Friday, September 20, 2024
More
    હોમપેજરાજકારણકર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે તપાસના આદેશ, જમીન ફાળવણીમાં કૌભાંડના આરોપો: રાજ્યપાલને મળી...

    કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે તપાસના આદેશ, જમીન ફાળવણીમાં કૌભાંડના આરોપો: રાજ્યપાલને મળી હતી ફરિયાદ

    મામલો મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીને (MUDA) લગતો છે. જેમાં જમીન ફાળવણીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપ છે. ફરિયાદ અનુસાર, આ ગેરરીતિના કારણે સીએમ સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી સિદ્ધારમૈયાને નાણાકીય લાભ પહોંચ્યા હતા. 

    - Advertisement -

    કોંગ્રેસ શાસિત કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે MUDA જમીન કૌભાંડ મામલે મુખ્યમંત્રી સામે કેસ ચલાવવા માટે પરવાનગી આપી દીધી છે. એક RTI એક્ટિવિસ્ટે આ મામલે ફરિયાદ કરી હતી, જેના આધારે હવે રાજ્યપાલ તરફથી તપાસ માટેના આદેશ છૂટ્યા છે. 

    NDTVના રિપોર્ટ અનુસાર, મુખ્યમંત્રીના કાર્યાલય તરફથી પણ આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, સીએમ સિદ્ધારમૈયાએ હજુ આ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી. 

    કેસ અને કૌભાંડની વાત કરવામાં આવે તો મામલો મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીને (MUDA) લગતો છે. જેમાં જમીન ફાળવણીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપ છે. ફરિયાદ અનુસાર, આ ગેરરીતિના કારણે સીએમ સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી સિદ્ધારમૈયાને નાણાકીય લાભ પહોંચ્યા હતા. 

    - Advertisement -

    વર્ષ 2021માં MUDAએ મૈસૂરના કેસર ગામની 3 એકર જમીન હસ્તગત કરી હતી. આ જમીનની માલિકી સિદ્ધારમૈયાનાં પત્નીની હતી. આ જમીનના બદલામાં તેમને દક્ષિણ મૈસૂરના વિજયનગર વિસ્તારમાં અન્ય પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ વિજયનગરના આ પ્લોટની માર્કેટ કિંમત જે કેસર ગામની જમીન હસ્તગત કરવામાં આવી હતી તેના કરતાં અનેકગણી વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સિદ્ધારમૈયા પર આરોપ છે કે 2023ના ચૂંટણી સોગંદનામામાં તેમણે પત્નીની આ જમીન માલિકી વિશે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. 

    કર્ણાટકા એન્ટી ગ્રાફટ એન્વાયરમેન્ટલ ફોરમ નામના એક સંગઠનના અધ્યક્ષે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે, એફિડેવિટમાં જમીનને લગતી વિગતો ન આપવા પાછળ કોઇ પણ આશય હોય શકે છે અને એમ પણ નથી કે તે જાણબહાર રહી ગયું હોય. ફરિયાદીએ સિદ્ધારમૈયા વિરુદ્ધ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A તથા કલમ આઠ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી અને સાથે ભારતીય ન્યાય સંહિતાની પણ અમુક કલમો હેઠળ આ મામલે ગુનો બનતો હોવાની ફરિયાદ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં