Wednesday, December 4, 2024
More
    હોમપેજક્રાઈમ‘આ ઘર વેચવાનું છે... મુસ્લિમ પ્રતાડનાથી પરેશાન છીએ...’: ઇન્દોરમાં 40 વર્ષથી રહેતો...

    ‘આ ઘર વેચવાનું છે… મુસ્લિમ પ્રતાડનાથી પરેશાન છીએ…’: ઇન્દોરમાં 40 વર્ષથી રહેતો દલિત પરિવાર ઘર છોડવા મજબૂર, શાદાબ સહિત 7 સામે FIR

    હિંદુ સંગઠનના સભ્યોનો આરોપ છે કે રાજેશના ઘરે થયેલા વિસ્ફોટમાં સૂતળી બોમ્બ અને ખીલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલાની માહિતી મળતા જ પોલીસ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું.

    - Advertisement -

    મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઇન્દોરમાં (Indore) એક દલિત પરિવારે (Dalit Family) પોતાના ઘર આગળ ઘર છોડીને જવાનું પોસ્ટર લગાવ્યું છે. આ હિજરતનું કારણ મુસ્લિમ અત્યાચાર (Muslim Torture) છે એવું જણાવવામાં આવી રહ્યું છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે મુસ્લિમો દ્વારા આ હિંદુ દલિત પરિવારને જૂના કોઈ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, ઘટના સાથે જોડાયેલા મુખ્ય આરોપીનું નામ શાદાબ છે, જેના પર દલિત પરિવારના ઘર પર સૂતળી બોમ્બ ફેંકવાનો આરોપ છે. આ મામલે હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

    અહેવાલો અનુસાર આ ઘટના ઇન્દોરના બાગ કોલોનીમાં બની હતી. જ્યાં રાજેશ કાલમોઈયા તેમના પરિવાર સાથે રહે છે. તે પોતાના ઘરની બાજુમાં ઈંડાનો સ્ટોલ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. લગભગ એક મહિના પહેલા કોલોનીમાં પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લગભગ 40 વર્ષથી રાજેશની પડોશમાં રહેતા શાદાબ સાનુ સાથે ઝઘડો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાદાબ સતત રાજેશને તાડી રહ્યો હતો જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

    કેસ પરત ખેંચવા દબાણ

    આ દરમિયાન શાદાબ સાનુએ રાજેશ સાથે ગાળાગાળી કરીને ધમકી આપી હતી. ત્યારબાદ રાજેશની ફરિયાદ પર શાદાબ સાનુ વિરુદ્ધ એસસી/એસટી એક્ટ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. શાદાબ આ કેસમાં સમાધાન માટે રાજેશ અને તેના પરિવાર પર સતત દબાણ કરી રહ્યો હતો. રાજેશને શાદાબ સાનુ અને તેના પરિવાર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. શુક્રવારે શાદાબ, રઈસ, ઈરફાન, સોનુ, સલીમ, જલ્લુ, રિઝવાન, રેહાના અને હિના પણ રાજેશની પત્ની પાસે કેસ મામલે તેના પર દબાણ ઉભું કરવા ગયા હતા.

    - Advertisement -

    જોકે, રાજેશે કેસ પાછો ખેંચવાનો ઈન્કાર કર્યો હતો. રાજેશનું કહેવું છે કે શનિવારની રાત્રે લગભગ 3:45 વાગ્યે તેમના ઘરની નજીક વિસ્ફોટ થવાથી તે જાગી ગયા હતા. રાજેશ તેમની પત્ની મીનાક્ષી સાથે બહાર ગયા ત્યારે તેમણે તેમના પડોસી રઈસને ત્યાં ઉભો રહેલો જોયો. રાજેશે રઈસને વિસ્ફોટ કરનાર વ્યક્તિ અંગે પૂછવા છતાં તેણે કઈ જણાવ્યું નહોતું. દરમિયાન મીનાક્ષીએ નજીકમાં પડેલો બીજો બોમ્બ જોયો અને તેઓ તેમના પતિ રાજેશને ઘરમાં ખેંચી ગયા. તે પછી તરત વિસ્ફોટ થયો હતો.

    રાજેશ કહે છે કે જો થોડો વિલંબ થયો હોત તો આ બ્લાસ્ટને કારણે તે દાઝી ગયા હોત. શનિવારે બનેલી આ ઘટનાથી કંટાળીને દલિત રાજેશે તેમના ઘર બહાર હિજરતનું પોસ્ટર ચોંટાડ્યું હતું. તેમણે પોસ્ટરમાં લખ્યું, “આ ઘર વેચાણ માટે છે. મુસ્લિમ ઉત્પીડનથી પરેશાન.” આ મામલાની માહિતી મળતા જ બજરંગ દળના કાર્યકરો રાજેશના ઘરે પહોંચી ગયા હતા. તેઓએ શાદાબ અને તેના સહયોગીઓ સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

    સૂતળી બોમ્બ સાથે ખીલીઓનો પણ ઉપયોગ

    હિંદુ સંગઠનના સભ્યોનો આરોપ છે કે રાજેશના ઘરે થયેલા વિસ્ફોટમાં સૂતળી બોમ્બ અને ખીલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલાની માહિતી મળતા જ પોલીસ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપીને રોષે ભરાયેલા લોકોને સાંત્વના આપી હતી. દરમિયાન નજીકના CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી અને ડોગ સ્કવોડને પણ બોલાવવામાં આવી હતી. ઘટના સ્થળેથી મળી આવેલા ખીલા અને છરા કબજે લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

    તપાસ દરમિયાન શાદાબ સાનુનું સમર્થન કરનારાઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. તે રાજેશના આરોપોને ખોટા ગણાવી રહ્યા હતા. મધ્ય પ્રદેશ પોલીસે સામા પક્ષને પણ સમજાવીને પરત મોકલી દીધા હતા. હાલમાં ઇન્દોર પોલીસે આ મામલામાં 7 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે. વિસ્તારના એડિશનલ ડીસીપી આનંદ યાદવના જણાવ્યા અનુસાર, બંને પરિવાર 40 વર્ષથી સાથે-સાથે રહે છે. ઘટના પાછળ જુનો વિવાદ છે. પોલીસને હજુ સુધી ફટાકડા ફોડવાના આરોપોને સમર્થન આપતા પુરાવા મળ્યા નથી. હાલ આ મામલે તપાસ અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં