ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ થઈ છે. સ્થાનિક હિંદુ સમુદાયનો આરોપ છે કે, મુસ્લિમ ટોળું તેમના પર તલવારને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવા ધસી આવ્યું હતું. ઘટનામાં 2 હિંદુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક યુવકના પગ પર મોટર સાયકલનું ટાયર ચડી જવાની ઘટના બાદ આ આખો હોબાળો થયો હતો. આ આખી ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, આ આખી ઘટના સુલ્તાનપુરના કોઈરીપુરની છે. ગત શુક્રવારે (10 જાન્યુઆરી, 2025) બનેલી આ ઘટનાએ આગળ જતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અહીં એક મુસ્લિમ યુવક પસાર થઇ રહ્યો હતો તે સમયે અજાણતા એક હિંદુ યુવકથી અકસ્માત સર્જાયો. તેવામાં થયેલી માથાકૂટ થતાં બંને પક્ષોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. બંને પક્ષે ગાળાગાળી થયા બાદ વાત શાંત પડી ગઈ હતી અને ટોળા વિખેરાઈ પણ ગયાં હતાં.
ઘટના બાદ હિંદુ પક્ષે આરોપ લગાવ્યો હતો કે, સમાધાન પછી બંને પક્ષોનાં ટોળાં વિખેરાઈ ગયા બાદ પણ મુસ્લિમ સમુદાયનું ટોળું તેમના વિસ્તારમાં ધસી આવ્યું અને હુમલો કરી દીધો. ફરિયાદ અનુસાર અહીં લાંબા સમય સુધી મારામારી અને ઝઘડો ચાલતો રહ્યો. આરોપ છે કે હિંસક મુસ્લિમ ટોળાએ બાળકો અને મહિલાઓને પણ ન બક્ષ્યાં અને તેમને પણ ટાર્ગેટ કરીને તેમના પર પણ હુમલો કર્યો. આટલું જ નહીં, આરોપીઓએ સમાધાન કરવા વચ્ચે પડેલા લોકોને પણ માર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
Communal clashes in Sultanpur, UP:
— Treeni (@TheTreeni) January 11, 2025
Majid, Sadaab, Sahil, Mohammad Anas, Mohammad Kaif, and several others, allegedly attacked with swords, rods, and other weapons, injuring four people, after a minor bike collusion on Friday.
Two victims, Jatin and Mohit, sustained head… pic.twitter.com/8XRGRdjOit
હિંદુઓનો આરોપ છે કે આ હુમલામાં ઝૈદ રાઈન, હામીદ રાઈન, સુફિયાન અન્સારી, ઈસરાર, માજીદ, સદ્દાબ, મહોમ્મદ કૈફ, સાહિલ, મોહમ્મદ અનસ, મોહમ્મદ આકિબ સહિત 40થી 50 લોકો સામેલ હતા. આ હુમલામાં જતીન અને મોહિત નામના બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. બંને યુવકોને માથામાં ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બે પૈકી જતિને આરોપ લગાવ્યો છે કે, હુમલાખોરો ધારિયાં, તલવાર અને લાઠી-ડંડા લઈને આવ્યા હતા અને આડેધડ વીંઝી રહ્યા હતા.
મુસ્લિમ ટોળા પર ગળા કાપવાની ધમકી આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ મામલે દાખલ કરવામાં આવેલી FIR મુજબ, હુમલાખોરોએ ધમકી આપી હતી કે એક વાર એમની સરકાર (સપા/INDI ગઠબંધન) સત્તામાં આવશે, તો સમા પક્ષને માર મારીને તેમના ગળાં કાપી નાખવામાં આવશે. તેમના વાળ અને ગરદનને કાપીને તેને મસ્જિદમાં મૂકવામાં આવશે.
આરોપ છે કે આ ટોળું પહેલાં પણ હુમલો કરી ચૂક્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ લઇને કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે હુમલામાં ઘાયલ યુવકોને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે અને ધારાધોરણ અનુસાર આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.