Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટNCPના ગુંડાઓએ મહારાષ્ટ્ર ભાજપ પ્રવક્તા વિનાયક આંબેકર સાથે મારામારી કરી; શરદ પવાર...

    NCPના ગુંડાઓએ મહારાષ્ટ્ર ભાજપ પ્રવક્તા વિનાયક આંબેકર સાથે મારામારી કરી; શરદ પવાર વિરુદ્ધ ફેસબુક પોસ્ટ મુકવા બાબતે દેખાડી ગુંડાગર્દી

    આ પહેલા પણ NCP નેતા અને મહારાષ્ટ્ર કેબીનેટ મંત્રી નવાબ મલિકના ભાઈની ગુંડાગર્દીનો વિડીયો પણ વાયરલ થયો હતો.

    - Advertisement -

    NCPના ગુંડાઓએ મહારાષ્ટ્ર ભાજપ પ્રવક્તા વિનાયક આંબેકર સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે, શરદ પવારની ટીકા કરતી ફેસબુક પોસ્ટ માટે પુણેમાં ભાજપના પ્રવક્તા વિનાયક અંબેકરને માર મારવામાં આવ્યો છે. શરદ પવારની હિંદુ દેવી-દેવતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી માટે છેલ્લા કેટલાક દિવસોમાં ટીકા થઈ રહી છે, જે તેમણે જવાહર રાઠોડ દ્વારા લખેલી કવિતાના ઓથા હેઠળ હિંદુ દેવી દેવતાઓનું અપમાન કર્યું હતું. જેના વિરોધમાં વિનાયક આંબેકરે એક પોસ્ટ શેર કરી હતી.

    તસ્વીર સાભાર Opindia Hindi

    આ ઘટનાનો એક વિડીયો ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે સોસીયલ મીડિયામાં શેર કર્યો હતો, વિડીયોમાં એક NCP કાર્યકર્તા વિનાયક આંબેકરને ઝાપટ મારતો જોવા મળે છે.

    ચંદ્રકાંત પાટીલે વિડીયો ટવીટ કરીને લખ્યું હતું કે “મહારાષ્ટ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા વિનાયક આંબેકર ઉપર NCPના ગુંડાઓએ હુમલો કર્યો હતો, હું ભારતીય જનતા પાર્ટી તરફથી આ હુમલાને વખોડું છું. આવા ગુંડાઓના વિરુધમાં ત્વરિત પગલાં લેવા જોઈએ.” વીડીઓમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વિનાયક આંબેકરને ઘેરીને ઉભા છે, ઉગ્ર વાતચીત દરમ્યાન એક વ્યક્તિ આંબેકરને ઝાપટ મારે છે.

    - Advertisement -

    સ્મૃતિ ઈરાનીનો મહારાષ્ટ્ર સરકાર પર આક્રોશ

    એક મીડિયા ટવીટર હેન્ડલ પર આ ઘટના પર થયેલી પોસ્ટ પર રિટ્વીટ કરતાં કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લખ્યું હતું કે, ‘વાણી સ્વતંત્રતાના કથિત ચેમ્પિયનોએ એક વૃદ્ધ નાગરિકને માર માર્યો અને એક મહિલાને પોતાનું મનનું બોલવા બદલ ધરપકડ કરી. તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાને નિર્દયતાથી કચડી નાંખી છે, અને તેમના સાથીઓ આ ક્રૂર ક્રિયાને પૂર્વ-નિર્ધારિત માફક મૌન રહીને થવા દે છે.

    ઉલ્લેખનીય છે કે કેટલાક રાજકીય પક્ષો અને કેટલાક વામપંથી મીડિયા વાળા અને ભારતીય જનતા પાર્ટીના વિરોધીઓ અવારનવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિવ્યક્તિની આઝાદીના નામે કાદવ ઉછાળતા જોવા મળે છે, તાજેતર માંજ મરાઠી અભિનેત્રી કેતકી ચિતલે અને એક વિદ્યાર્થી નિખિલ ભામરે વિરુદ્ધ પણ પવાર ઉપર આપત્તિજનક પોસ્ટ કરવા બાબતે ફરિયાદો દાખલ થઇ હતી અને બન્નેની ધરપકડ પણ થઇ હતી.

    NCP કાર્યકર્તાઓની ગુંડાગર્દીના અનેક કિસ્સા

    આ પહેલા પણ NCP નેતા અને મહારાષ્ટ્ર કેબીનેટ મંત્રી નવાબ મલિકના ભાઈની ગુંડાગર્દીનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં NCP નેતાનો ભાઈ જાહેરમાં કેટલાક મજુરોને માર મારતો જોવા મળી રહ્યો છે, અને ગાળાગાળી કરતો પણ જોવા મળી રહ્યો છે. આ સિવાય ભૂતકાળમાં પણ NCPના કાર્યકર્તાઓના ગુંડાગીરીના અનેક કિસ્સાઓ જગજાહેર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં