવા પ્રમાણે, તેણે થોડા દિવસ પહેલા શાકંભરી દેવી માતાના મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ મંદિર પાસેથી પસાર થતા કાવડિયાઓને ફળ અને પાણી આપીને સેવા આપી હતી. ત્યારથી તેને સોશિયલ મીડિયા પર સતત ધમકીઓ મળી રહી હતી.હિન્દી આ સમગ્ર બાબતે થાણા મંડી પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આગોતરી કાર્યવાહી નિયમાનુસાર અમલમાં મૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં