Friday, December 6, 2024
More
    હોમપેજરાજકારણ‘અમારા કાર્યકાળ દરમિયાન મુસ્લિમોને અનામત નહીં, આદિવાસીઓનો અધિકાર ક્યારેય નહીં છીનવાય’: અમિત...

    ‘અમારા કાર્યકાળ દરમિયાન મુસ્લિમોને અનામત નહીં, આદિવાસીઓનો અધિકાર ક્યારેય નહીં છીનવાય’: અમિત શાહે ઝારખંડ ચૂંટણીના પ્રચાર દરમિયાન કાયદો બનાવવા આપી ખાતરી

    અમિત શાહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઝારખંડમાં ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા બદલ ઝારખંડ મુક્તિ મોરચાના (JMM) નેતા ચંપાઈ સોરેનનું અપમાન કરવામાં આવ્યું હતું અને હેમંત સોરેને તેમને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા દબાણ કર્યું હતું.

    - Advertisement -

    ઝારખંડ વિધાનસભાના (Jharkhand Legislative Election) પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સરાયકેલામાં (Saraikela) ચૂંટણી રેલી યોજી હતી. આ સભા દરમિયાન તેમણે કોંગ્રેસે (Congress) મુસ્લિમોને અનામત આપવાનું મહારાષ્ટ્રમાં (Maharashtra) આપેલા વચનની યાદ અપાવી હતી. તેમણે એવી ખાતરી આપી હતી કે જ્યાં સુધી ભાજપ છે ત્યા સુધી મુસ્લિમોએ અનામત નહીં આપવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે, જ્યારે ઘૂસણખોરો વધી રહ્યા છે. જો ભાજપની સરકાર બનશે તો અમે ઘૂસણખોરીને સંપૂર્ણપણે ખતમ કરી દઈશું”.

    અમિત શાહે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) સરકાર પર બાંગ્લાદેશી ઘૂસણખોરોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે “ઝારખંડમાં આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે અને ઘૂસણખોરો અમારી દીકરીઓના લગ્ન કરીને જમીન હડપ કરી રહ્યા છે. અમે આદિવાસી મહિલાઓના લગ્ન પર ઘૂસણખોરોને જમીન ટ્રાન્સફર રોકવા માટે કાયદો બનાવીશું.”

    અમિત શાહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઝારખંડમાં ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા બદલ ઝારખંડ મુક્તિ મોરચાના (JMM) નેતા ચંપાઈ સોરેનનું અપમાન કરવામાં આવ્યું હતું અને હેમંત સોરેને તેમને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા દબાણ કર્યું હતું. ગૃહમંત્રીએ JMM, કોંગ્રેસ અને RJD નેતાઓ પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અને માત્ર પોતાના અંગત લાભ માટે કામ કરવાનો આરોપ પણ લગાવ્યો.

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો તેઓ (JMM)ના ભ્રષ્ટ નેતાઓને જેલમાં મોકલી દેશે. અમિત શાહે JMM સરકાર પર 300 કરોડનું જમીન કૌભાંડ, રૂ. 1,000 કરોડનું મનરેગા કૌભાંડ, રૂ. 1,000 કરોડનું ખાણ કૌભાંડ અને કરોડો રૂપિયાના દારૂ કૌભાંડનો આરોપ મૂક્યો હતો. અમિત શાહે વચન આપ્યું હતું કે જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવશે ત્યારે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે જો કેન્દ્ર એક રૂપિયો મોકલે તો રાજ્ય તેમાં 25 પૈસા ઉમેરે, જેથી કરીને 1.25 રૂપિયાનો લાભ જનતા સુધી પહોંચે.

    શાહે એવો પણ દાવો કર્યો હતો કે “અમારા કાર્યકાળ દરમિયાન મુસ્લિમોને ક્યારેય અનામત નહીં મળે. અમે આદિવાસીઓના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવા નહીં દઈએ. જો ઘુસણખોર આદિવાસી યુવતી સાથે લગ્ન કરે તો જમીન તેના નામે નહીં થાય.” તેમણે એવી પણ ખાતરી આપી હતી કે ઝારખંડમાં સરકાર બનતાની સાથે જ અમે ઘૂસણખોરોની ઓળખ કરવા માટે એક કમિટી બનાવીશું.

    તેમણે એમ પણ કહ્યું કે જો રાજ્યમાં ભાજપ સત્તામાં આવશે તો પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, “હેમંત સોરેનની સરકારમાં ભ્રષ્ટાચાર થયો હતો અને પરીક્ષાના પેપર લીક થયા હતા. ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ આ પેપર લીક કરનારાઓને અમે પાઠ ભણાવીશું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં