Tuesday, April 30, 2024
More
    હોમપેજમિડિયાકાર્યવાહી ચીનના પૈસે ચાલતા પોર્ટલ પર, ભયનો માહોલ લિબરલ મીડિયા ગેંગમાં: ન્યૂઝક્લિકના...

    કાર્યવાહી ચીનના પૈસે ચાલતા પોર્ટલ પર, ભયનો માહોલ લિબરલ મીડિયા ગેંગમાં: ન્યૂઝક્લિકના ‘પત્રકારો’નાં ઘરે દરોડા બાદ ‘પ્રેસ સ્વતંત્રતા’નાં રોદણાં રડવાના શરૂ 

    એક તરફ પોલીસની રેડ ચાલતી હતી અને બીજી તરફ લેફ્ટ ઇકોસિસ્ટમે દાવા કરવાના શરૂ કરી દીધા કે પત્રકારો સામે ચાલતી તપાસ એ પ્રેસ પરનો હુમલો છે.

    - Advertisement -

    અમેરિકા અને ચીનની સંસ્થાઓ પાસેથી વિદેશી ભંડોળ લેવાનો જેની પર આરોપ લાગ્યો છે એવા ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અનેક કથિત પત્રકારોનાં ઘર પર મંગળવારે (3 ઓક્ટોબર, 2023) દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે દરોડા પાડ્યા. જેમની સામે કાર્યવાહી થઈ રહી છે તે ‘પત્રકારો’માં અભિસાર શર્મા, ઉર્મિલેશ, ભાષા સિંઘ, સંજય રાજૌરા, પ્રબીર પૂરકાયસ્થ વગેરેનો સમાવેશ થાય છે. 

    એક તરફ આ રેડના સમાચારો આવ્યા અને બીજી તરફ સોશિયલ મીડિયા પર લિબરલ પત્રકારોની ટોળકીએ રડારોળ શરૂ કરી દીધી હતી. તેમની દલીલો છે કે આ દરોડા સૂચવે છે કે ભારતમાં પ્રેસ સ્વતંત્રતા રહી નથી. જોકે, તેમનું આમ કરવું હવે આશ્ચર્યજનક લાગતું નથી. 

    એક તરફ પોલીસની રેડ ચાલતી હતી અને બીજી તરફ લેફ્ટ ઇકોસિસ્ટમે દાવા કરવાના શરૂ કરી દીધા કે પત્રકારો સામે ચાલતી તપાસ એ પ્રેસ પરનો હુમલો છે. જ્યારે આ કથિત પત્રકારો પર અન્ય દેશો પાસેથી પૈસા લઈને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ છે અને જેને લઈને જ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -

    ટ્વિટ એડિટ કરવા માટે જાણીતા ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈએ સમાચાર આપતા હોય તેમ લખ્યું કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ન્યૂઝક્લિક વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારો/લેખકોનાં ઘરે દરોડા પાડ્યા. મોબાઈલ ફોન અને લેપટોપ લઇ લીધા, પૂછપરછ ચાલી રહી છે.’ અહીં સુધી સમાચાર આપ્યા બાદ રાજદીપે લખ્યું કે, અત્યાર સુધી કોઇ FIR કે વૉરન્ટ બતાવવામાં નહીં આવ્યાં. લોકતંત્રમાં પત્રકારો સરકારના દુશ્મનો ક્યારથી બની ગયા?

    ઈસ્લામિક પ્રોપગેન્ડા આઉટલેટ ઑલ્ટ ન્યૂઝના પ્રતિક સિન્હાએ લખ્યું કે, “તમે કઈ રીતે ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારોને ટાર્ગેટ કરી શકો? સરકાર તમામ મર્યાદાઓ પાર કરી રહી છે.” 

    સ્વઘોષિત પત્રકાર રોહિણી સિંહે આ સમાચાર આપીને લખ્યું કે, પત્રકારત્વ એ ભારતમાં સૌથી મોટો ગુનો છે. 

    ફેક ન્યૂઝ અને એન્ટી હિંદુ પ્રોપગેન્ડા ફેલાવવા માટે જાણીતાં ‘ધ વાયર’નાં ‘પત્રકાર’ આરફા ખાનમ શેરવાનીએ પણ લોકશાહીની જ વાતો કરી અને ભારતને ‘લોકશાહીની જનની’ કહેવામાં આવે છે તે બાબતને લઇને કટાક્ષ કર્યો. 

    અહીં નોંધવું જોઈએ કે જેમની સામે કાર્યવાહી ચાલી રહી છે તેઓ ઘણા સમયથી ભારતવિરોધી અપપ્રચારમાં લાગેલા હતા. આમાંથી કોઇની પણ સામે તેમના અભિપ્રાયો કે વિચારોને લઈને કાર્યવાહી કરવામાં આવી નથી રહી કે ન સરકાર બદલાની ભાવનાથી એક્શન લઈ રહી છે. આ તમામ જે ન્યૂઝક્લિક સાથે જોડાયેલા હતા તે પોર્ટલ સામે ચીન પાસેથી પૈસા લઈને ભારતમાં ચીની પ્રોપગેન્ડા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. 

    ઇડીની તપાસમાં ત્રણ વર્ષમાં ન્યૂઝક્લિકને 38 કરોડ રૂપિયાનું વિદેશી ફંડિંગ મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમાં અન્ય લિંક્સ પણ ખુલતી ગઈ. બીજી તરફ, ઓગસ્ટ મહિનામાં અમેરિકી અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સે’ એક રિપોર્ટ પ્રકાશિત કરીને ન્યૂઝક્લિકની ચીની સંસ્થાઓ સાથે સાંઠગાંઠ વિશે વિગ્તવાર જણાવ્યું હતું. આ જ મામલે ઓગસ્ટ મહિનામાં દિલ્હી પોલીસે એક કેસ દાખલ કર્યો હતો અને તેને લઈને તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં