Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ ધર્મથી પ્રભાવિત મુસ્લિમ પરિવારે કરવું છે ધર્મપરિવર્તન: સહધર્મીઓ તરફથી મળી મારી...

    હિંદુ ધર્મથી પ્રભાવિત મુસ્લિમ પરિવારે કરવું છે ધર્મપરિવર્તન: સહધર્મીઓ તરફથી મળી મારી નાખવાની ધમકીઓ, મારપીટ પણ કરી

    23 જાન્યુઆરી 2023એ આ મામલાએ હિંસક રૂપ પકડ્યું હતું. મોહમ્મદ રઈશને મનાવવા માટે તેના સગા રિહાન અને તેના બે સાથી આવ્યા હતા. તેઓ ન માનતા તેમની સાથે મારપીટ કરી મોબાઈલ લઈ લીધો હતો.

    - Advertisement -

    ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. આપણા દેશમાં કોઈને પણ પોતાની મરજીથી અન્ય ધર્મ અપનાવવાનો અધિકાર છે. જો કે આ ધર્મપરિવર્તન કોઈ પણ પ્રકારના લોભ લાલચ કે ડરથી કરેલુ હોય તો તે ગેરકાનુની છે. પરંતુ, જો કોઈ પોતાની મરજીથી ધર્મપરિવર્તન કરી રહ્યું છે, ત્યારે તેને ધમકાવવાનું પણ ગેરકાનુની છે. આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મુસ્લિમ પરિવાર હિંદુ ધર્મ અપનાવવા જઈ રહ્યો છે તેને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. 

    મુખ્ય મામલો એ રીતે છે કે, ગાઝિયાબાદના ઈંદિરાપુરમ વિસ્તારમાં એક મુસ્લિમ પરિવાર વર્ષ 2014થી રહે છે. જેમાં પીડિત મોહમ્મદ રઈશ તેમની બેગમ સુગરા, તેમનો પુત્ર શાદ અને તેમની દિકરી રિમશા સાથે રહે છે. 

    મોહમ્મદ રઈશ જણાવે છે કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી હિંદુ ધર્મનું અધ્યયન કરી રહ્યા છે. તેઓ હિંદુ ધર્મથી ખૂબ જ પ્રભાવિત થયા છે. સનાતન ધર્મમાં રહેલી બાબતો તેમને ખુબ ગમી છે, માટે સહ પરિવાર તેઓ હિંદુ ધર્મ અપનાવવા જઈ રહ્યા છે. તેમના કહેવા અનુસાર આ વાતની જાણ તેમના પરિજનોને થતાં તેઓ નારાજ થઈ ગયા હતા. સાથે સાથે તે બધાએ આ પરિવાર સાથે સામાજિક સંબંધો તોડી દીધા હતા. સાથોસાથ તેમના પર મુસ્લિમ ધર્મ ન છોડવા માટે દબાણ કરી રહ્યા છે.  આટલું જ નહી એક પરિજને તો ધર્મ પરિવર્તન ન કરવા માટે પૈસાની લાલચ પણ આપી હતી. આ લાલચ તેને રૂપિયા દસ હજારના ચેક દ્વારા આપવામાં આવી હતી. 

    - Advertisement -

    23 જાન્યુઆરી 2023એ આ મામલાએ હિંસક રૂપ પકડ્યું હતું. મોહમ્મદ રઈશને મનાવવા માટે તેના સગા રિહાન અને તેના બે સાથી આવ્યા હતા. તેઓ ન માનતા તેમની સાથે મારપીટ કરી મોબાઈલ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ મોહમ્મદ રઈશે ઈદિંરાપુરમ પોલીસ ચોંકીમાં ફરિયાદ નોધાવી હતી. પોતાની સુરક્ષા અને ન્યાયની અરજ કરી હતી. 

    મોહમ્મદ રઈશ જણાવે છે કે તેઓ ભણી શક્યા નહોતા, તેઓએ ધોરણ 07 સુધી જ અભ્યાસ કર્યો છે. જેના કારણે તેમને ઘણી જગ્યાએ તકલીફો પડે છે. જે હવે તેઓ તેમના દિકરા-દિકરીને ભણવા દેવા માંગતા નથી. માટે હાલમાં તેમનો દિકરો બાળમંદિર ભણે છે જ્યારે તેમની દિકરી ધોરણ 03માં અભ્યાસ કરે છે. તેમને વધુમાં વધુ ભણાવવા માંગે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં