2025ની શરૂઆત થતાની સાથે જ શિવસેના UBTના નેતા સંજય રાઉત સાથે (Sanjay Raut) ઉદ્ધવના શિવસૈનિકોએ (Shiv Sena) જ મારપીટ કરી હોય એવા દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઘટના શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી (matoshree) ખાતે ઘટી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ સિવાય સંજય રાઉતને રૂમમાં બંધ કર્યા હોવાના પણ દાવા થયા છે.
નોંધનીય છે કે મુંબઈના બાંદ્રામાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે શિવસેના UBTના કાર્યકરો દ્વારા સંજય રાઉત પર હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, શિવસેના UBTના સાંસદ સંજય રાઉત પર નારાજ થઈને પક્ષના કાર્યકરોએ તેમને રૂમમાં પણ બંધ કરી દીધા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં જે પાર્ટી મિટિંગ યોજાઈ હતી ત્યારે ઉદ્ધવ ઠાકરેની સામે જ આ વિવાદ થયો હતો.
ઉદ્ધવ ઠાકરે સામે જ થયો વિવાદ
અહેવાલ અનુસાર મુંબઈમાં આવેલ ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી ખાતે શિવસેનાના કાર્યકર્તાઓ પાર્ટીની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ભેગા થયા હતા તથા બેઠક કરી હતી. જ્યાં સંજય રાઉત અને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો જે પછી ઉદ્ધવના શિવસૈનિકોએ સંજય રાઉતને માર માર્યો હોય એવા દાવા કરવામાં આવ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન, પક્ષના કેટલાક કાર્યકર્તાઓએ સંજય રાઉત પર એવો આરોપ લગાવ્યો હતો કે તેમની ટિપ્પણીઓ અને વલણોના કારણે શિવસેનાને તાજેતરમાં ઘણું નુકસાન થયું છે. આ આરોપથી સંજય રાઉત પણ લાલચોળ થઇ ગયા અને સાંસદ તથા કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી. ધીમે ધીમે આ દલીલો લડાઈમાં ફેરવાઈ ગઈ અને UBT કાર્યકર્તાઓએ સંજય રાઉત સાથે મારપીટ કરી હતી.
Heard Sanjay Raut was beaten by Uddhav Thackeray’s men at his residence Matoshree.
— Sarfarosh 🚩100% Follow Back (@Sarfarosh_IND) December 31, 2024
Do you know if it is True??
I imagine that he might be looking like this now?? 👇🏽🤣🤣 pic.twitter.com/1QNKNsTMCn
એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે આ દરમિયાન સંજય રાઉતને માતોશ્રી ખાતે જ એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા છે. લોકો પોસ્ટ કરીને સંજય રાઉતને માર માર્યો હોવાના દાવાને લઈને જાત-જાતની ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ સિવાય સંજય રાઉતને કલાકો સુધી રૂમમાં બંધક બનાવ્યા હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે. આ અંગે હજી સુધી શિવસેનાના કોઈ નેતાએ સ્પષ્ટતા આપી નથી.