ગોવામાં CJPના પ્રદર્શનમાં હિંદુવિરોધી નારા, 300 સામે FIR: પરવાનગી વગર ભેગું થયું હતું કોકરોચોનું ઝુંડ

ગોવાની રાજધાની પણજીમાં તાજેતરમાં CJPના પ્રદર્શનમાં હિંદુવિરોધી નારા લાગ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. અહેવાલ અનુસાર 11 ઑક્ટોબર, 2026ના રોજ CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન આ ઉશ્કેરણીજનક લાગ્યા હતા. આ મામલે ગોવા પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના આધારે 300 જેટલા અજાણ્યા પ્રદર્શનકારીઓ સામે ગુનો નોંધ્યો છે.

નોંધનીય છે કે CJPના કોકરોચોએ CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શનની પરવાનગી માંગી હતી. જોકે, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર ગોવાના વહીવટીતંત્રે આ જાહેર સભા કે પ્રદર્શન માટેની પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. 9 ઑક્ટોબરે જારી કરાયેલા આદેશમાં પોલીસે અગાઉના પ્રદર્શનોમાં નિયમોના ભંગનો હવાલો આપીને મંજૂરી નકારી દીધી હતી.

પરવાનગી વિના ભેગા કર્યા ટોળાં

પરવાનગી ન મળ્યા છતાં કોકોરોચોએ પ્રદર્શન માટે ટોળાં ભેગાં કર્યાં હતાં. આ દરમિયાન ‘મુર્દાબાદ, મુર્દાબાદ, હિંદુત્વ મુર્દાબાદ’ જેવા હિંદુવિરોધી નારા લાગ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સ્થાનિક સ્તરે હિંદુ સમુદાય અને નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો.

તલેગાંવના રહેવાસી રામપ્રસાદ કેલકરે આ વાયરલ વિડીયોના આધારે પણજી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વિરોધ પ્રદર્શનને શાંતિપૂર્ણ ગણાવ્યું હતું, પરંતુ વાસ્તવમાં આ પ્રદર્શનનો હેતુ સમાજમાં અશાંતિ ફેલાવવા અને હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવનો હતો.

300 લોકો વિરુદ્ધ ફરિયાદ

ફરિયાદના આધારે પણજી પોલીસે લગભગ 300 અજાણ્યા લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 196 (વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી અને સૌહાર્દ બગાડવું) અને કલમ 299 (ધાર્મિક લાગણીઓને દૂષિત ઇરાદાથી ઠેસ પહોંચાડવી) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું છે કે વિડીયો ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે પ્રદર્શનમાં સામેલ અજાણ્યા લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાને જોતાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે રાજ્યમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિને ડહોળવાના કોઈપણ પ્રયાસને સરકાર નહીં સાંખી લેય. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.