
દિલ્હીના પ્રતિબંધિત અને ડી-નોટિફાઇડ સ્થળ જંતર-મંતર ખાતે ગેરકાયદેસર રીતે ઘૂસીને હોબાળો મચાવવા માટે CJPના કોકરોચો સૌરવ દાસ અને આશુતોષ રાંકાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અહેવાલ અનુસાર બંને વિરુદ્ધ નોંધાયેલા બીજા કેસની તપાસ પણ હવે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. અગાઉ પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ નોંધાયેલ પ્રથમ કેસની તપાસ પણ ક્રાઇમ બ્રાન્ચને જ સોંપવામાં આવી હતી.
આ સમગ્ર વિવાદ 13 ઑક્ટોબરનો છે, જ્યારે CJPના સૌરવ દાસ, આશુતોષ રાંકા, અજિંક્ય શિંદે અને તેમના અન્ય 11 સાથીઓ દાદાગીરીથી જંતર-મંતરમાં ઘૂસી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો ખાનગી મિલકતના રસ્તેથી બંધ દરવાજો ઓળંગીને અંદર ઘૂસ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનાં રાજીનામાંની માગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા, જેના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ 14 ઘૂસણખોરોની અટકાયત કરી હતી.
પોલીસે નોંધી હતી 2 FIR
આ ઘટના અંગે દિલ્હી પોલીસે બે અલગ-અલગ FIR દાખલ કરી હતી. જેમાં પ્રથમ કેસ સરકારી આદેશોના ઉલ્લંઘન અને પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરવા સંબંધિત છે, જ્યારે બીજી FIRમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ફરજ પરના સુરક્ષાકર્મીઓની કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને તેમની સાથે ઝપાઝપી કરવાનો ગંભીર આરોપ છે. કોકરોચો વિરુદ્ધ BNSની કલમ 223 (સરકારી આદેશનું અનાદર), કલમ 332 (ગુનાહિત ઈરાદાથી ગેરકાયદે પ્રવેશ) અને કલમ 61(2) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
નોંધનીય છે કે 14 ઑક્ટોબરે 5 દિવસની કસ્ટડી મંજૂર થયા બાદ 19 ઑક્ટોબરે તેમની કસ્ટડી વધુ બે દિવસ માટે લંબાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંનેએ પીસ બોન્ડની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. જો તેમને છોડવામાં આવે તો વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી વણસી શકે છે તેવી આશંકાના કારણે કસ્ટડી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હંમેશાની જેમ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાને બદલે CJPના સ્થાપક અભિજીત દીપકે અને તેના સમર્થકોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ‘વિક્ટિમ કાર્ડ’ રમવાનું શરૂ કર્યું છે. તેણે આરોપ લગાવ્યો છે કે કોકરોચોને જેલમાં રાખવા માટે જામીન પ્રક્રિયામાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ કાર્યવાહી પક્ષપાતી છે.

