Sunday, October 6, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતમાં 21મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને...

    ગુજરાતમાં 21મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકો સાથે વિતાવ્યો સમય

    રાજ્યમાં 21માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવની શરૂઆત બુધવારથી (26 જૂન) થઈ ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામમાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી પણ આપી છે.

    - Advertisement -

    ગુજરાતમાં કન્યા-કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની 21મી કડી બુધવાર (26 જૂન)થી શુક્રવાર (28 જૂન) સુધીના દિવસો દરમિયાન યોજાઈ રહી છે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજવામાં આવેલા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ દિવસે એટલે કે બુધવારે (26 જૂન) ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની એક શાળાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બાળકોનું નામાંકન કરાવ્યું હતું. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરી હતી.

    રાજ્યમાં 21માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવની શરૂઆત બુધવારથી (26 જૂન) થઈ ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામમાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી પણ આપી છે. તેમણે ‘ઉજવણી..ઉલ્લાસમય શિક્ષણની’ મથાળા સાથે લખ્યું કે, “રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની પ્રાથમિક શાળામાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું.”

    તેમણે વધુમાં લખ્યું કે, “માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેમના મુખ્યમંત્રીકાળમાં વાવેલું શાળા પ્રવેશોત્સવ રૂપી બીજ આજે વિરાટ વટવૃક્ષ બની ચૂક્યું છે. તેઓશ્રીના માર્ગદર્શનમાં આજે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ થઈ ચૂક્યું છે. છેવાડાના વિસ્તારોના બાળકોને પણ ગુણવત્તાસભર શિક્ષણના અવસરો મળ્યા છે.” અંતમાં તેમણે લખ્યું કે, “રાજ્યભરમાં શાળા પ્રવેશ કરનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ.”

    - Advertisement -

    તે દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતની એક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવીને કન્યા-કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી છે. તેમણે આ પ્રસંગે વક્તવ્ય પણ આપ્યું હતું. બાળકોને પર્યાવરણની જાળવણીનો સંદેશો આપીને તેમણે સારા નાગરિક બનવા માટે મહેનત કરવાનું કહ્યું હતું. તેમણે કાર્યક્રમ અંગે કહ્યું હતું કે, “હવે મહાનગરોથી લઈને ગામડાઓ સુધીમાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. પાપા પગલી ચાલીને શાળાએ આવ્યા બાદ બાળકોએ પોતાના ભણતરની શરૂઆત કરી છે.”

    ગૃહ રાજ્યમંત્રીએ આ પ્રસંગે બાળકીઓના પગ પર તિલક કરીને કન્યા-કેળવણીના મહત્વને ઉજાગર કર્યું હતું. આ સાથે તેમણે શાળામાં પ્રવેશ લઈ રહેલા નાના ભૂલકાઓના પગ પર પણ કુમકુમ તિલક કર્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, “બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલ પર.. આ રીતે પ્રથમ દિવસે બાળકોના શાળામાં અભ્યાસની શરૂઆત થઈ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં