Monday, June 16, 2025
More
    હોમપેજગુજરાતવડોદરાની ઘટનાથી ગુજરાત આખું સ્તબ્ધ, પણ ‘લેખક’ જય વસાવડાને ‘નિકિતા કૌન હૈ’...

    વડોદરાની ઘટનાથી ગુજરાત આખું સ્તબ્ધ, પણ ‘લેખક’ જય વસાવડાને ‘નિકિતા કૌન હૈ’ એ જાણવામાં રસ: મજાક કરતી પોસ્ટ પર લોકોએ શિખામણ આપી તો ભાંડી ગાળો

    અન્ય અમુક યુઝરોએ પણ વસાવડાને સાચી સમજ આપી હતી, પરંતુ વિરોધી વિચાર રજૂ કરતા યુઝરો સાથે અભદ્ર અને અપમાનજનક ભાષામાં વાત કરવાની કુટેવ અનુસાર તેમણે અહીં પણ પોતાનો કક્કો ખરો કરવાના પ્રયાસ કર્યા હતા અને ઉપરથી લોકોને જ પૂછ્યું હતું કે તેઓ અહીં કેમ નથી બોલતા ને ત્યાં કેમ નથી બોલતા. 

    - Advertisement -

    તારીખ 13 માર્ચની રાત્રિ. વડોદરાનો કારેલીબાગ વિસ્તાર. એક 22-24 વર્ષનો યુવક, જે સંભવતઃ નશાની હાલતમાં હતો, તેણે પૂરપાટ ઝડપે કાર હંકારીને આઠ-દસ વાહનોને અડફેટે લીધાં અને એમાં એક મોપેડ ચાલક મહિલાને પણ ટક્કર વાગી. તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું અને બાકીના ઘણા ઇજાગ્રસ્ત થયા. ચાલક પછીથી પકડાઈ ગયો. હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટનાથી વડોદરા જ નહીં પણ આખા ગુજરાતમાં આક્રોશ છે. સોશિયલ મીડિયા પર પણ પડઘા પડ્યા છે. બીજી તરફ ‘યુવાલેખક’, ‘મોટિવેશનલ સ્પીકર’ અને ‘કૉલમિસ્ટ’ જય વસાવડા છે, જેમણે પોતાની ફેસબુક વૉલ પરથી આ જ ઘટનાને સંલગ્ન એક મજાક ઉડાડતી પોસ્ટ મૂકી છે.

    15 માર્ચની રાત્રે મૂકેલી પોસ્ટમાં જય વસાવડાએ લખ્યું, ‘વો ‘નિકિતા’ કૌન થી?’ સાથે ‘વડોદરા’, ‘નશેડી’, ‘અકસ્માત’, ‘નબીરો’ અને ‘પંચાત’ જેવા હૅશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

    હવે જેઓ અજાણ હોય તેમના માટે: વડોદરામાં આ ઘટના બની ત્યારે કારમાં ચાલક રક્ષિત ચૌરસિયા અને તેનો એક મિત્ર હાજર હતા. વાહનોને અડફેટે લીધા બાદ સ્થાનિકો બંનેને ઘેરી વળ્યા તો મિત્ર ભાગી છૂટ્યો હતો અને રક્ષિત ડ્રાઇવિંગ સીટ પરથી બહાર આવીને મોટેમોટેથી બૂમો પાડવા માંડ્યો હતો. તે ‘અનધર રાઉન્ડ… અનધર રાઉન્ડ..’ની બૂમો પાડતો હતો. ત્યારબાદ તેણે એક યુવતીનું નામ લીધું હતું, જે હતું- નિકિતા. જોકે આ યુવતી કોણ છે, તેનું નામ રક્ષિતે શા માટે લીધું હતું તેની કોઈ જાણકારી આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આવી શકી નથી. પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. 

    - Advertisement -

    બીજી તરફ, જય વસાવડાની આ કથિત મજાક લોકોને પસંદ આવી નથી. ઘણાએ કૉમેન્ટ બોક્સમાં પણ તેમને ફટકાર લગાવી હતી અને મોતનો મલાજો જાળવવા માટે કે થોડું સભ્ય વર્તન કરવાની શિખામણ આપી હતી, પણ દર વખતની જેમ કાઉન્ટર વ્યૂને ધ્યાને લેવાના સ્થાને આ ભાઈએ આદત અનુસાર ગાળાગાળી અને અસભ્ય ભાષામાં વર્તન કરીને પોતાનો કક્કો ખરો કરવાના પ્રયાસ કર્યા હતા. નોંધનીય છે કે આ પહેલાં પણ અનેક પોસ્ટમાં વસાવડાએ યુઝરો સાથે અસભ્ય ભાષામાં વાતચીત કરી હોય તેવા અનેક દાખલાઓ બન્યા છે.

    દિગ્નેશ પારેખે આવી પોસ્ટ મૂકવા બદલ પ્રશ્ન કર્યો અને પૂછ્યું કે શું ઈમોજી મૂકીને લેખક ભોગ બનેલા પરિવારની મજાક ઉડાવે છે? મૌલિક જોશીએ લખ્યું કે, આવી ઘટનાઓમાં કોઈ જાતના કટાક્ષ ન હોય પણ મૃત્યુનો મલાજો હોય. તેમણે પણ હાસ્યની ઈમોજી વિશે પ્રશ્નો કર્યા. 

    કૉમેન્ટના સ્ક્રીનશૉટ જય વસાવડાની ફેસબુક દીવાલ પરથી

    અન્ય અમુક યુઝરોએ પણ વસાવડાને સાચી સમજ આપી હતી, પરંતુ વિરોધી વિચાર રજૂ કરતા યુઝરો સાથે અભદ્ર અને અપમાનજનક ભાષામાં વાત કરવાની કુટેવ અનુસાર તેમણે અહીં પણ પોતાનો કક્કો ખરો કરવાના પ્રયાસ કર્યા હતા અને ઉપરથી લોકોને જ પૂછ્યું હતું કે તેઓ અહીં કેમ નથી બોલતા ને ત્યાં કેમ નથી બોલતા. 

    ભાવિન છાયાએ એક અલગ પોસ્ટમાં લખ્યું કે, ઘટનામાં પાંચ જણા ઘાયલ થયા અને એકનું મૃત્યુ થયું, પણ ગુજરાતના કથિત મહાન લેખક જય વસાવડાને આમાં કટાક્ષ સૂઝે છે અને સ્માઇલીનું ઇમોજી મૂકે છે. 

    તેઓ આગળ કહે છે, “તમારા લેખો આખું ગુજરાત વાંચતું હોય (એવું તમને લાગતું હોય) તો કદીક આવા યુથને વિચારતા કરી દે તેવું સામાજીક નિસ્બતનું કશુક તો લખો. બસ માત્ર અર્ધનગ્ન માનુનીઓના દેહ લાલિત્યનું કામુક વર્ણન, સ્ત્રીઓ વિશે રસીક લખાણ, અને હોલીવુડ મુવીના રીવ્યુ ઢસડે રાખવાના.”

    સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ભાજપ સહપ્રવક્તા મહેશ પુરોહિત લખે છે, ‘એક દુઃખદ અકસ્માતમાં ત્રણ લોકોના જીવન બરબાદ થયા, પણ કોઈ નિર્દયી વ્યક્તિ દુઃખ વ્યક્ત કરવાના બદલે નિકિતાને શોધી રહ્યો છે. તે અકસ્માત કરનાર ડ્રાઈવર અને આ વિકૃત માનસિકતા છતી કરનારમાં શું ફર્ક છે?” જોકે તેમણે કહ્યું કે તેઓ પોતે આ ઈસમને ઓળખતા નથી, પરંતુ સ્ક્રીનશૉટ પરથી લાગે છે કે પોસ્ટ મૂકનાર ડિપ્રેશનમાં હોવો જોઈએ. 

    અશ્વિની જોશી શાહે એક પોસ્ટમાં મજાક કરતા લેખકને આડેહાથ લઈને ટિપ્પણી કરી અને કહ્યું કે, મૃત્યુ પામનારા પ્રત્યે કોઈ સંવેદનશીલતા ન દાખવીને હલકી માનસિકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાથે કહ્યું કે, આના કરતાંય હું માનું છું કે પ્રજા તરીકે આપણે કેટલા નમાલા કહેવાઈએ કે આવા માણસો હજુય લખી બોલીને ગાંડાની જેમ ગંદવાડ જ ફેલાવ્યા કરે છે!

    તેમણે પોસ્ટમાં કહ્યું, “અમુક માણસોને સફળતાનો  નશો ચડેલો હોય છે. ખૂબ જ વિચિત્ર રીતે.. એ બોલે એ સાચું.. એ લખે એ જ સાચું એમ માનવાનો એક નશો!! એમાંય મેં વેલેન્ટાઈન ડે વખતે લખેલું એમ એમની પીન ચોંટે એક જ વાત ઉપર સ્ત્રી , શ્રૃંગાર અને કામશાસ્ત્ર. બસ આપણે લેખક થયા છીએ, છાપાઓમાં લખીએ છીએ તો કેવડી મોટી જવાબદારી કહેવાય એનું એક ટકો પણ ભાન નહિ.. અને આવા લોકોને સર આંખો ઉપર બેસાડનારી એક આખી જમાત હોય છે.” 

    સેમ ગોહિલ કહે છે, “વડોદરા કાંડમાં પણ કહેવાતા સેલિબ્રિટીઓને મજાક સૂઝે છે.” તેમણે સંવેદનશીલ થવું જોઈએ અને આના કરતાં તો સામાન્ય નાગરિકો સારા તેવી ટિપ્પણી તેમણે કરી હતી. 

    એક્સ પર પણ પોસ્ટની ચર્ચા 

    એક્સ પર પણ આ પોસ્ટની ચર્ચા ચાલી રહી છે. પ્રાપ્તિ બુચ લખે છે કે, ‘એક પીધેલ છોકરાએ લોકોને જીવ લીધો, પણ અમુક વચક વાલોળને નિકિતામાં રસ છે.’ તેઓ આગળ પૂછે છે કે, વિષયની ગંભીરતા જોવાની કે ટીખળ કરવાની? આગળ કહ્યું કે, સ્ત્રી પરથી નજર હટાવીને આગળ ક્યારે વિચારશે? 

    હાર્દિકદાન ગઢવીએ પણ એક પોસ્ટમાં લેખકને સ્માઇલી ઇમોજી સાથે આવી પોસ્ટ લખવા બદલ પ્રશ્ન કર્યા હતા. 

    બીજી તરફ અમુક એવા પણ છે, જે જય વસાવડાના બચાવમાં ઉતર્યા છે અને ડ્રગ્સ પર કોઈ કેમ નથી બોલતું તેવી વાતોએ ચડી ગયા છે. પરંતુ લોકોને તેમની દલીલો ગળે ઊતરી રહી નથી. આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં પોસ્ટ હજુ દ્રશ્યમાન થઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં