ઝારખંડમાં (Jharkhand) હોળીની યાત્રા (Holi procession) ‘પોતાના વિસ્તાર’માં ન કાઢવા દેવાને લઈને ભારે વિવાદ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શુક્રવારે (14 માર્ચ) હોળીની યાત્રા દરમિયાન સમુદાય વિશેષે ‘તેમના વિસ્તાર’માંથી યાત્રા કાઢવાને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ સ્થિતિ વણસી હતી અને હિંસા (Violence) ફેલાઈ હતી. પોલીસ અનુસાર, આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે અને ઓછામાં ઓછી ત્રણ દુકાનોમાં કથિત રીતે આગ લગાવી દેવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, વિસ્તારમાં ભારે પોલીસદળ ખડકી દેવામાં આવ્યું છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, આ ઘટના ઘોડથંબામાં તે સમયે બની હતી, જ્યારે હિંદુ સમુદાયની હોળીની યાત્રાને તે વિસ્તારમાંથી કાઢવાનો વિરોધ કરવામાં આવ્યો. મુસ્લિમ સમુદાયના લોકોએ યાત્રાનો વિરોધ કર્યો અને કહ્યું કે નજીકમાં મસ્જિદ હોવાથી અહીંથી યાત્રા લઈ જવામાં ન આવે. હિંદુઓ મસ્જિદ લેનમાં આવતા હોવાનો આરોપ લગાવીને બબાલ શરૂ કરી. ત્યારબાદ પથ્થરમારો થયો અને બંને સમુદાય સામસામે આવી ગયા.
#WATCH | Giridih, Jharkhand: Vehicles torched after a clash broke out between two communities during Holi celebration in the Ghorthamba area (14/03) pic.twitter.com/mXElojLKMA
— ANI (@ANI) March 15, 2025
ઘટનાને લઈને SP બિમલે કહ્યું છે કે, ઘોડથંબા ઓપી વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. તે મામલે પોલીસ આરોપીઓની ઓળખ કરી રહી છે અને આરોપીઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. આરોપીઓની ઓળખ થયા બાદ સખત કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે, સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, વાહનોમાં આગ લગાવવાની ઘટનાઓ સામે આવી હતી.
#WATCH | Morning visuals from Jharkhand's Ghorthamba area where a clash broke out between two communities during Holi celebrations yesterday. Security forces deployed at the spot. pic.twitter.com/SR9ukN0HZC
— ANI (@ANI) March 15, 2025
આ ઉપરાંત ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનર સ્મિતા કુમારીએ જણાવ્યું હતું કે, હોળીની ઉજવણી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ કાયદો અને વ્યવયસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થિતિ નિયંત્રમમાં છે. વધુમાં એક પોલીસ અધિકારીએ એ પણ જણાવ્યું છે કે, ઘટના તે સમયે બનવા પામી હતી જ્યારે હોળીની યાત્રા ઘોડથંબાની એક ‘ચોક્કસ ગલી’માંથી પસાર થઈ રહી હતી.
વધુમાં આ ઘટના બાદ વિસ્તારમાં ભારે સુરક્ષાદળ ખડકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, ઘટનાના પગલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ હાલ આ ઘટનાને લઈને તપાસ કરી રહી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાના અનેક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં અનેક વાહનો અને દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે.