ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મેરઠમાં (Meerut) થયેલ હત્યા (Murder Case) મામલે ઘણા ખુલાસા થઇ રહ્યા છે. મેરઠમાં મિયાં-બીવી અને તેમના ત્રણ બાળકોની હત્યાનો મામલો સામે આવ્યો હતો. એવું સામે આવ્યું હતું કે પથ્થર કાપવાના મશીનથી પાંચેય લોકોના ગળા કાપવામાં આવ્યા હતા. ઉપરાંત મૃતક મોઈનના ત્રણ નિકાહ થયા હોવાનું પણ સામે આવ્યું હતું. તેની ત્રીજી બીવી આસમાથી તેને ત્રણ પુત્રીઓ થઇ હતી આ બધા સહિત કુલ 5 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મોઈનના ત્રણ નિકાહ થયા હતા. લગભગ 15 વર્ષ પહેલાં, તેણે જાફરા સાથે નિકાહ કર્યા હતા જેનાથી તેને એક પુત્રી આવી. જાફરના મૃત્યુ પછી 11 વર્ષ પહેલાં નારા સાથે બીજા નિકાહ કર્યા હતા, પરંતુ ઝઘડા પછી તેમના તલાક થઈ ગયા હતા. પછી મોઈને આસમા સાથે લગ્ન કર્યા. આસમા પહેલાંથી જ પરિણીત હતી. તેના પહેલાં લગ્ન શાહજહાં કોલોનીના રહેવાસી દીન મોહમ્મદ સાથે થયા હતા. મોઈન અને આસ્માને ત્રણ દીકરીઓ હતી. આ ત્રણ દીકરીઓ સહિત મોઈન અને તેની બીવીની હત્યા કરી નાખવામાં આવી હતી.
ડબલ બેડમાંથી મળ્યા મૃતદેહ
અહેવાલો અનુસાર પાંચેયની હત્યા પથ્થર કાપવાના મશીનનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. એવી શંકા છે કે બદમાશોએ પહેલાં મોઈનુદ્દીનની હત્યા કરી અને પછી પરિવારની હત્યા કરી. મૃતકોમાં મોઇનુદ્દીન (52), તેની પત્ની આસમા (45) અને ત્રણ પુત્રીઓ અસ્સા (8), અઝીઝા (4) અને અબીબાનો (1) સમાવેશ થાય છે. 4 મૃતદેહ 9 જાન્યુઆરીની રાતે ડબલ બેડની અંદર બોક્સમાંથી મળી આવ્યા જ્યારે મોઈનનો મૃતદેહ બહાર પડેલો હતો.
#BreakingNews | मेरठ में एक ही परिवार के 5 लोगों की हत्या से सनसनी..घर में डेडबॉडी मिलने से मचा हड़कंप #Meerut #Murder #UPPolice #Crime pic.twitter.com/yAMthtAnH1
— India TV (@indiatvnews) January 10, 2025
ઉલ્લેખનીય છે કે આ હત્યાના કેસમાં પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ નામજોગ અને અનેક અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેમાંથી બે આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અન્ય આરોપીઓની શોધ માટે પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ હત્યા પાછળ પરસ્પર દુશ્મનાવટ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ત્રણ નામજોગ આરોપીઓમાંથી 1 ફરાર છે જેની શોધ ચાલી રહી છે.
એક ભાઈ છે જેલમાં બંધ
નોંધનીય છે કે કે માત્ર બે મહિના પહેલાં જ મોઇને પુઆનામાં સ્થિત તેનું મકાન વેચી દીધું હતું. આ જ રકમથી તેણે સુહેલ ગાર્ડનમાં એક પ્લોટ ખરીદ્યો અને ઘર બનાવવાનું શરૂ કર્યું હતું. મોઇનનો નાનો ભાઈ અઝીઝ પુઆનામાં એક હત્યાના કેસમાં હરિદ્વારની રોશનાબાદ જેલમાં બંધ છે. મોઈન સાત ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ છે બાકીના ભાઈઓમાં સલીમ, અનીસ, કલીમ, તસ્લીમ, મોમિન, અમજદનો સમાવેશ થાય છે.
મેરઠના એસએસપી વિપિન ટાડાએ જણાવ્યા અનુસાર આ પરિવાર બે દિવસથી કોઈના સંપર્કમાં નહોતો. બુધવારથી પડોશીઓએ કોઈને બહાર નહોતા જોયા. મોઈનનો ભાઈ અને સંબંધીઓ તેને ફોન કરી રહ્યા હતા પરંતુ તેનો સંપર્ક થઈ શકતો નહોતો. ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ મોઈનના સંબંધીઓ અને ભાઈ તેના ઘરે પહોંચ્યા ત્યારે તેમને બહારથી તાળું મારેલું જોવા મળ્યું. આ લોકોએ પડોશીઓની મદદથી ઘરનું તાળું તોડ્યું ત્યારે તેમને અંદરથી આખા પરિવારના મૃતદેહ મળી આવ્યા. તેમના જણાવ્યા અનુસાર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.