Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતન્મય ભટને તેનું જ 'બક@#દ' નડ્યું? વિવાદ બાદ કોટક મહિન્દ્રા બેન્કને ખુલાસો...

    તન્મય ભટને તેનું જ ‘બક@#દ’ નડ્યું? વિવાદ બાદ કોટક મહિન્દ્રા બેન્કને ખુલાસો આપી એડ કેમ્પેઈન પાછું ખેંચવાની નોબત આવી

    ભૂતકાળમાં 'Me Too' કેમ્પેઈન દરમિયાન યૌન શોષણના આરોપો સાથે વિવાદોમાં આવેલા તન્મય ભટે અનેક વાર લોકોની લાગણી દુભાય તેવાં કારનામાં કર્યાં છે.

    - Advertisement -

    ‘કુલ’ બનવાની ફેશનમાં ઘણી વખત અમુક લોકો કોમેડીના નામે મન ફાવે તેવા વાણીવિલાસ કરીને સમાજ, સંસ્કૃતિ અને દેશ વિરુદ્ધ પણ ટિપ્પણીઓ કરી નાંખતા હોય છે. આવા ‘કોમેડિયનોએ’ પછીથી લોકોના ગુસ્સાનો અને બહિષ્કારનો ભોગ બનવું પડે છે. ‘ઓલ ઇન્ડિયા બક#@’ નામના કાર્યક્રમથી જાણીતા તન્મય ભટ સાથે આવું જ થયું છે. જેના જૂના ટ્વિટ્સના કારણે કોટક મહિન્દ્રા બેંકે તેની પાસેથી એડ કેમ્પેઈન આંચકી લીધું છે.

    ભૂતકાળમાં ‘Me Too’ કેમ્પેઈન દરમિયાન યૌન શોષણના આરોપો સાથે વિવાદોમાં આવેલા તન્મય ભટે અનેક વાર લોકોની લાગણી દુભાય તેવાં કારનામાં કર્યાં છે. તાજેતરમાં જ તન્મય ભટનાં કેટલાંક જૂનાં ટ્વિટ્સ સામે આવ્યાં હતાં, જેમાં તેણે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું હતું તો સાથે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને પણ પ્રોત્સાહન આપ્યું હતું.

    તન્મયે મે 2012માં ટ્વીટ કર્યું હતું કે, ‘તમને કેવી રીતે ખબર કે બાળકોને બળાત્કાર નથી ગમતો?’ આ સિવાય એક ટ્વીટમાં તન્મયે લખ્યું હતું કે, ‘જ્યારે હું નાની બાળકીઓના નગ્ન ફોટા જોઉં છું ત્યારે અને બહુ અલગ લાગે છે. મારા મનમાં થાય છે કે, “હાહા..મે તારા બુ&^ જોયા, હહાહા.’

    - Advertisement -

    આ તો થઈ બાળકોને લઈને તેની બીભત્સ માનસિકતાની વાત. આ સિવાય તન્મય દ્વારા અનેક વાર હિંદુ ધર્મનું અપમાન પણ કરવામાં આવ્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, “આફ્રિકાના તટ પર હાથી જંગલમાંથી નીકળે છે અને ગણપતિને જોઇને કહે છે, “શું મેડમ તુસાદ અમને આ મળ મોકલે છે?” અન્ય એક ટ્વીતમાં તેણે લખ્યું હતું કે, “મને દુઃખ છે કે મેં ગણેશની મૂર્તિને ‘મળ’ સાથે સરખાવી, હું ઈમાનદારીથી કહેવા માંગીશ કે વાસ્તવમાં મળ પર્યાવરણ માટે મૂર્તિઓ કરતા વધુ ઉપયોગી છે.’

    આ વિવાદિત વ્યક્તિને કેમ્પેઈનમાં લીધા બાદ ટ્વિટર યુઝર મોનિકા વર્માએ તેનો વિરોધ કરતા એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કોટક બેન્કને ટાંકીને તન્મય ભટને ‘હિંદુફોબિક’ અને ‘મહિલા અને બાળકો વિરોધી ટિપ્પણી કરનાર’ ગણાવીને કહ્યું હતું કે તેઓ બેન્કના ગ્રાહક છે પરંતુ તન્મય ભટને જે રીતે બેન્કે કેમ્પેઈન માટે હાયર કર્યો છે તેને જોતાં તેઓ અકાઉન્ટ ક્લોઝ કરવા માટે વિચારી રહ્યાં છે. તેમણે બેન્કને તન્મય સાથેના કરાર પૂર્ણ કરી માફી માંગવા માટે કહ્યું હતું.

    આટલું જ નહીં, મોનિકાએ તેમના આ ટ્વીતમાં તન્મયના ભૂતકાળના કેટલાક વિવાદિત નિવેદનો ધરાવતાં ટ્વીટના સ્ક્રીનશોટ પણ ટાંક્યા હતા.

    મોનિકા દ્વારા કરવામાં આવેલા આ ટ્વીટના જવાબમાં પણ કેટલાક લોકોએ સહમતિ સાથે તન્મય વિરુદ્ધ રોષ દર્શાવી કોટકમાંથી ખાતાં બંધ કરવાની વાત કરી હતી. જેમાં પવન દુરાની લખે છે કે, ‘હું કોટકનો 3 ઇન 1 કસ્ટમર છું, પણ હવે મારા ખાતા બંધ કરાવી દઈશ, આ બીભત્સ છે.’

    આ જ રીતે અન્ય એક મહાદેવન નામના યુઝરે ટ્વીટના જવાબમાં લખ્યું હતું કે, ‘હું કોટકમાં કોઈ ખાતું ધરાવતો નથી પણ ગઈકાલ એક માર્કેટિંગવાળો વ્યક્તિ મારી ઓફિસમાં આવ્યો હતો. મેં તેને આ બધું બતાવ્યું અને નમ્રતાથી કોટકમાં મારી કંપનીનું ખાતું ખોલાવવાની ના પાડી દીધી.’

    આ સિવાય સન ઓફ રામ નામના હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું કે, “અમારું બાળપણના મિત્રોનું 10 જણાનું ગ્રુપ છે અને અમારા બધાનાં ખાતાં આ બેંકમાં છે. અમે બધા મિત્રો કોટકના ખાતા બંધ કરવા જઈ રહ્યા છીએ, વ્યાપારમાં નુકસાન તે ઉત્તમ શિક્ષા છે, જય હિંદ.”

    કોટક મહિન્દ્રા બેંકે જણાવ્યું કે, તેઓ કોઈ વ્યક્તિ કે સમૂહને નુકસાન પહોંચાડતા કે અપમાનિત કરતા અભિનેતાઓના વિચારને સમર્થન આપતા નથી અને તેમણે એડ કેમ્પેઈન પરત લઇ લીધું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં