Monday, December 23, 2024
More
    હોમપેજદેશઆરોપીને જામીન અપાવવા માટે માંગ્યા ₹5 લાખ, મહારાષ્ટ્રના સતારાની સેશન્સ કોર્ટના જજ...

    આરોપીને જામીન અપાવવા માટે માંગ્યા ₹5 લાખ, મહારાષ્ટ્રના સતારાની સેશન્સ કોર્ટના જજ સામે FIR: બે વચેટિયાઓ સામે પણ ગુનો

    મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ બુધવારે (11 ડિસેમ્બર) સતારા જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ધનંજય નિકમ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ACBએ જજ ઉપરાંત તેમના બે વચેટિયાઓ કિશોર ખરાત અને આનંદ ખરાત સામે પણ ફરિયાદ નોંધાવી છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રના સતારામાં (Satara) એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ (Bribery) માંગવાના આરોપસર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના એક ન્યાયાધીશ (Judge) સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. તેમની ઉપર છેતરપિંડીના કેસમાં પકડાયેલા એક આરોપીને જામીન પર મુક્ત કરવા માટે તેની પુત્રી પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આરોપ છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ બુધવારે (11 ડિસેમ્બર) સતારા જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ધનંજય નિકમ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ACBએ જજ ઉપરાંત તેમના બે વચેટિયાઓ કિશોર ખરાત અને આનંદ ખરાત સામે પણ ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત, એક અજાણ્યો ઇસમ પણ કેસમાં આરોપી છે. આ તમામ સામે જેલમાં બંધ એક આરોપીને જામીન આપવા માટે ₹5 લાખની લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે. સતારા પોલીસે ન્યાયાધીશ અને અન્ય આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 12, 7 અને 7-A અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 3(5) હેઠળ કેસ નોંધ્યો હતો.

    ઘટનાની વધુ વિગતો એવી છે કે, સતારાની એક વ્યક્તિ હાલ છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ છે. તેમની સામે સતારા પોલીસ મથકે ફરિયાદ થયા બાદ પોલીસે FIR નોંધીને ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે જેલમાં મોકલવામાં આવ્યા. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી, એટલે મામલો ઉપરની કોર્ટમાં પહોંચ્યો હતો. જેની ઉપર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ ધનંજય નિકમ સુનાવણી કરી રહ્યા હતા.

    - Advertisement -

    આ વ્યક્તિની પુત્રીનો આરોપ છે કે જજે તેમના માણસો મારફતે તેમની પાસેથી પિતાના પક્ષમાં આદેશ મેળવવા માટે ₹5 લાખની માંગણી કરી હતી. ત્રણેક વખત તેમની પાસેથી આ મામલે પૈસા માંગવામાં આવ્યા બાદ મહિલાએ ACBનો સંપર્ક કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, 9 ડિસેમ્બરના રોજ મહિલા જજને મળી પણ હતી. જ્યાંથી તેઓ કોર્ટ કોમ્પ્લેક્સની બહાર મીટિંગ માટે પહોંચ્યાં હતાં, જ્યાં પહેલેથી જ બે વચેટિયાઓ રાહ જોઈ રહ્યા હતા. આરોપ છે કે ત્યારબાદ બીજા દિવસે જજની સૂચના પર બંને વચેટિયાઓ ફરિયાદી પાસે પૈસા લેવા માટે પણ પહોંચ્યા હતા. 

    આ મામલે ACBના ડેપ્યુટી એસપીએ જણાવ્યું હતું કે, “આરોપીના પક્ષમાં જામીન અરજીનો નિર્ણય સંભળાવવા માટે બે ઇસમો કિશોર ખરાત અને આનંદ ખરાતે જજ ધનંજય નિકમના આદેશ પર ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ મહિલાએ ACBનો સંપર્ક કર્યો.” ACB અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે જજની ધરપકડ કરવા માટે બૉમ્બે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. 

    અધિકારીઓએ જણાવ્યું કે, “તપાસમાં લાંચ માટે માંગ કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ છે. એ પણ જાણવા મળ્યું છે કે, જજે જ બંને વચેટિયાઓને સૂચના આપી હતી. ત્યારબાદ આ મામલે પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં