Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હું તને કન્હૈયા લાલ અને ઉમેશ કોલ્હે પાસે મોકલી દઈશ': ગાઝિયાબાદના ડૉક્ટરને...

    ‘હું તને કન્હૈયા લાલ અને ઉમેશ કોલ્હે પાસે મોકલી દઈશ’: ગાઝિયાબાદના ડૉક્ટરને ‘સર તન સે જુદા’ની ધમકી આપી, કહ્યું મોદી-યોગી પણ તને બચાવી શકશે નહીં

    જે નંબર પરથી સર તનસે જુદા કરવાનો કોલ આવ્યો હતો તેને ટ્રેસ કરવાનો પ્રયાસ ચાલુ છે. ટેક્નોલોજીના જમાનામાં આજે અમેરિકાના નંબર પરથી ભારતમાં બેસીને કે અન્ય કોઇપણ નંબર પરથી કોલ કરી શકાય છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદના ડોક્ટરને અમેરિકાથી સર-તનસે-જુદા કરવાની ધમકીઓ મળી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ધમકી ડોક્ટરને વોટ્સએપ કોલ દ્વારા આપવામાં આવી છે. જે નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હતો તે નંબર અમેરિકાનો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગાઝિયાબાદના સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ડૉક્ટર અરવિંદ વત્સ અકેલાને ‘સર તનસે જુદા કરવાની’ ધમકી મળી છે. ડોક્ટરે જણાવ્યું છે કે તેમને 1 સપ્ટેમ્બરે રાત્રે 11 વાગ્યે પહેલો ફોન આવ્યો હતો. કોલ વોટ્સએપ પર હતો અને ડીપીમાં માસ્ક પહેરેલી વ્યક્તિનો ફોટો હતો. તેથી તેમણે ફોન ઉપાડ્યો ન હતો. પરંતુ, બીજા દિવસે એટલે કે 2જી સપ્ટેમ્બરે ફરી એકવાર તેમને આ પ્રકારનો ફોન આવ્યો આવ્યો હતો.

    ડૉક્ટર અરવિંદ વત્સ અકેલા કહે છે કે 2 સપ્ટેમ્બરે કૉલમાં 5 મિનિટ 2 સેકન્ડની વાત થઈ હતી. આ વાતચીતનું વર્ણન કરતાં તેણે કહ્યું હતું કે, “મેં ફોન ઉપાડતાં જ ત્યાંથી કોઈએ કહ્યું કે ડૉક્ટર અકેલા બોલે છે. મેં કહ્યું હા. આ પછી તેણે કહ્યું કે હું તને કન્હૈયા લાલ તેલી અને ઉમેશ કોલ્હે પાસે મોકલી રહ્યો છું. તો મેં કહ્યું શું થયું. તેના પર તેણે કહ્યું કે તમે હિન્દુ સંગઠનની વાત કરો છો. હું જોઉં છું કે તમારા મોદી-ધોધી, યોગી અને યતિ નરસિમ્હાનંદ, જે તમારા ગુરુ છે, પોતે બિલમાં છુપાયેલા છે, તને શું બચાવશે.”

    - Advertisement -

    ફોનમાં મળેલી ધમકી અંગે ડોક્ટરે વધુમાં કહ્યું કે , “ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે અમે તારી બધી જ રેકી કરી લીધી છે. અમે જાણીએ છીએ કે તું ક્યાં રહે છે, તું શું કરે છે અને ક્યાં જાય છે. ગુસ્તાખ-એ-રસૂલની એક સજા, સર તનથી જુદા. તેના પર મેં કહ્યું કે મેં આવી કોઈ પોસ્ટ પણ કરી નથી. મામલો છે શું? તો તેણે કહ્યું કે તે તને ખબર પાડી જશે. કોલ કરનારે મને હિંદુ સંગઠનોને ટેકો આપવા બદલ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી છે.”

    જણાવવામાં આવી રહ્યું છે કે ડૉક્ટર વત્સ છેલ્લા 24 વર્ષથી ક્લિનિક ચલાવી રહ્યા છે. તેઓ અનેક હિન્દુ સંગઠનો સાથે પણ જોડાયેલા છે અને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ‘હિંદુ સ્વાભિમાન મંચ’ના પ્રભારી પણ છે. આ સંસ્થાના આશ્રયદાતા દશના દેવી મંદિરના પીઠાધીશ્વર અને શ્રીપંચદાસનમ જુના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિમ્હાનંદ ગિરી છે. ડૉક્ટરનું કહેવું છે કે તેઓ અને તેમનો આખો પરિવાર ડરી ગયો છે. તેઓએ રસ્તો બદલીને ઘરે આવું જવું પડે છે.

    આ મામલામાં ગાઝિયાબાદના એસએસપી મુનિરાજે કહ્યું છે કે ડોક્ટરની ફરિયાદના આધારે સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સાયબર સેલને પણ આ મામલે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. જે નંબર પરથી સર તનસે જુદા કરવાનો કોલ આવ્યો હતો તેને ટ્રેસ કરવાનો પ્રયાસ ચાલુ છે. ટેક્નોલોજીના જમાનામાં આજે અમેરિકાના નંબર પરથી ભારતમાં બેસીને કે અન્ય કોઇપણ નંબર પરથી કોલ કરી શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં