Tuesday, March 18, 2025
More
    હોમપેજદેશશબ-એ-બારાતની રાતે દિલ્હી જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર મુસ્લિમ ટોળાંએ મચાવ્યો ઉત્પાત:...

    શબ-એ-બારાતની રાતે દિલ્હી જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર મુસ્લિમ ટોળાંએ મચાવ્યો ઉત્પાત: વિડીયો વાયરલ, સવાલો ઉઠતાં DMRCએ આપી માહિતી

    વાયરલ થઈ રહેલો વિડીયો 13 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 11:22 વાગ્યે શબ-એ-બારાતની રાતનો છે. તેને મેજેન્ટા લાઇન પર જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    દિલ્હી મેટ્રો સ્ટેશનનો (Delhi Metro Station) એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. તેમાં મુસ્લિમ કિશોરો અને યુવાનો સહિતનું ટોળું (Muslim Mob) મેટ્રો સ્ટેશન પર નમાજી ટોપી પહેરીને હંગામો મચાવી રહ્યું છે. તેઓ ટોકન કે મેટ્રો કાર્ડ સ્વાઇપ કર્યા વિના એક્ઝિટ ગેટ કૂદીને પાર કરી રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. આ પછી, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (DMRC) એક નિવેદન પણ બહાર પાડ્યું છે.

    દિલ્હી મેટ્રોમાં સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સની (CISF) છે. આ વિડીયો વાયરલ થયા બાદ લોકો CISF પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ, DMRCએ આ ઘટનાને લઈને કહ્યું છે કે, “કેટલાક યાત્રિકો દ્વારા AFC ગેટને કૂદીને બહાર નીકળવા મામલે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના સંદર્ભમાં DMRC એ જણાવવા માંગે છે કે, આ ઘટના 13 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે મેજેન્ટા લાઇન પર જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર બની હતી.”

    DMRCએ વધુમાં જણાવ્યું છે કે, “કેટલાક મુસાફરો દ્વારા AFC ગેટ કૂદીને બહાર નીકળવાના કારણે થોડા સમય માટે યાત્રિકોનો ધસારો રહ્યો હતો. આવા યાત્રિકોને સલાહ આપવા માટે સુરક્ષા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ પૂરતી સંખ્યામાં હાજર હતા અને પરિસ્થિતિ ક્યારેય નિયંત્રણની બહાર ગઈ નહોતી. જોકે, AFC ગેટ પર અચાનક ભીડ થવાને કારણે કેટલાક મુસાફરો દ્વારા કરવામાં આવેલી આ ક્ષણિક પ્રતિક્રિયા હતી.”

    - Advertisement -

    કહેવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો 13 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 11:22 વાગ્યે શબ-એ-બારાતની રાતનો છે. તેને મેજેન્ટા લાઇન પર જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, DMRCએ જણાવ્યું છે કે, સ્ટેશન પર એક જ સમયે બે ટ્રેનો આવી હતી, જેના કારણે ભીડ વધી ગઈ હતી અને એક્ઝિટ ગેટ પર ભીડ એકઠી થઈ ગઈ હતી. એક્ઝિટ ગેટ પર દબાણ વધવાને કારણે, તેમણે અસ્થાયી રીતે કામ કરવાનું બંધ કર્યું હતું.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સ્થિતિમાં યાત્રિકોને નજીકના ગેટ દ્વારા બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ઉતાવળમાં કેટલાક યાત્રિકોએ AFC (ઓટોમેટિક ફેર કલેક્શન) ગેટ કૂદીને બહાર જવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય પછી સ્ટેશન પર પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. કોઈ પણ પ્રકારની અરાજકતા કે હિંસા નહોતી થઈ. અધિકારીઓનું કહેવું છે કે, આ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં