Thursday, December 5, 2024
More
    હોમપેજદુનિયાઈરાકમાં પુરુષો હવે 9 વર્ષની બાળકીઓ સાથે પણ કરી શકશે નિકાહ!: ઇસ્લામિક...

    ઈરાકમાં પુરુષો હવે 9 વર્ષની બાળકીઓ સાથે પણ કરી શકશે નિકાહ!: ઇસ્લામિક દેશમાં યુવતીઓને ‘અનૈતિક સંબંધો’થી બચાવવા નવો ‘કાયદો’ લાવી રહી છે મુસ્લિમ સરકાર

    ઇસ્લામિક દેશ ઈરાકમાં પહેલાં જ બાળ લગ્નનો ઉંચો દર ચર્ચાનો વિષય હતો, ત્યારે આ પ્રકારનો પ્રસ્તાવ તેને વધુ વેગ આપવાનું કામ કરશે. ઈરાકના આર્થિક ગરીબ અને અતિ રૂઢીચુસ્ત શિયા મુસ્લિમોમાં બાળકીઓના નાની ઉમરમાં જ નિકાહ કરી દેવામાં આવે છે.

    - Advertisement -

    ઇસ્લામિક દેશ ઈરાકના પુરુષો હવે 9 વર્ષની બાળકીઓ સાથે નિકાહ કરી શકશે. ઈરાકની શરિયા પર ચાલતી સરકાર નિકાહ કાનૂનમાં સંશોધન કરવા જઈ રહી છે. આ સંશોધન બાદ 9 વર્ષની બાળકીઓને નિકાહ યોગ્ય માનવામાં આવશે. હાલ આ પ્રસ્તાવ સંસદમાં ચર્ચા માટે પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જો તેને લાગુ કરવામાં આવશે તો ઈરાકના પુરુષોને 9 વર્ષ સુધીની ઉમરની બાળકીઓ સાથે નિકાહ કરવાનો અધિકાર મળી જશે.

    કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને ઈરાકના ‘કાનૂન 188’ને કે જેને ‘વ્યક્તિગત સ્થિતિ કાનૂન’ તરીકે ઓળખવામાં આવે છે, તેને પલટાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. ઈરાક સરકાર અનુસાર તેમાં મહિલાઓને તેમના ‘અધિકાર’ આપવાની વાત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ નિયમને વર્ષ 1959માં લાગુ કરવામાં આવ્યો હતો. તેને મધ્ય-પૂર્વના દેશોમાં સૌથી પ્રગતિશીલ કાયદા પૈકીનો એક માનવામાં આવતો હતો. તે સમયે તે તમામ ધાર્મિક સમુદાય માટે સમાન કાયદો હતો.

    શરિયાના કડક અમલ માટે અને યુવતીઓને ‘અનૈતિક સંબંધો’થી બચાવવા થઈ રહ્યું છે સંશોધન

    હવે ઈરાકની સરકારે એ જ કાયદામાં સંશોધન કરીને તેમાં બદલાવ કરવા માટેનો પ્રસ્તાવ રાખ્યો છે. નોંધવું જોઈએ કે ઇસ્લામિક દેશ ઈરાકમાં પહેલાં જ બાળલગ્નનો ઉંચો દર ચર્ચાનો વિષય હતો, ત્યારે આ પ્રકારનો પ્રસ્તાવ તેને વધુ વેગ આપવાનું કામ કરશે. ઈરાકના આર્થિક ગરીબ અને અતિ રૂઢીચુસ્ત શિયા મુસ્લિમોમાં બાળકીઓના નાની ઉમરમાં જ નિકાહ કરી દેવામાં આવે છે. ત્યાં તે સાવ સામાન્ય બાબત ગણવામાં આવે છે.

    - Advertisement -

    રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હાલ ઈરાકમાં 28%થી વધુ યુવતીઓના નિકાહ 18 વર્ષ પહેલાં જ થઈ જાય છે. તેમ છતાં શરિયાને કડક રીતે અમલી બનાવવા માટે વિશેષ કાયદો લાવવામાં આવી રહ્યો છે. મહત્વનું તે છે કે સરકાર આ પ્રસ્તાવ ઈરાકની મુસ્લિમ યુવતીઓને ‘અનૈતિક સંબંધો’થી બચાવવા માટે મહત્વનો હોવાનું કહીને સંશોધન લાવવા ચર્ચા કરી રહી છે. જો નવા નિયમો બન્યા, તો ઈરાકના મુસ્લિમ પુરુષો 9 વર્ષ સુધીની બાળકીઓ સાથે નિકાહ કરતા નજરે પડશે.

    આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા, બાળકીઓના બળાત્કારને કાયદેસર બનાવવા જેવી વાત

    બીજી તરફ આ સમગ્ર ચર્ચાઓને લઈને દુનિયાની ચિંતામાં વધારો થયો છે. થિંક ટેંક ચૈથમ હાઉસના ડોક્ટર રેનાદે આ મામલે ચેતવણી આપી છે કે, આ પ્રકારના પગલા દેશમાં લૈંગિક સમાનતાના અધિકારોને નબળા પાડી દેશે. તેમણે તેને મઝહબી અધિકારોને મજબૂત કરવા અને સત્તા પર પકડ મજબુત બનાવવા માટેની રણનીતિ કહી છે. બીજી તરફ મહિલા અધિકાર માટે કામ કરતા સમૂહોએ ઈરાક સરકારના આ પ્રયાસને ‘બાળકીઓના બળાત્કાર’ને કાયદેસરની માન્યતા આપવા જેવી બાબત કહી છે.

    આ સંશોધન પ્રસ્તાવ બાદ વિશ્વમાં ઈરાકની આલોચના થઈ રહી છે. માનવાધિકાર મંચના સારા સનબરનું આ મામલે કહેવું છે કે, આ પરિવર્તન સામાજિક વિભાજનને વધુ ઊંડાણમાં ધકેલી દેશે. આવા નિયમોથી મહિલાઓ વિરુદ્ધ દુર્વ્યવ્હારો વધી જશે અને તેમને વધુ નબળી સ્થિતિનો ભોગ બનવું પડશે. નોંધનીય છે કે, આ પ્રકારના સંશોધનો ઈરાકની સામાજિક પ્રગતિ પર ચોક્કસ અસર કરશે અને દેશને ઉજ્જવળ ભવિષ્યની જગ્યાએ ‘મધ્યકાલીન સમય’ તરફ પાછો લઈ જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં