Monday, May 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: હિંદુ યુવતીની છેડતી કરનાર અલ્તાફ ઝડપાયો, લોકોએ મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો:...

    વડોદરા: હિંદુ યુવતીની છેડતી કરનાર અલ્તાફ ઝડપાયો, લોકોએ મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો: ગંદા ઈશારા અને બીભત્સ માંગણીઓ કરી હતી

    આ મામલે વડોદરાના રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અલ્તાફ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -

    મહિલાઓ સાથે થતા દુર્વ્યવહારને લઈને વડોદરા પોલીસ સતર્ક બની છે અને વિભાગની શી ટીમ દ્વારા આ પ્રકારના તત્વોને ઝડપી પાડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ, હિંદુ સંગઠનો વધુ સક્રિય થઇ રહ્યાં છે તો સ્થાનિકોમાં પણ જાગૃતિ આવી છે. તાજેતરમાં જ આવા જ એક કિસ્સામાં યુવતીની છેડતી કરનારને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. 

    ઘટના વડોદરાના રાવપુરાની છે. અહીં એક અલ્તાફ મેમણ નામનો શખ્સ એક હિંદુ યુવતીને ઘણા દિવસથી પરેશાન કરી રહ્યો હતો. શનિવારે સવારે જ્યારે યુવતી ઘરેથી નીકળી ત્યારે પણ તે પાછળ પડી ગયો હતો અને છેડતી કરી હતી. ત્યારબાદ યુવતીએ તેના ભાઈને જાણ કરતાં તેણે સ્થાનિકો સાથે મળીને તેને મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કરી દીધો હતો. 

    આ મામલે વડોદરાના રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અલ્તાફ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    - Advertisement -

    FIRમાં હિંદુ યુવતીએ જણાવ્યા અનુસાર, શનિવારે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં નોકરીના સ્થળે જવા માટે ઘરેથી ચાલતી જવા નીકળી હતી અને ઓટોરિક્ષાની રાહ જોતી હતી તે દરમિયાન મોપેડ લઈને એક અજાણ્યો ઈસમ તેની નજીક આવ્યો હતો અને ‘તારે ક્યાં જવું છે? હું છોડી દઉં’ તેમ કહીને આંખ અને હાથથી ગંદા ઈશારા કરીને બીભત્સ માંગણીઓ કરી હતી. 

    સ્થાનિક હિંદુ સંગઠનના સૂત્રોએ ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અલ્તાફ ત્રણેક દિવસથી યુવતીને પરેશાન કરી રહ્યો હતો અને નોકરીએ આવવા-જવાના સમયે પરેશાન કરતો હતો. દરમ્યાન, શનિવારે સવારે તેણે યુવતીની તેના ઘર નજીક જ છેડતી કરી હતી. ત્યારબાદ યુવતીએ તેના ભાઈને જાણ કરતાં તે તાત્કાલિક સ્થળે પહોંચી ગયો હતો. 

    યુવતીના ભાઈએ તેના મિત્રો સાથે જઈને આરોપીને પકડી પાડ્યો હતો અને મેથીપાક પણ ચખાડ્યો હતો. ઘટના બાદ વડોદરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને શી ટીમે ઘટનાસ્થળે પહોંચીને અલ્તાફને હિરાસતમાં લઇ લીધો હતો. જાણવા મળ્યા અનુસાર તેની બાઈકમાં નંબર પ્લેટ પણ લગાવવામાં આવી ન હતી. 

    રાવપુરા પોલીસે યુવતીની ફરિયાદના આધારે અલ્તાફ વિરુદ્ધ IPCની કલમ 354A (યૌન ઉત્પીડન) હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં