Saturday, April 13, 2024
More
  હોમપેજદેશચીનના પૈસે પ્રોપગેન્ડા….પોર્ટલ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા ‘પત્રકારો’નાં ઠેકાણાં પર દિલ્હી પોલીસની રેડ,...

  ચીનના પૈસે પ્રોપગેન્ડા….પોર્ટલ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા ‘પત્રકારો’નાં ઠેકાણાં પર દિલ્હી પોલીસની રેડ, લેપટોપ-ફોન જપ્ત કરાયાં

  આ પ્રોપગેન્ડા પોર્ટલ સાથે જોડાયેલા અનેકના ઘરે દરોડા પાડવામાં આવ્યા, જેમાં સંજય રાજૌરા, ભાષા સિંધ, ઉર્મિલેશ, પ્રબીર પૂરકાયસ્થ, સોહેલ હાશ્મી વગરેનો સમાવેશ થાય છે. તેમની પાસેથી મોબાઈલ અને લેપટોપ જેવાં ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં હતાં.

  - Advertisement -

  મંગળવારે (3 ઓક્ટોબર, 2023) સવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમોએ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અનેક પત્રકારોનાં ઠેકાણે રેડ પાડી હતી. જાણકારી અનુસાર, દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ વગેરે શહેરોમાં કુલ 30 સ્થળોએ રેડ પાડવામાં આવી હતી. ન્યૂઝક્લિક એક ન્યૂઝપોર્ટલ છે જેને ચીન પાસેથી કરોડોનું ફન્ડિંગ મળ્યાનો આરોપ છે. 

  જે લોકોનાં ઘરો પર દરોડા પાડવામાં આવ્યા તેમાંથી એક ન્યૂઝ એન્કરમાંથી યુ-ટ્યૂબર બનેલ અભિસાર શર્મા પણ છે. તેમણે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું કે, દિલ્હી પોલીસ મારા ઘરે આવી છે અને લેપટોપ અને મોબાઈલ લઇ ગઈ છે. 

  આ સિવાય પણ આ પ્રોપગેન્ડા પોર્ટલ સાથે જોડાયેલા અનેકના ઘરે દરોડા પાડવામાં આવ્યા, જેમાં સંજય રાજૌરા, ભાષા સિંધ, ઉર્મિલેશ, પ્રબીર પૂરકાયસ્થ, સોહેલ હાશ્મી વગરેનો સમાવેશ થાય છે. તેમની પાસેથી મોબાઈલ અને લેપટોપ જેવાં ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં હતાં. સમાચાર એવા પણ છે કે અમુકને પોલીસ મથકે પણ લઇ જવામાં આવ્યા છે. જોકે, આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઇની ધરપકડ કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ નથી. 

  - Advertisement -

  ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, આ મામલે 17 ઓગસ્ટ, 2023ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે UAPAની લાગુ પડતી કલમો તેમજ IPCની કલમ 153A (વિવિધ સમુદાયો વાછસે વૈમનસ્ય સર્જવું) અને 120B (ગુનાહિત ષડયંત્ર રચવું) હેઠળ નોંધાયો છે. આ જ કેસને લઈને દિલ્હી પોલીસે આજે દરોડા પાડ્યા હતા. 

  શું છે કેસ? 

  ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, 2023માં અમેરિકી અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’માં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેમાં ન્યૂઝક્લિક અને ચીન વચ્ચેના સંબંધો વિશે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પોર્ટલને વિદેશી ફન્ડિંગ તરીકે 38 કરોડ રૂપિયા મળ્યા હતા, જેને અમુક પત્રકારોમાં વહેંચી દેવામાં આવ્યા હતા. 

  આ ઉપરાંત ઇડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ આ જ બાબત સામે આવી હતી. ઇડીએ પીએમએલએ હેઠળ ન્યૂઝક્લિક સ્ટુડિયો તેની સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ, તેના ડાયરેક્ટરો અને અન્ય શેરધારકોનાં ઠેકાણાં પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વિદેશી ચલણ, અમુક વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હતા, જે જપ્ત કરી લેવામાં આવા હતા. 

  ઇડીએ ફેબ્રુઆરી, 2021માં ન્યૂઝક્લિકના સંસ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પૂરકાયસ્થના ઘરે પણ દરોડા પાડ્યા હતા. એજન્સીએ જણાવ્યું હતું કે, પોર્ટલને એક અમેરિકી કંપની તરફથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ 10 કરોડ રૂપિયા મળ્યા હતા. આગળની તપાસમાં જાણવા મળ્યું કે, અમેરિકાની અન્ય એક કંપનીએ ન્યૂઝક્લિકને 20 કરોડ આપ્યા હતા અને તેને એક્સપોર્ટ રેમિટન્સ તરીકે બતાવવામાં આવ્યા હતા. 

  જુલાઈ, 2021માં ઇડીએ જણાવ્યું હતું કે, ન્યૂઝક્લિક વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેના પ્રમોટરોને લગભગ 38 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ફન્ડિંગ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડવામાં આવી રહ્યું છે. મની લોન્ડ્રિંગની તપાસ કરતા એક અધિકારીએ ખુલાસો કર્યો હતો કે પોર્ટલે નેવિલ રૉય સિંઘમ નામના શ્રીલંકન-ક્યુબા સ્થિત વ્યવસાયી સાથે નાણાકીય વ્યવહારો કર્યા હતા. 

  જ્યારે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સિંઘમ ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને યુનાઈટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં ચીની સરકારના મુદ્દાઓને લોકો વચ્ચે ફેલાવવાનું કામ કરતો હતો. નવી દિલ્હી સ્થિત કોર્પોરેટ ફાઈલિંગ પરથી પણ જાણવા મળ્યું હતું કે નેવિલ રૉય સિંઘમે પ્રોપગેન્ડા પોર્ટલ ન્યૂઝક્લિકને પણ ફંડિંગ કર્યું હતું. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં