Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતગેમ્સ બાદ હવે ઇન્સ્ટાગ્રામ દ્વારા ધર્માંતરણ: જેતપુરનો આશિષ ગોસ્વામી બન્યો શેખ મોહમ્મદ...

    ગેમ્સ બાદ હવે ઇન્સ્ટાગ્રામ દ્વારા ધર્માંતરણ: જેતપુરનો આશિષ ગોસ્વામી બન્યો શેખ મોહમ્મદ અલસમી, બાંગ્લાદેશી યુવતીએ નિકાહની લાલચ આપી કર્યું બ્રેઇનવોશ; ઝાકીર નાઈક એંગલ પણ આવ્યો સામે

    આશિષના પિતાએ આ મામલે આરોપ લગાવ્યા હતા કે બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી નિકાહ કરવા માટે આશિષને ધર્મપરિવર્તન કરવા દબાણ કરતી હતી. પિતાના જણાવ્યાનુસાર આશિષ આખો દિવસ મસ્જિદમાં જ રહે છે, જ્યાં તે રોજ પાંચ સમયની નમાજ અદા કરે છે.

    - Advertisement -

    રાજકોટના જેતપુરથી ધર્માંતરણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જેતપુરના હિંદુ યુવકનું બાંગ્લાદેશી યુવતી દ્વારા ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે. આશિષ ગોસ્વામી નામનો આ યુવક ઇન્સ્ટાગ્રામ પર બાંગ્લાદેશની મુસ્લિમ યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ધર્માંતરણ કરી મુસ્લિમ બની જતા પરિવાર કફોડી સ્થિતિમાં મુકાયો છે. પરિવારનો દાવો છે કે યુવકનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે. મીડિયા અહેવાલોમાં આશિષ ઝાકીર નાઈકના વિડીયો જોતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

    મળતા અહેવાલો અનુસાર ઇન્સ્ટાગ્રામ પર બ્રેઈનવોશ કરીને જેતપુરના હિંદુ યુવકનું ધર્માંતરણ કરાયું હોવાનો પરિવારનો આરોપ છે. મુસ્લિમ યુવતી સાથે નિકાહ કરવા માટે 22 વર્ષીય આશિષ ગોસ્વામી 6 મહિના પહેલા મુસ્લિમ બની ગયો છે. તે ઘરેથી ભાગીને મસ્જિદમાં રહેવા જતો રહ્યો હતો. આશિષે પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું, તેણે પોતાની જૂની ઓળખ ત્યજીને પોતાનું નામ શેખ મોહમ્મદ અલસમી રાખી લીધું હતું. આટલું જ નહીં તે દિવાસમાં પાંચ વાર નમાજ પણ પઢવા લાગ્યો હતો.

    2 મુસ્લિમ યુવકો આશિષને સુન્નત કરાવવા સરકારી દવાખાને લઈ ગયા

    આ આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જયારે 2 મુસ્લિમ યુવકો આશિષને લઈને સરકારી દવાખાને સુન્નત કરાવવા પહોંચ્યા. પરિવારને આ વાતની જાણ થતા જ તેઓ દવાખાને આવી પહોંચ્યા હતા. પરિવાર સાથે હિંદુ સંગઠનો પણ આશિષને સમજાવવા પહોંચ્યા હતા.

    - Advertisement -

    આશિષના પિતાએ આ મામલે આરોપ લગાવ્યા હતા કે બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી નિકાહ કરવા માટે આશિષને ધર્મપરિવર્તન કરવા દબાણ કરતી હતી. પિતાના જણાવ્યાનુસાર આશિષ આખો દિવસ મસ્જિદમાં જ રહે છે, જ્યાં તે રોજ પાંચ સમયની નમાજ અદા કરે છે. આશિષ યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ઝાકીર નાઈકના વિડીયો જોતો હોવાનું પણ તેના પિતાએ જણાવ્યું છે.

    તો બીજી તરફ બ્રેઈનવોશ થયેલો આશિષ તેના પરિવારજનો સાથે પણ ઝઘડો કરીને પરાણે મુસ્લિમ બનવાની વાત પર અડગ છે. ત્યારે હિંદુ સંગઠનોએ પણ આશિષને ધર્માંતરણ ન કરવા સમજાવવાના પ્રયત્નો કર્યા હતા. આ દરમિયાન મામલો તે હદે બીચકયો કે અંતે પરિવારને પોલીસનો સહયોગ લેવો પડ્યો. હાલ આ મામલો જેતપુર પોલીસ સ્ટેશનમાં છે અને પોલીસ દ્વારા પણ આશિષ ગોસ્વામીને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં