Tuesday, March 11, 2025
More
    હોમપેજદેશ'400 યુવતીઓ લવ જેહાદનો શિકાર, 24 વર્ષની ઉંમર પહેલાં કરાવો લગ્ન': કેરળ...

    ‘400 યુવતીઓ લવ જેહાદનો શિકાર, 24 વર્ષની ઉંમર પહેલાં કરાવો લગ્ન’: કેરળ ભાજપના ઈસાઈ નેતાએ પોતાના સમાજને આપી સલાહ તો કોંગ્રેસે નોંધાવી દીધી ફરિયાદ

    તેમણે કેરળમાં રહેલી અન્ય સમસ્યાઓને લઈને પણ નિવેદન આપ્યા હતા. જોકે, કેરળની સમસ્યાઓ અને લવ જેહાદ અંગે બોલવાને લઈને કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે.

    - Advertisement -

    કેરળ (Kerala) ભાજપના લઘુમતી મોરચાના નેતા (BJP Leader) પીસી જ્યોર્જે (PC George) ખ્રિસ્તી સમાજને (Christian Community) પોતાની દીકરીઓના લગ્ન 24 વર્ષની ઉંમર પહેલાં કરાવી દેવાની સલાહ આપી છે. આ સાથે જ તેમણે ‘લવ જેહાદ’ને (Love Jihad) લઈને પણ ઈસાઈ સમુદાયને ચેતવણી આપી છે. તેમણે એક ભાષણમાં કહ્યું હતું કે, ખ્રિસ્તી યુવતીઓ લવ જેહાદનો શિકાર ન બને તે માટે તેમના માતા-પિતાએ તેમના લગ્ન વહેલા કરી દેવા જોઈએ. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસે (Congress) તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે.

    માહિતી અનુસાર, પૂંજારથી પૂર્વ ધારાસભ્ય જ્યોર્જે ઈસાઈ સમુદાયના લોકોને પોતાની દીકરીઓના લગ્ન 24 વર્ષની ઉંમર પહેલાં કરાવી દેવાની સલાહ આપી છે. રવિવારે (9 માર્ચ) પાલામાં એક વ્યસનમુક્તિના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મીનાચિલ તાલુકામાં જ લગભગ 400 યુવતીઓ લવ જેહાદનો શિકાર બની ગઈ છે. તેમણે કહ્યું કે, તે પૈકીની માત્ર 41 યુવતીઓ જ પરત ફરી શકી છે.

    તેમણે વધુમાં કહ્યું કે, “આવું કેમ થઈ રહ્યું છે કે, ઈસાઈ યુવતીઓના માતા-પિતા પોતાની પુત્રીઓના લગ્ન માટે 25 વર્ષની રાહ જુએ છે. હું તે વાલીઓને કહેવા માંગુ છું કે, યુવતીઓને 24 વર્ષની થવા દેતા પહેલાં જ તેમના લગ્ન કરાવી નાખો. તે લગ્ન બાદ પણ અભ્યાસ કરી શકે છે. શા માટે યુવતીઓને ઘરમાં રાખવામાં આવી રહી છે.”

    - Advertisement -

    ‘આ મુદ્દા પર થવી જોઈએ વાત’- ભાજપ નેતા

    વધુમાં તેમણે ઉમેર્યું કે, “25 વર્ષની યુવતી કાલે ગાયબ થઈ ગઈ. રાત્રે 9:30 કલાકે તે ગાયબ થઈ. 25 વર્ષ સુધી તેના લગ્ન ન કરાવવા બદલ તેમના પિતાને જવાબદાર ગણવામાં આવવા જોઈએ. આ એક એવો મુદ્દો છે, જેના પર વાત કરવામાં આવવી જોઈએ.” આ સાથે જ તેમણે ઈસાઈ માતા-પિતાને 22 કે 23 વર્ષે તેમની કન્યાઓના લગ્ન કરાવવા માટેની અપીલ કરી હતી.

    આ સિવાય તેમણે કેરળમાંથી મળી આવેલા વિસ્ફોટકો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસને એટલા વિસ્ફોટકો મળી આવ્યા છે કે, જેનાથી આખા કેરળનો વિનાશ થઈ શકે છે. તેમણે કેરળમાં રહેલી અન્ય સમસ્યાઓને લઈને પણ નિવેદન આપ્યા હતા. જોકે, કેરળની સમસ્યાઓ અને લવ જેહાદ અંગે બોલવાને લઈને કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે અને પ્રોપગેન્ડા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં