Tuesday, December 24, 2024
More
    હોમપેજદુનિયાઈસાઈ બહુમતીવાળા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 'મોહમ્મદ' બન્યું મોસ્ટ પોપ્યુલર નામ: 2023ના સરવેમાં...

    ઈસાઈ બહુમતીવાળા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ‘મોહમ્મદ’ બન્યું મોસ્ટ પોપ્યુલર નામ: 2023ના સરવેમાં ઘટસ્ફોટ, નોઆહને પાછળ છોડી પ્રથમ નંબરે આવ્યું ઇસ્લામી નામ

    વર્ષ 2022માં ઈંગ્લેન્ડમાં 'મોહમ્મદ' નામ બીજા નંબરનું સૌથી પ્રસિદ્ધ નામ હતું. 2016થી આ નામ ઈંગ્લેન્ડ અને વેલ્સના બાળકોના નામમાં ટોપ 10માં આવતું હતું, જે માત્ર 7 જ વર્ષમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

    - Advertisement -

    ખ્રિસ્તી બાહુલ્ય દેશ (Christian majority country) ઈંગ્લેન્ડ (England) અને વેલ્સમાં (Wales) ‘મોહમ્મદ’ નામ (Muhammad) સૌથી વધુ પ્રસિદ્ધ (Most Popular Name) હોવાનું સામે આવ્યું છે. 2023ના એક સરવેમાં આ બાબત સામે આવી છે. ‘ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક’ના (ONS) તાજેતરના આંકડા અનુસાર, વર્ષ 2023માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ઇસ્લામી નામ ‘મોહમ્મદ’ સૌથી વધુ પ્રસિદ્ધ પુરુષોના નામ તરીકે આગળ આવ્યું છે. આ સાથે જ બીજા નંબર પર ‘નોઆહ’ (Noah) સૌથી પ્રસિદ્ધ નામ છે. ‘નોઆહ’ હમણાં સુધી પ્રથમ નંબરે હતું, પરંતુ 2023ના આંકડામાં ‘મોહમ્મદે’ બાજી મારી લીધી છે.

    વર્ષ 2022માં ઈંગ્લેન્ડમાં ‘મોહમ્મદ’ નામ બીજા નંબરનું સૌથી પ્રસિદ્ધ નામ હતું. 2016થી આ નામ ઈંગ્લેન્ડ અને વેલ્સના બાળકોના નામમાં ટોપ 10માં આવતું હતું, જે માત્ર 7 જ વર્ષમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. એટલે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં નવજાત બાળકોના નામકરણમાં સૌથી વધુ ઉપયોગ ‘મોહમ્મદ’ નામનો થઈ રહ્યો છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે ‘ઓલિવર’ નામનો સમાવેશ થયો છે. આ ઉપરાંત મોટાભાગના નામો ઈંગ્લેન્ડના પારંપરિક નામો કરતા વિરુદ્ધ જોવા મળ્યા છે.

    2022માં બીજા નંબર પર હતું ‘મોહમ્મદ’ નામ

    વર્ષ 2022માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ‘મોહમ્મદ’ નામ સાથે જન્મેલા બાળકોની સંખ્યા 4,117 હતી. જે હવે વધીને 2023માં 4,661 થઈ ગઈ છે અને ‘નોઆહ’ નામ સાથે જન્મેલા બાળકોની સંખ્યા 4,382 થઈ ગઈ છે. હમણાં સુધી ‘નોઆહ’ નામ ઈંગ્લેન્ડ અને વેલ્સના બાળકો માટેના સૌથી પ્રસિદ્ધ નામ તરીકે આગળ આવી રહ્યું હતું. રિસર્ચમાં જાણકારી આપવામાં આવી છે કે, ‘મોહમ્મદ’ ઈંગ્લેન્ડ અને વેલ્સના 10માંથી ચાર મોટા વિસ્તારોમાં સૌથી લોકપ્રિય નામ છે. મહત્વની વાત તો તે છે કે, લંડન અને પશ્ચિમી મિડલેન્ડ્સમાં પણ ‘મોહમ્મદ’ નામ સૌથી વધુ લોકપ્રિય સાબિત થયું છે.

    - Advertisement -

    આ સાથે 2023માં મોસ્ટ પોપ્યુલર બેબીગર્લ નામ ‘ઓલિવિયા’, ‘અમેલિયા, અને ‘ઇસ્લા’ છે. 2022માં પણ આ ત્રણ નામ જ ટોપ 3માં સામેલ હતા. ‘ઓલિવિયા’ નામ 2016થી પ્રથમ સ્થાન પર આવી રહ્યું છે. અહીં નોંધવા જેવું છે કે, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હવે પારંપરિક અને શાહી નામોના સ્થાને અન્ય નામોનો પ્રભાવ વધી રહ્યો છે. વિશ્લેષણ અનુસાર, ઈંગ્લેન્ડના પૉપસ્ટાર અને સેલિબ્રિટીઓથી પ્રભાવિત થઈને પણ બાળકોના નામ રાખવામાં આવી રહ્યા છે. પરંતુ, પારંપરિક અને શાહી બ્રિટિશ નામોનો પ્રભાવ લોકોમાં ઘટી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં