Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઘરે આવીને અમ્મી-અબ્બુ બોલી રહ્યાં છે બાળકો’: જેતપુરની શાળાનો ઑડિયો વાયરલ, મુસ્લિમ...

    ‘ઘરે આવીને અમ્મી-અબ્બુ બોલી રહ્યાં છે બાળકો’: જેતપુરની શાળાનો ઑડિયો વાયરલ, મુસ્લિમ શિક્ષકો દ્વારા બાળકોનું બ્રેનવૉશિંગ થતું હોવાનો વાલીનો આરોપ

    વાલી કહે છે કે તેમનાં બાળકોને ભડકાવવામાં આવી રહ્યાં છે અને પહેલા ધોરણમાં ભણતો દીકરો ઘરે આવીને અમ્મી-અબ્બુ જેવા શબ્દો બોલતો થઇ ગયો છે.

    - Advertisement -

    રાજકોટના જેતપુરની એક ખાનગી શાળા વિવાદમાં આવી છે. યલો એજ્યુકેશન સિસ્ટમ નામની આ શાળાના શિક્ષકો અને એક વાલી વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં વાલી શાળાના મુસ્લિમ શિક્ષકો ઉપર બાળકોનું બ્રેનવૉશ કરવાના આરોપ લગાવતા સાંભળવા મળે છે. જેતપુરની શાળાનો આ ઓડિયો હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે તો બીજી તરફ શાળાએ પણ પ્રતિક્રિયા આપી હતી.

    સાતેક મિનિટના આ ઓડિયોમાં વાલી મુસ્લિમ શિક્ષકોનાં નામ લઈને કહે છે કે તેઓ હિંદુ રાજાનાં પ્રકરણો છોડીને સીધાં મુઘલ શાસકોનાં પ્રકરણો ભણાવે છે અને મહારાણા પ્રતાપ વિશે પણ બાળકોને ખોટું ભણાવવામાં આવે છે. વાલીએ એ પણ આરોપ લગાવ્યો કે પહેલા ધોરણમાં ભણતું તેમનું સંતાન ઘરે આવીને અમ્મી-અબ્બુ વગેરે શબ્દો બોલતું થઇ ગયું છે. જેતપુરની શાળાનો આ ઓડિયો સોશિયલ મીડિયા માધ્યમો પર વાયરલ થયો છે. જોકે, ઑપઇન્ડિયા તેની સ્વતંત્ર પુષ્ટિ કરી શક્યું નથી. 

    ઓડિયોમાં વાલીએ કહ્યા અનુસાર તેમનો એક પુત્ર સાતમા ધોરણમાં ભણે છે. જેને સામાજિક વિજ્ઞાનના શિક્ષકે હિંદુ રાજાઓનાં પ્રકરણો ભણાવવાને બદલે સીધું મુઘલ શાસકોનું પ્રકરણ ભણાવ્યું હતું અને આરોપ છે કે શિક્ષકે બાળકને કહ્યું હતું કે, મુઘલ શાસકો સારા હતા અને તેમણે મહારાણા પ્રતાપને મારી નાંખ્યા હતા. જ્યારે બાળકે વાંધો ઉઠાવ્યો તો તેને પકડીને ક્લાસની બહાર કાઢવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    ઓડિયો ક્લિપમાં આચાર્ય સહિત બે-ત્રણ શિક્ષકો વારાફરતી વાલી સાથે વાત કરતા સાંભળવા મળે છે. વાલી કહે છે કે તેમનાં બાળકોને ભડકાવવામાં આવી રહ્યાં છે અને પહેલા ધોરણમાં ભણતો દીકરો ઘરે આવીને અમ્મી-અબ્બુ જેવા શબ્દો બોલતો થઇ ગયો છે. તેમણે શાળામાંથી બાળકોને ઉઠાવી લઈને અન્ય શાળામાં મૂકવાની પણ વાત કરી હતી. બીજી તરફ આચાર્ય અને શિક્ષકો આ બાબતની તપાસ કરીને યોગ્ય સમાધાન લાવવાની બાહેંધરી આપતા સંભળાય છે. 

    બીજી તરફ, વીટીવીના એક રિપોર્ટ અનુસાર, શાળાના એક શિક્ષકે કહ્યું કે જે ઓડિયો વાયરલ થયો છે તેમાં કોઈ તથ્ય નથી અને દાવો કર્યો કે મહારાણા પ્રતાપ કે અન્ય પાત્રો વિશે પણ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. બાળકને બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનું પણ તેમણે નકાર્યું હતું. અહેવાલોમાં આ મામલે તંત્ર દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં