Wednesday, April 24, 2024
More
  હોમપેજફેક્ટ-ચેકશ્રદ્ધાના હત્યારા આફતાબને પારસીમાં ખપાવવાનું કારસ્તાન, ફેક્ટ ચેકમાં વાંચો શું છે વાસ્તવિકતા

  શ્રદ્ધાના હત્યારા આફતાબને પારસીમાં ખપાવવાનું કારસ્તાન, ફેક્ટ ચેકમાં વાંચો શું છે વાસ્તવિકતા

  શ્રદ્ધાના હત્યારા આફતાબને પારસીમાં ખપાવવા આ જૂથના લોકો એક એવું પણ નેરેટીવ સેટ કરવા લાગ્યા કે આફતાબને ઇસ્લામ ધર્મ સાથે જોડીને મુસ્લિમોને બદનામ કરવાની કોશિશો કરવામાં આવી રહી છે.

  - Advertisement -

  દિલ્હી પોલીસે શનિવારે (12 નવેમ્બર, 2022) શ્રદ્ધા નામની દલિત યુવતીની હત્યા અને મૃતદેહના ટુકડાઓ કરવાં બદલ આફતાબની ધરપકડ કરી હતી. બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ સમાચાર વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયાના એક ચોક્કસ વર્ગે આફતાબનો ધર્મ છુપાવવાનો પ્રયાસ શરૂ કર્યો. આ જૂથે દલિત યુવતી શ્રદ્ધાના હત્યારા આફતાબને પારસીમાં ખપાવવાનું કારસ્તાન શરૂ કર્યું અને હત્યારો આફતાબ મુસ્લિમ નહી પણ પારસી હોવાની અફવા ફેલાવવા લાગ્યા.

  શ્રદ્ધાના હત્યારા આફતાબને પારસીમાં ખપાવવા આ જૂથના લોકો એક એવું પણ નેરેટીવ સેટ કરવા લાગ્યા કે આફતાબને ઇસ્લામ ધર્મ સાથે જોડીને મુસ્લિમોને બદનામ કરવાની કોશિશો કરવામાં આવી રહી છે.

  મિયાં ઝાલીક નામના એક ટ્વીટર હેન્ડલે ટ્વીટ કરીને લખ્યું હતું કે “આફતાબ પારસી છે =, મુસ્લિમ નહી. પણ તમે @#@#$ મુસ્લિમોને ટાર્ગેટ કરી રહ્યા છો.”

  - Advertisement -

  કઈક આ પ્રકારની જ ટ્વીટ સઈદ મોહમ્મદ નામના યુઝર દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પરથી કરવામાં આવી હતી, જેમાં તે લખે છે કે , “હત્યારા યુવકનું નામ આફતાબ પૂનાવાલા છે, જે મુસ્લિમ નહિ પણ પારસી છે, કેટલાક લોકો આને હિંદુ-મુસ્લિમ ના રંગે રંગવા માંગે છે, વાસ્તવમાં આવું કશું છે જ નહી.”

  અન્ય એક મોહમ્મદ મેરાજ આલમે એવો પણ દાવો કર્યો હતો કે આરોપી આફતાબ પારસી છે. થોડા કલાકોમાં, માઇક્રો-બ્લોગિંગ સાઇટ આરોપી આફતાબ અમીન પૂનાવાલાને ઝોરોસ્ટ્રિયન ફેઇથના અનુયાયી એટલે કે પારસી હોવાના દાવો ઠોકી બેસાડતી ટ્વીટથી ઉભરાઈ ગઈ હતી.

  આફતાબે પોતે જ મુસ્લિમ હોવાનું સ્વીકાર્યું હતું

  અનેક વાર એવું જોવા મળે છે કે મુસ્લિમ સમુદાયના લોકો આરોપી તેમના પોતાના ધર્મનો અને પીડિત હિંદુ હોય તેવી ઘટનાઓને જટિલ બનાવીને તેમાંથી છટકબારી શોધતા હોય છે. પણ વાસ્તવિકતા તેનાથી સાવ નોખી છે,

  વર્ષ 2014માં આફતાબે કરેલી એક પોસ્ટમાં તેણે પોતે સ્વીકાર્યું હતું કે તે મુસ્લિમ છે. હત્યાના આરોપી આફતાબની ‘@thehungrychokro’ યુઝરનેમ સાથે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે.

  વર્ષ 2014માં એક પોસ્ટના કમેંટ સેક્શનમાં @zloymom નામના યુઝરે આફતાબને તેના ધર્મ વિષે પૂછતાં લખ્યું હતું કે, “હેલ્લો મારા મિત્ર, શું હું તને પૂછી શકું કે તું ક્રિષ્ના છે કે મુસ્લિમ છે? મારા ભારતમાં 2 મિત્રો છે, જેમાં એક ક્રિષ્ના છે અને બીજો મુસ્લિમ છે.”

  તેના જવાબમાં આફતાબે પોતે મુસ્લિમ હોવાનું સ્વીકારતા લખ્યું હતું કે, “હું મુસ્લિમ છું અને તમે લખી રહ્યા છો તે હિંદુ છે. ભગવાન કૃષ્ણ હિન્દુઓના ભગવાન છે. હું પૂછી શકું કે મારા ધર્મ વિશે ચોક્કસ જિજ્ઞાસા શા માટે છે???”

  આફતાબની કમેન્ટનો સ્ક્રીનશોટ (સાભાર Opindia)

  જેના પર ઈન્સ્ટાગ્રામ યુઝર @zloymom એ જવાબ આપ્યો કે હું તમને સાચી રીતે ગ્રીટ કરવા માંગું છું, જો તમે મુસ્લિમ હોવ તો હું તમને ‘અસ્લ્લામ-અલઈકુમ’ કહીશ, નહીતર મારે ‘નમસ્તે’ કહેવું પડશે.” જેના પર આફતાબ લખે છે કે સામાન્ય અને રેગ્યુલર “હેલ્લો” થી પણ કામ ચાલી જશે.

  આફતાબની કમેન્ટનો સ્ક્રીનશોટ (સાભાર Opindia)

  હત્યારા આફતાબની આ ટિપ્પણીઓ પરથી સ્પષ્ટ થાય છે કે તે મુસ્લિમ ધર્મનો અનુયાયી છે. પીડિતાના પિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અને કેસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) સાથે જોડાયેલી ફરિયાદમાં પણ આરોપી મુસ્લિમ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

  મૃતક યુવતીના પિતાની ફરિયાદમાં સ્પષ્ટ પણે લખાવામાં આવ્યું હતું કે, “મારી પુત્રીએ 2019માં મારી પત્નીને કહ્યું હતું કે તે આફતાબ અમીન પૂનાવાલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા માંગે છે. અમે હિંદુ કોળી જાતિના છીએ. અને છોકરો મુસ્લિમ છે, તેથી મેં અને મારી પત્નીએ તેને ‘ના’ પાડી હતી,”

  તેમણે આગળ જણાવ્યા મુજબ ઉલ્લેખ છે કે, “અમારા ત્યાં આંતરજ્ઞાતિય સબંધોની સ્વીકૃતિ નથી” જેના પરથી એ સ્પષ્ટ થાય છે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા દાવાઓ તદ્દન ખોટા છે, અને હત્યારો આફતાબ આમીન પુનાવાલા પારસી નહિ પણ ખરેખર મુસ્લિમ ધર્મનો અનુયાયી છે.

  FIR ની કોપીનો ફોટો (સાભાર Opindia)

  શું છે શ્રદ્ધાની હત્યાનો આખો કેસ

  અહેવાલો અનુસાર, આફતાબ મુંબઈમાં એક કોલ સેન્ટરમાં કામ કરતી વખતે શ્રદ્ધાને મળ્યો હતો. જે પછી શ્રદ્ધા આફતાબના પ્રેમમાં પડી ગઈ હતી અને તેના માતા-પિતાએ તેની સાથેના સંબંધોને નકાર્યા પછી તે આફતાબ સાથે રહેવા ચાલી ગઈ હતી.

  ત્યારબાદ બંને દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં સાથે રહેવા લાગ્યા. શ્રદ્ધાએ લગ્ન કરવાનું દબાણ કરતા આફતાબ તેનાથી નારાજ હતો. જે પછી 18 મેના રોજ તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને કરપીણ હત્યા કરી હતી.

  ત્યારબાદ આરોપીએ એક મોટું રેફ્રિજરેટર ખરીદ્યું અને શ્રદ્ધાની મૃતદેહને ઘણા દિવસો સુધી તેમાં મૂકી રાખ્યો. આફતાબે શ્રધ્ધાના મૃત શરીરના 35 ટુકડા કર્યા અને દિલ્હીમાં 18 અલગ-અલગ સ્થળોએ તેનો નિકાલ કર્યો હતો.

  અહેવાલો મુજબ, મૃતદેહના ટુકડાઓને ફેંકવા અને તેના જઘન્ય અપરાધના પુરાવાનો નાશ કરવા માટે તે દરરોજ રાત્રે 2 વાગ્યે બહાર જતો હતો. બીજી તરફ શ્રદ્ધાના પરિવારે તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા તેના ઠેકાણા પર નજર રાખી હતી.

  જ્યારે શ્રદ્ધાએ અપડેટ્સ પોસ્ટ કરવાનું બંધ કર્યું, ત્યારે તેના પરિવારની ચિંતા વધી ગઈ. શ્રદ્ધાના પિતા દિલ્હી ગયા હતા પરંતુ તેઓ તેને શોધી શક્યા ન હતા. ત્યાર બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શનિવાર (12 નવેમ્બર)ના રોજ આફતાબની ધરપકડથી 6 મહિના જૂનો ક્રૂર હત્યાનો કેસ ઉકેલાયો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં