Thursday, April 2, 2026
More
    હોમપેજક્રાઈમકોઈ મૂર્તિઓ પર થૂંક્યું તો કોઈએ મસ્જિદમાંથી કર્યો પથ્થરમારો: કર્ણાટકના ગણેશ વિસર્જનમાં...

    કોઈ મૂર્તિઓ પર થૂંક્યું તો કોઈએ મસ્જિદમાંથી કર્યો પથ્થરમારો: કર્ણાટકના ગણેશ વિસર્જનમાં ઇસ્લામી કટ્ટરપંથીઓનો હોબાળો, 21ની ધરપકડ

    ગણપતિ વિસર્જન કરવા જતા લોકોએ ભગવાન ગણેશની પ્રતિમા પર પણ હુમલો થયાનો આરોપ લગાવ્યો છે. અથડામણો પછી પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    કર્ણાટકમાં માંડ્યા જિલ્લામાં રવિવારના (7 સપ્ટેમ્બર 2025) રોજ ગણપતિ વિસર્જન દરમિયાન ઘણો હોબાળો થયો હતો. આ દરમિયાન હિંસક અથડામણ અને શોભાયાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો પણ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેવી જ રીતે, કર્ણાટકના શિવમોગામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બે મુસ્લિમ યુવાનો વિસર્જન દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ પર થૂંક્યા હતા.

    અહેવાલ અનુસાર, માંડ્યામાં ગણપતિના વિસર્જન માટે નીકળેલી શોભાયાત્રા જ્યારે એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે તેના પર મસ્જીદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શોભાયાત્રામાં સામેલ લોકો પણ રોષે ભરાયા હતા અને બંને સમુદાયો વચ્ચે વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું. બંને તરફથી પથ્થરમારો થયો અને આમાં 8 લોકો ઘાયલ થયા હતા.

    ગણપતિ વિસર્જન કરવા જતા લોકોએ ભગવાન ગણેશની પ્રતિમા પર પણ હુમલો થયાનો આરોપ લગાવ્યો છે. અથડામણો પછી પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે હિંસા અને પથ્થરમારાના કેસમાં કાર્યવાહી કરતાં 21 લોકોની ધરપકડ કરી છે. વિવાદ પછી આખા વિસ્તારમાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    ગયા વર્ષે પણ માંડ્યામાં થઈ હતી બબાલ

    માંડ્યા જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક તણાવ કોઈ નવી વાત નથી. વર્ષ 2024માં નાગમંગલામાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે ખુની સંઘર્ષ થયો હતો, જેમાં ભારે પથ્થરમારો અને હિંસા જોવા મળી હતી. આ દરમિયાન અનેક દુકાનો અને વાહનોને આગને હવાલે કરી દેવામાં આવ્યા હતા, જેનાથી આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું.

    પરિસ્થતિ બગડતાં પોલીસે કલમ 144 લાગુ કરવી પડી અને વધારાના પોલીસ કાફલા ખડકી દેવાયા હત. તે સમયે 50 કરતાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલાં પણ ગણપતિ વિસર્જનના અવસર પર આવી જ અથડામણો થઈ ચૂકી છે, જે આ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવની સતત હાજરીને દર્શાવે છે.

    શિવમોગ્ગામાં ગણેશ પ્રતિમા પર થૂંક્યાં

    આ ઉપરાંત શિવમોગ્ગા જિલ્લાના સાગર નગરમાં જય ભુવનેશ્વરી યુવા સંઘ દ્વારા નીકળેલી ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન એક ઘટનાએ આખા વિસ્તારમાં તણાવ ફેલાવી દીધો હતો. અહેવાલો અનુસાર જ્યારે યાત્રા જન્નત નગર તરફ વધી રહી હતી ત્યારે મુસ્લિમ સમુદાયના 2 યુવકો ભગવાન ગણેશની પ્રતિમા પર થૂંક્યા હતા.

    આ ઘટના પછી લોકોમાં ગુસ્સો અને આક્રોશ ફેલાયો હતો. યાત્રામાં સામેલ ભક્તોએ વહીવટી વ્યવસ્થા સમક્ષ આ ઘટનામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પ્રદર્શનકારીઓને ખાતરી આપી કે યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવશે. પોલીસે લોકોને વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી છે.

    વડોદરામાં પણ ગણેશજીની મૂર્તિ પર ફેંકાયા ઈંડા

    ગણેશોત્સવના દિવસોમાં ગુજરાતના વડોદરા શહેરમાં આવી જ એક ઘટના સામે આવી હતી. 26 ઑગસ્ટની વહેલી સવારે પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા ગણેશ પ્રતિમા લઈ જતી શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ કટ્ટરપંથીઓએ મદાર માર્કેટની છત પરથી ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંક્યાં હતા.

    પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં બે મુખ્ય આરોપીઓ – સુફિયાન અલિયાસ ગામા સલીમભાઈ મન્સુરી (20) અને શાહનવાઝ અલિયાસ બદબદ મોહમ્મદ ઈર્શાદ કુરેશી (29) – તેમજ એક સગીરની ધરપકડ કરી લીધી હતી. CCTV ફૂટેજની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

    વડોદરા પોલીસ આરોપીઓનું જાહેર જુલૂસ કાઢીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને આરોપીઓ પાસે હાથ જોડીને માફી મંગાવી હતી. આ ઉપરાંત, તપાસ દરમિયાન વધુ આરોપીઓની સંડોવણી મળી, જેમાં રાજસ્થાનના અજમેરથી ત્રણ વધુ આરોપીઓ પકડાયા, જેમાં સોશિયલ મીડિયા ગ્રુપ ‘માફિયા ગેંગ’નો એડમિન જુનૈદ સિંધી પણ સામેલ છે. કુલ મળીને 10થી વધુ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં