Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટMPની યુવતી કર્ણાટકમાં બની લવજેહાદનો શિકાર: ઉમર ફારૂખે 'રાજુ' બની ફસાવી, કાયદેસર...

  MPની યુવતી કર્ણાટકમાં બની લવજેહાદનો શિકાર: ઉમર ફારૂખે ‘રાજુ’ બની ફસાવી, કાયદેસર પૂજા-પાઠ પણ કરતો; પોલ ખુલી જતાં ધર્માંતરણ કરવા દબાણ કર્યું, ગુનો દાખલ

  રાજુના વેશમાં ઉમર ફારુખ દરરોજ નિયમિત પૂજા-પાઠ પણ કરતો જેથી તેને ક્યારેય કોઈ શંકા પણ ન ગઈ.

  - Advertisement -

  દેશમાં લવજેહાદ અને ધર્માંતરણની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે હવે મધ્ય પ્રદેશના દમોહની એક દલિત યુવતી કર્ણાટકમાં લવ જેહાદ અને ધર્માંતરણનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં આરોપી ફારુખ યુવતી પર જાદુ-ટોણા અને વશીકરણના પ્રયત્નો પણ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પીડિત યુવતીને ઇલ્મ કરેલું તાવીજ પણ પહેરવા આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  મીડિયા અહેવાલો અનુસાર પીડિતાના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે કર્ણાટકના બેંગ્લોરની એક કંપનીમાં નોકરીએ લાગી હતી. થોડા સમય બાદ તેની રાજુ નામના યુવક સાથે મુલાકાત થઇ. મિત્રતાના થોડા સમય બાદ રાજુએ પોતાની વાતોની માયાજાળમાં ફસાવીને પીડિતાને પ્રેમમાં ફસાવી. પ્રેમ સંબંધ બંધાયા બાદ રાજુ પીડિતાને પોતાની સાથે રહેવા પોતાના ઘરે લઇ ગયો. જ્યાં તેણે અનેકવાર પીડિતા સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા. રાજુ પર પૂરેપૂરો ભરોસો કરી પીડિતા તેની સાથે પોતાના સુખી સંસારનાં સપનાં જોઈ તેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું.

  તે કાયદેસર પૂજાપાઠ કરતો, પ્રેમના નામે પરાણે માંસ ખવડાવ્યું: પીડિતા

  પીડિતાએ દાખલ કરાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાજુ ઉર્ફે ઉમર ફારૂખે પોતાની મીઠી-મીઠી વાતોમાં ફસાવ્યા બાદ તેને સંપૂર્ણ રીતે પોતાના કાબૂમાં કરી લીધી હતી. રાજુના વેશમાં ઉમર ફારુખ દરરોજ નિયમિત પૂજા-પાઠ પણ કરતો જેથી તેને ક્યારેય કોઈ શંકા પણ ન ગઈ. પીડિતા પોતાના સુખી સંસારના સપના જોતી દિવસો વિતાવી રહી હતી, તેવામાં એક દિવસ આરોપી નોનવેજ ભોજન લઈને આવ્યો અને પીડિતાને તે ખાવા જણાવ્યું. પીડિતાએ જયારે તેમ કરવાની ના પાડી ત્યારે પ્રેમનો હવાલો આપીને ઉમર ફારૂખે પરાણે તેને માંસયુક્ત ભોજન ખવડાવ્યું. તે સમય બાદ લાગણીવશ થઇ પીડિતાએ શાકાહાર ત્યજીને માંસાહાર અપનાવી લીધો. પીડિતા નહોતી જાણતી કે જેને હિંદુ રાજુ સમજીને તે પોતાનું આખું જીવન બદલી રહી છે તે વાસ્તવમાં મુસ્લિમ છે અને તે લવ જેહાદનો શિકાર બની ચૂકી છે.

  - Advertisement -

  ઘરની સફાઈ કરતા આધારકાર્ડ મળ્યું અને ઉમર ફારુખનો ભાંડો ફૂટ્યો

  રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રાજુ સાથે તેના ઘરમાં રહેવા લાગેલી યુવતી એક દિવસ જયારે સાફસફાઈ કરી રહી હતી ત્યારે તેના હાથમાં એક આધારકાર્ડ આવ્યું હતું. આ આધારકાર્ડ જોઇને પીડિતાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. આ આધારકાર્ડ રાજુનું હતું અને તેમાં તેની સાચી ઓળખ ઉમર ફારુખ હોવાનું સામે આવ્યું હતું. વાસ્તવિકતા જાણ્યા બાદ પીડિતા આરોપીથી દૂર રહેવા લાગી હતી. પોતે લવ જેહાદનો શિકાર બની ચૂકી હોવાનું સમજી ચુકેલી યુવતી હવે પોતાના ઘરે આવવા માંગતી હતી, પરંતુ ઉમરે તેના અસલ રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું અને તે પીડિતાને ઇસ્લામ કબુલ કરીને નિકાહ કરવા દબાણ આપવા લાગ્યો હતો.

  પીડિતા કોઈ રીતે ફારુખની ચુંગાલમાંથી છૂટવામાં સફળ થઈ અને તે કર્ણાટકથી પરત પોતાના ઘરે આવી ગઈ હતી. પરત આવ્યા બાદ પણ ઉમર ફારુખ તેને ફોન કરીને પરત આવવા દબાણ કરી રહ્યો હતો. આ ઉપરાંત તેણે યુવતીની જાણ બહાર બનાવી લીધેલા ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેને નિકાહ કરવા દબાણ કરવા લાગ્યો હતો. પીડિતાના પરિવારને આ બાબતની જાણ થતાં તેમણે પોલીસની મદદ માંગી હતી. આ દરમિયાન પરિવારે પીડિતા પર ધ્યાન આપતા તેના હાથના બાવડે બાંધેલું તાવીજ પણ નજરે પડ્યું હતું, જેની તપાસ કરતા તેમાંથી એક કાગળમાં અરબી શબ્દો લખેલા જોવા મળ્યા. પરિવારને આશંકા છે કે ઉમર ફારુખ પીડિતા પર વશીકરણ કરવા ઇલ્મ કરાવી રહ્યો હતો.

  નોંધનીય છે કે દમોહની દલિત યુવતી કર્નાટકમાં લવ જેહાદ અને ધર્માંતરણનો શિકાર બન્યા બાદ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર નિશાનો સાધતા મિશ્રાએ કહ્યું હતું કે, “‘લડકી હું લડ સકતી હું’નો નારો આપનારાં પ્રિયંકા વાડ્રાને કહેવા માંગું છું કે કર્ણાટકમાં તેમની કોંગ્રેસ સરકાર છે. લવ જેહાદ અને ધર્માંતરણની ઘટનામાં તેઓ એમપી પોલીસને સહકાર આપે.”

  આ આખી ઘટનામાં દમોહ જિલ્લા SPના નિર્દેશ અને પીડિતની ફરિયાદ બાદ મધ્યપ્રદેશ પોલીસે ધર્માંતરણ, લવ જેહાદ ઉપરાંત SC-ST એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે. હાલ દમોહથી એક ખાસ ટીમ આરોપી ઉમર ફારુખની ધરપકડ કરવા કર્ણાટકના બેંગ્લોર જવા રવાના થઈ ચૂકી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં