Wednesday, February 12, 2025
More
    હોમપેજરાજકારણ'ક્રિસમસ ઉજવાય... તો જન્માષ્ટમી કેમ નહીં?': કેરળની સરકારી શાળામાં પ્રશ્ન પૂછનાર VHP-બજરંગદળના...

    ‘ક્રિસમસ ઉજવાય… તો જન્માષ્ટમી કેમ નહીં?’: કેરળની સરકારી શાળામાં પ્રશ્ન પૂછનાર VHP-બજરંગદળના કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR, પોલીસે અનેક કલમોમાં કરી ધરપકડ

    વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ એમ બે હિંદુ સંગઠનના ત્રણ કાર્યકર્તાઓ શાળાએ પહોંચ્યા હતા. અહીં તેમણે શિક્ષકોને અને પ્રિન્સીપાલને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, શાળામાં ભેદભાવ શા માટે કરવામાં આવી રહ્યો છે, જો ક્રિસમસની ઉજવણી થઈ શકતી હોય તો જન્માષ્ટમી કે અન્ય હિંદુ તહેવારની કેમ નહીં?

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી કેરળમાં (Kerala) હિંદુઓ (Hindus) વિકટ પરિસ્થિતિમાં હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે કેરળના પલક્કડમાં એક સરકારી શાળામાં (Government School) જન્માષ્ટમી (Janmashtami) ન ઉજવવા અને ક્રિસમસ (Christmas) ઉજવવા પર સવાલ પૂછનાર ત્રણ હિંદુ કાર્યકર્તાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ત્રણેય પૈકી બે કાર્યકર્તાઓ વિશ્વ હિંદુ પરિષદ અને એક બજરંગદળ સાથે જોડાયેલા છે. તેમણે સરકારી શાળામાં ક્રિસમસ ઉજવવા પર સવાલો ઉઠાવ્યા હતા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય કાર્યકર્તાઓએ સરકારી શાળામાં ક્રિસમસ ઉજવવા પર સવાલ ઉઠાવ્યા હતા કે, જો શાળામાં ખ્રિસ્તી તહેવાર ઉજવી શકાતો હોય તો અહીં કૃષ્ણ જન્માષ્ટમી શા માટે નથી ઉજવવામાં આવતી. તેમના આ સવાલ પર તેમના વિરુદ્ધ અભદ્રતાના આરોપ લગાવવામાં આવ્યા. આ ઘટના પલક્કડ જિલ્લાના નલ્લેપિલ્લીની સરકારી શાળામાં ઘટી હતી. શુક્રવારે (20 ડિસેમ્બર 2024) શિક્ષકો દ્વારા સ્કુલમાં ક્રિસમસની સજાવટ કરવામાં આવી હતી અને બાળકોને ક્રિસમસના કપડાં પહેરાવવામાં આવ્યા હતા.

    સવાલો પૂછવા પર પોલીસ બોલાવી, તાત્કાલિક FIR અને ધરપકડ

    આ દરમિયાન ગામના જ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ એમ બે હિંદુ સંગઠનના ત્રણ કાર્યકર્તાઓ શાળાએ પહોંચ્યા હતા. અહીં તેમણે શિક્ષકોને અને પ્રિન્સીપાલને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, શાળામાં ભેદભાવ શા માટે કરવામાં આવી રહ્યો છે, જો ક્રિસમસની ઉજવણી થઈ શકતી હોય તો જન્માષ્ટમી કે અન્ય હિંદુ તહેવારની કેમ નહીં? તેમના આ સવાલો સાંભળી શાળા પ્રશાસને કઠી ગયું. જોત જોતામાં તેમની વચ્ચે બોલાચાલી થવા લાગી અને પોલીસ બોલાવી લેવામાં આવી.

    - Advertisement -

    આ હિંદુ કાર્યકર્તાઓ વિરુદ્ધ તાત્કાલિક FIR કરી દેવામાં આવી. તેમના પર બાળકોની હાજરીમાં અભદ્ર શબ્દોનો પ્રયોગ અને સરકારી કામમાં અડચણ ઉભી કરવા બદલ અલગ અલગ કલમોમાં કેસ નોંધવામાં આવ્યો. પોલીસે ત્રણેય હિંદુ કાર્યકર્તાઓ વિરુદ્ધ BNSની કલમ 329 (3), 296 (B) અને 351 (2) તેમજ 132 અંતર્ગત ગુનો નોંધી રવિવારે તેમની ધરપકડ કરી લીધી. જે બાદ તેમને કોર્ટમાં લઈ જઈને 14 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા.

    હિંદુ તહેવારો સાથે ભેદભાવનો આરોપ લગાવનાર હિંદુ કાર્યકર્તાઓ પર હાલ કેરળ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જેમને પકડીને જેલમાં પૂર્વમાં આવ્યા છે, તેમાં પલક્કડ જિલ્લાના વિશ્વ હિંદુ પરિષદના સચિવ અનીલ કુમાર કાર્યકર્તા થેક્કુમુરી વેલાયુધન અને બજરંગદળના જિલ્લા સંયોજક સુશાસનનો સમાવેશ થાય છે. આ ત્રણેવ લોકો લાંબા સમયથી હિંદુ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં