Sunday, July 13, 2025
More
    હોમપેજદુનિયાઅપરણિત ગર્ભવતી મહિલાઓ માટે સંસ્થા ચલાવતી નન, બાળકોને ફેંકી દેવાતાં સેપ્ટિક ટેન્કમાં:...

    અપરણિત ગર્ભવતી મહિલાઓ માટે સંસ્થા ચલાવતી નન, બાળકોને ફેંકી દેવાતાં સેપ્ટિક ટેન્કમાં: દાયકાઓ પછી શરૂ થશે ખોદકામ, 800 નવજાતના અવશેષો મળવાની શક્યતા

    અહીં અવિવાહિત માતાઓને રહેવાની વ્યવસ્થાઓ હતી. જેમાં જે-તે સમયે પરિવાર દ્વારા કે સમાજ દ્વારા તરછોડી દેવામાં આવેલી મહિલાઓ કે લગ્ન વગર ગર્ભવતી થયેલી મહિલાઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. 

    - Advertisement -

    આયર્લેન્ડમાં અવિવાહિત માતાઓ અને તેમનાં બાળકોની સારસંભાળ માટે બનાવવામાં આવેલા એક સ્થળનું ખોદકામ કરવાનું કામ શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે. કારણ એ છે કે અહીં સેપ્ટિક ટેન્કમાં સેંકડો નવજાત શિશુઓના અવશેષો મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું. હવે ખોદકામ કરીને તેનું સત્ય તપાસવામાં આવશે. 

    આયર્લેન્ડના ગેલવેમાં આવેલા ‘બૉન સેકોર્સ મધર એન્ડ બેબી હોમ’નો આ મામલો છે. અહીં વર્ષ 1925થી 1961 દરમિયાન કૅથલિક નનો દ્વારા મધર એન્ડ બેબી ઇન્સ્ટિટ્યુશન ચલાવવામાં આવી રહ્યું હતું. વર્ષ 2016માં જ્યારે અહીં તપાસ કરવામાં આવી અને ત્યારબાદ ટેસ્ટ કરવામાં આવ્યા તો જાણવા મળ્યું કે જમીનમાં આવેલી ચેમ્બરોમાં માનવ અવશેષો મોટા પ્રમાણમાં દટાયેલા છે. 

    આ હોમની વાત કરવામાં આવે તો અહીં અવિવાહિત માતાઓને રહેવાની વ્યવસ્થાઓ હતી. જેમાં જે-તે સમયે પરિવાર દ્વારા કે સમાજ દ્વારા તરછોડી દેવામાં આવેલી મહિલાઓ કે લગ્ન વગર ગર્ભવતી થયેલી મહિલાઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. 

    - Advertisement -

    વર્ષ 2016માં જ્યારે સૌપ્રથમ વખત મામલો સામે આવ્યો હતો ત્યારે કુલ 796 શિશુઓ ફેંકી દેવામાં આવ્યાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમને દફનાવવામાં આવ્યાં હોવાના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. 

    અહેવાલો અનુસાર, અહીં અપરણિત ગર્ભવતી મહિલાઓને મોકલવામાં આવતી હતી, જેઓ બાળકોને જન્મ આપતી. ત્યારબાદ અહીં કોઈ પણ પ્રકારના વેતન વગર વર્ષ સુધી કામ કરાવવામાં આવતું. તેમને નવજાત શિશુઓથી પણ અલગ રાખવામાં આવતી અને તેમની સારસંભાળ નન દ્વારા રાખવામાં આવતી. 

    જોકે 1961માં આ હોમ બંધ થઈ ગયા બાદ 1972માં તેને તોડી પાડવામાં આવ્યું હતું અને પછીથી આસપાસ અનેક નવી ઇમારતો પણ બંધાઈ ગઈ. હાલ આ સ્થળ ફરતે રહેણાંક ઇમારતોથી ઘેરાયેલું છે. 

    24 મહિના લાગી શકે, 14 જુલાઈથી શરૂ થશે મૂળ કામગીરી

    લગભગ ચાર અઠવાડિયાં સુધી અહીં ખોદકામ પહેલાંનું કામ ચાલશે. દરમ્યાન સંપૂર્ણ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. 14 જુલાઈથી પૂરેપૂરી તૈયારી સાથે ખોદકામ શરૂ કરવામાં આવશે તેવું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ કામ બહુ કઠિન છે, કારણ કે સ્થળનું કદ પણ જોવાનું રહે અને એ પણ એક હકીકત છે કે કામ નવજાત શિશુઓના અવશેષો સાથે કરવાનું રહેશે. સંપૂર્ણ ખોદકામ કરવામાં લગભગ 24 મહિનાનો સમય લાગશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. વળી અમુક બાબતો ચાલુ કામે સ્પષ્ટ થશે. સમગ્ર કામગીરી ઑફિસ ઑફ ધ ડાયરેક્ટર ઑફ ધ ઓથોરાઇઝ્ડ ઇન્ટરવેન્શનની દેખરેખ હેઠળ થશે, જેની સ્થાપના આઇરિશ ઇન્સ્ટિટ્યુશનલ બૅરિયલ્સ એક્ટ 2022 હેઠળ કરવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં