Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમૌલવી ઇલિયાસે શિવલિંગનું અપમાન કરીને મજાક ઉડાવી, કહ્યું- 'તમે શા માટે પ્રાઈવેટ...

    મૌલવી ઇલિયાસે શિવલિંગનું અપમાન કરીને મજાક ઉડાવી, કહ્યું- ‘તમે શા માટે પ્રાઈવેટ પાર્ટની પૂજા કરો છો?’: વિડીયો વાયરલ, કાર્યવાહીની માંગ

    બીજેપી નેતા તજિંદર પાલ બગ્ગાએ આ મામલે યુપી પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે. સામાન્ય યુઝર્સ પણ આને શેર કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે જ્યારે નુપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે તો તેના પર કેમ નહીં?

    - Advertisement -

    મૌલવી ઈલિયાસ શરાફુદ્દીને ફરી એક વખત શિવલિંગનું અપમાન કર્યું છે. ટીવી પર શિવલિંગની પૂજા પ્રાઇવેટ પાર્ટ કહીને ફરી એકવાર પૂજા પર સવાલ ઉઠાવ્યા છે અને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડીને અટ્ટહાસ્ય કરતો જોવા મળ્યો છે. મૌલવી ઈલિયાસ શિવલિંગનું અપમાન કરીને ખડખડાટ હસતો જોવા મળ્યો હતો.

    ઝી ન્યૂઝના એક શોમાં ઠાકુર દેવકી નંદન સાથે ઇલિયાસે જ્ઞાનવાપીના વીડિયો લીક કેસમાં કહ્યું, “તમે લોકો પ્રાઈવેટ પાર્ટની પૂજા કેમ કરો છો. હું પૂછવા માંગુ છું કે તમે આ કેમ કરો છો. શા માટે તમે વેદ-ગીતાની વિરુદ્ધ જઈને, શ્રીરામ શ્રીકૃષ્ણની વિરુદ્ધ જઈને પ્રાઈવેટ પાર્ટની પૂજા કરો છો, તમારે પ્રાઈવેટ પાર્ટ સાથે શું લેવાદેવા છે.”

    વીડિયોમાં જોઈ શકાય છે કે ઈલિયાસ શિવલિંગને પ્રાઈવેટ પાર્ટ હોવાનું કહીને કેવો વિકૃત આનંદ લઇ રહ્યો છે. થોડીવાર શાંત થયા પછી તે ફરી એ જ શબ્દો બોલે છે, “તમે પ્રાઇવેટ પાર્ટની પૂજા કેમ કરો છો. તમે લિંગ અને યોનિની પૂજા કેમ કરો છો? તમે ગરીબ કરોડો હિંદુઓને નરકમાં કેમ લઈ જાઓ છો… આવો શ્રી રામ અને શ્રી કૃષ્ણના માર્ગ પર. રાવણ અને કંસનો માર્ગ છોડો.”

    - Advertisement -

    ઝી ન્યૂઝના શોમાંથી ઈલિયાસના નિવેદનની ક્લિપ હવે કટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. બીજેપી નેતા તજિંદર પાલ બગ્ગાએ આ મામલે યુપી પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે. સામાન્ય યુઝર્સ પણ આને શેર કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે જ્યારે નુપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે તો તેના પર કેમ નહીં? વીડિયો શેર કરીને ધ્યાન દોરવામાં આવી રહ્યું છે કે મહાદેવનું અપમાન કર્યા પછી પણ ઈલિયાસ રાક્ષસો માફક હસતો રહ્યો અને કોઈએ તેની નોંધ લીધી નહીં.

    આ પહેલા પણ ઈલિયાસનો એક વીડિયો સામે આવ્યો હતો. તે સમયે તેણે તાલ ઠોક કે શોમાં દલીલ કરી હતી કે, “હિંદુઓને મૂર્તિઓ અને પુરુષોના ગુપ્તાંગની પૂજા કરવાની આદત છે.” શરાફુદ્દીને દલીલ કરી હતી કે હિંદુ ગ્રંથોમાં ઉલ્લેખ છે, “જેઓ મૂર્તિની પૂજા કરે છે તેઓને નરકમાં મોકલવામાં આવશે. તેથી હિંદુઓએ પુરુષોની મૂર્તિઓ, લિંગો અને ગુપ્તાંગોની પૂજા ન કરવી જોઈએ.” આ વીડિયોમાં પણ શરાફુદ્દીન હસતો જોવા મળ્યો હતો. શૉ દરમિયાન શરાફુદ્દીને હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરનારા હિન્દુઓને ‘બુદ્ધિજીવી, બુદ્ધિના આંધળા’ કહ્યા હતા અને અન્ય પેનલિસ્ટ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો, જે પછી ચેનલે તેને શોમાંથી હટાવવો પડ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં