Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પહેલાં આંધ્રપ્રદેશના તિરૂપતિ મંદિર પહોંચ્યા ઇસરોના વૈજ્ઞાનિકો, યાનનું નાનકડું મોડેલ...

    ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પહેલાં આંધ્રપ્રદેશના તિરૂપતિ મંદિર પહોંચ્યા ઇસરોના વૈજ્ઞાનિકો, યાનનું નાનકડું મોડેલ સાથે રાખીને ભગવાનની પૂજા કરી: આવતીકાલે લૉન્ચિંગ 

    આ પ્રક્ષેપણ માટે ઈસરોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને અંતે મિશનની શરૂઆત પહેલાં ભગવાનના આશીર્વાદ પણ મેળવી લીધા છે. 

    - Advertisement -

    ચંદ્રયાન-3 મિશન માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવારે બપોરે યાનને રોકેટ મારફતે પ્રક્ષેપિત કરવામાં આવશે. ત્યારે લૉન્ચિંગ પહેલાં ઈસરો(ISRO)ના વૈજ્ઞાનિકોએ આજે (13 જુલાઈ, 2023) તિરૂપતિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વૈજ્ઞાનિકોની એક ટીમ અહીં ચંદ્રયાન-3નું એક નાનકડું મોડેલ પણ સાથે લઇ ગઈ હતી. 

    ઉલ્લેખનીય છે કે 14 જુલાઈએ ઓડિશાના શ્રીહરિકોટાથી ચંદ્રયાનનું પ્રક્ષેપણ કરવામાં આવશે. આ માટે LVM-M3 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્ષેપણ બપોરે 2:35 કલાકે હાથ ધરવામાં આવનાર છે. ચંદ્ર પર સુરક્ષિત યાન ઉતારવામાં સફળ રહ્યા તો ભારત એક નવો ઇતિહાસ રચશે અને આમ કરનારા જૂજ દેશોની સૂચિમાં પોતાનું નામ સામેલ કરશે. આ પ્રક્ષેપણ માટે ઈસરોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને અંતે મિશનની શરૂઆત પહેલાં ભગવાનના આશીર્વાદ પણ મેળવી લીધા છે. 

    આ પહેલાં ભારતે ચંદ્રયાન 1 અને 2 લૉન્ચ કર્યાં હતાં, જેમાં સંપૂર્ણ નિષ્ફ્ળતા મળી ન હતી પરંતુ હજુ સુધી કોઈ યાન ચંદ્ર પર લેન્ડ થઇ શક્યું નથી. ચંદ્રયાન-2 જુલાઈ, 2019માં લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે સપ્ટેમ્બરમાં ચંદ્ર પર પહોંચ્યું હતું પરંતુ લેન્ડિંગની થોડી જ ક્ષણો પહેલાં તેણે સંપર્ક ગુમાવી દીધો હતો અને ક્રેશ થઇ ગયું હતું. હવે ચંદ્રયાન-3 તેનો આગલો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરીને પરીક્ષણ કરશે. જેમાં એક પ્રોપલ્શન મોડેલ, લેન્ડર અને રોવર હશે. આ વખતે ઓર્બિટર મોકલવામાં નહીં આવે. ઉપરાંત, મિશનની સફળતા માટે એલ્ગોરિધમ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે તો ઉપકરણ પણ નવાં બનાવવામાં આવ્યાં છે. 

    - Advertisement -

    બધું યોજના અનુસાર ચાલ્યું તો 14 જુલાઈએ પ્રક્ષેપિત થયા બાદ 23 કે 24 ઓગસ્ટના રોજ આ યાન ચંદ્ર પર ઉતરશે. લેન્ડ કરતાંની સાથે જ આમ કરનારો ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બનશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં