કેરળમાં (Kerala) દલિત ખેલાડી (Dalit Athlete) પર થયેલા સામૂહિક બળાત્કાર (Gang Rape) મામલે તપાસ ચાલી રહી છે. આ મામલે પોલીસે વધુ 13 આરોપીઓની ધરપકડ (Arrested) કરી છે. આ સાથે જ કુલ 57 લોકોની ધરપકડ થઇ ચુકી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓ સિવાય બધાની ધરપકડ થઇ ચુકી છે. 2 આરોપીઓ વિદેશમાં છે તેથી તેમની ધરપકડ થઇ શકી નથી.
તાજેતરમાં જ સમગ્ર ઘટના સામે આવી હતી જે અનુસાર એક 18 વર્ષની દલિત એથ્લીટે આરોપ લગાવ્યો હતો કે 5 વર્ષમાં 62 લોકોએ તેનું યૌનશોષણ કર્યું છે. તેણે કાઉન્સેલિંગ દરમિયાન આ ભયાનક ઘટનાનો ખુલાસો કર્યો, જેના કારણે બાળ કલ્યાણ સમિતિ (CWC) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પતનમતિટ્ટા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
NGOએ મુલાકાત લેતા થયા ઘસ્ફોટ
નોંધનીય છે કે એક NGOએ પીડિતાના ઘરની મુલાકાત લીધી હતી દરમિયાન તેમના ધ્યાનમાં આ ઘટના આવતા તેમણે CWCને ફરિયાદ કરી હતી. પીડિતા 13 વર્ષની હતી ત્યારથી તેની સાથે આ દુષ્કૃત્ય થઇ રહ્યું હતું. આ પહેલાં 16 જાન્યુઆરી સુધીમાં પોલીસે 59માંથી 44 આરોપીઓની ધરપકડ કરી હતી. હવે અન્ય 13ની ધરપકડ સાથે આ આંકડો 57એ પહોંચ્યો છે.
નોંધનીય છે કે અમલ (18), આદર્શ (20), શિવકુમાર (21), ઉમેશ (19), શ્રીજુ (18), અજી (19), અશ્વિન (21), સાજીન (23) અને સુબીનનો સમાવેશ થાય છે. (24). , સીકે વિનીત (30), કે અનંથુ (21), એસ સંદીપ (30), એસ સુધી ઉર્ફે શ્રીની (24) પ્રજીત કુમાર (24) પી દીપુ (22), આનંદુ પ્રદીપ (24), અરવિંદ (23), વિષ્ણુ (24), બિનુ જોસેફ (39), અભિલાષ કુમાર (19), અભિજીત (19), જોજી મેથ્યુ (25), અંબાડી (24), અરવિંદ (20), કન્નન (21), અક્કુ આનંદ (20), એક સગીર, નંદુ (25), શામનાદ (20), અફઝલ (21), આશિક (20), નિધિન પ્રસાદ (21), અભિનવ (18), કાર્તિક (18), સુધીશ (27), નિષાદ (અપ્પુ) (31), અચુ આનંદ (21), લિજો (26), શિનુ જ્યોર્જ (23) આકાશ (19) અને આકાશ (22) સહિતના આરોપીઓનો FIRમાં નામજોગ ઉલ્લેખ છે.
30 FIR નોંધાઈ
પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા આરોપીની 19 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 30 FIR નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બે આરોપીઓ ફરાર છે. તેઓ હાલમાં વિદેશમાં છે. પોલીસ ઇન્ટરપોલ દ્વારા તેમના માટે રેડ કોર્નર નોટિસ જારી કરવાનું પણ વિચારી રહી છે.
આ મામલો 10 જાન્યુઆરીએ નોંધવામાં આવ્યો હતો. મહિલા સામખ્યની મુલાકાત દરમિયાન પીડિતાએ ખુલાસો કર્યો કે 62 આરોપીઓએ તેની સાથે દુર્વ્યવહાર, ધમકી અને બ્લેકમેલ કરી હતી. પીડિતાએ જણાવ્યા અનુસાર તે 13 વર્ષની હતી ત્યારે તેના કરતા 6-7 વર્ષ મોટા ‘મિત્ર’ સુબીને તેનું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું. તે પીડિતાના, ફોટોગ્રાફ્સ અને વિડીયો ઉતારતો અને પછી તેનો ઉપયોગ કરીને તેને મિત્ર સાથે સેક્સ કરવા દબાણ કરતો હતો.
સોશિયલ મીડિયાથી સંપર્ક આવ્યા હતા આરોપીઓ
આ જ રીતે બીજા બે લોકો સંપર્કમાં આવ્યા જેમણે કિશોરીનું શોષણ કર્યું. તેના ફોટા અને સંપર્ક વિગતો પુરુષો અને યુવાન છોકરાઓના અલગ અલગ ગ્રુપ્સમાં શેર કરવામાં આવ્યા હતી, અને તેમાંથી ઘણાએ તેનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા માધ્યમથી કર્યો હતો. અટકાયતમાં લેવાયેલા લોકોમાં ટ્રક ડ્રાઈવરો, માછીમારો અને દૈનિક વેતન મજૂરોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક પરિણીત પણ છે.
A Dalit girl in Kerala is r@ped for 5years by 62 people. Assault started when She was a minor.
— Tathvam-asi (@ssaratht) January 12, 2025
Suspicion is, there could be more people involved and more girls could be victims.
If it happened in a BJP state, world media would have come down heavily.
But it’s from so called… pic.twitter.com/WoSdBXluwp
ગુનેગારોમાં તેના 5 સહપાઠીઓનો પણ સમાવેશ થાય છે જેમાંથી 2 ગુના સમયે સગીર હતા. તપાસમાં જાણવા મળ્યું કે પીડિતા પતનમતિટ્ટાના એક ખાનગી બસ સ્ટેશન પર ઘણા આરોપીઓને મળી હતી, ત્યારબાદ તેને ઘણી જગ્યાએ લઈ જવામાં આવી હતી જ્યાં તેની સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું. તપાસ મુજબ તેને ઇન્સ્ટાગ્રામ પર મળેલ એક યુવક તેને ગત વર્ષે જ્યારે તે 12માં ધોરણમાં હતી ત્યારે એક રબર ફાર્મમાં લઈ ગયો હતો જ્યાં તેની સાથે 3 લોકોએ દુષ્કૃત્ય કર્યું હતું.
કાર-હોસ્પિટલમાં સામૂહિક બળાત્કાર
અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે તેના પર ઓછામાં ઓછી પાંચ વખત સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. જેમાં એક વખતે જાન્યુઆરી 2024માં પતનમતિટ્ટા જનરલ હોસ્પિટલમાં અને એક વખતે કારની અંદર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય ગુનેગારોમાં સહપાઠીઓ, હરીફ એથ્લીટો અને રમતગમતના કોચનો પણ સમાવેશ થાય છે.
આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (SIT) રચના કરવામાં આવી છે જેમાં 30થી વધુ પોલીસકર્મીઓ અને મહિલાઓનો પણ સમાવેશ છે. આ ટીમનું નિરીક્ષણ જિલ્લા પોલીસ વડા વીજી વિનોદ કુમાર અને તેનું નેતૃત્વ નાયબ પોલીસ અધિક્ષક પીએસ નંદકુમાર કરી રહ્યા છે. SIT આ કેસની વધુ તપાસ કરી રહી છે અને હાલમાં વિદેશમાં રહેતા બે આરોપીઓ માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવાની યોજના ધરાવે છે.