Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રદ્ધાના મૃતદેહના ટુકડા ભરવા આફતાબ લાવ્યો હતો ફ્રિજ, દુર્ગંધ ન ફેલાય તે...

    શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ભરવા આફતાબ લાવ્યો હતો ફ્રિજ, દુર્ગંધ ન ફેલાય તે માટે અગરબત્તી સળગાવતો હતો: પિતાની વાત માની હોત તો જીવિત હોત શ્રદ્ધા

    તે એ જ રૂમમાં રહેતો હતો જ્યાં શ્રદ્ધાની હત્યા કરી હતી. હત્યા બાદ તે ઝોમેટો પરથી ભોજન મંગાવતો હતો અને ત્યાં જ બેસીને જમતો હતો. 

    - Advertisement -

    આફતાબ નામના ઈસમે હિંદુ યુવતી શ્રદ્ધાની હત્યા કરી નાંખવાના મામલાએ રાજધાની દિલ્હી સહિત આખા દેશને હચમચાવી નાંખ્યો છે. હવે આ કેસ મામલે અનેક મોટા ખુલાસા થઇ રહ્યા છે. જાણવા મળ્યું છે કે શ્રદ્ધાના મૃતદેહોના ટુકડા કરીને તેના સંગ્રહ માટે આફતાબ એક રેફ્રિજરેટર લાવ્યો હતો. તેમજ દુર્ગંધ ન આવે તે માટે તે અગરબત્તી પણ સળગાવતો હતો. 

    શ્રદ્ધાને મારી નાંખ્યા બાદ આફતાબ લોકલ માર્કેટમાંથી 300 લિટરનું ફ્રિજ ખરીદી લાવ્યો હતો. જેમાં તેણે મૃતદેહના ટુકડા ભરી રાખ્યા હતા. તે રોજ રાત્રે 2 વાગ્યે ફ્લેટમાંથી નીકળતો હતો અને મૃતદેહના કેટલાક ટુકડા જંગલમાં ફેંકીને પરત આવી જતો હતો. કહેવાય છે કે, તેણે શેફની ટ્રેનિંગ લીધી હોવાના કારણે બરાબર જાણતો હતો કે કઈ ચીજના ટુકડા કઈ રીતે થાય છે. 

    શ્રદ્ધાની હત્યા કરી મૃતદેહના ટુકડા ફેંકીને આવ્યા બાદ આફતાબ સામાન્ય જીવન જીવતો હતો જેથી કોઈને શંકા ન જાય. તે એ જ રૂમમાં રહેતો હતો જ્યાં શ્રદ્ધાની હત્યા કરી હતી. હત્યા બાદ તે ઝોમેટો પરથી ભોજન મંગાવતો હતો અને ત્યાં જ બેસીને જમતો હતો. 

    - Advertisement -

    હત્યા અંગે આસપાસ કોઈને ખબર ન પડે તેની આફતાબ પૂરેપૂરી તકેદારી રાખતો હતો. તે આસપાસ કોઈ સાથે ભળતો પણ ન હતો અને દુર્ગંધ ન ફેલાઈ જાય તે માટે રૂમમાં અગરબત્તીઓ સળગાવી રાખતો હતો. 

    પાડોશીઓએ જણાવ્યું હતું કે, બંને અવારનવાર ઝઘડતાં રહેતાં હતાં. હત્યાના દિવસે પણ કોઈએ કોઈ પણ પ્રકારની ચીસો સાંભળી ન હતી. પાડોશીઓને પણ ત્યારે ખબર પડી હતી જ્યારે 25-30 પોલીસકર્મીઓ તેને સાથે લઈને ઘરે પહોંચ્યા હતા. 

    અન્ય એક રિપોર્ટ અનુસાર, લગભગ 18 મહિના બાદ શ્રદ્ધાના માતાપિતાને બંને વચ્ચેના અફેર વિશે જાણકારી મળી હતી. જેનો તે બંનેએ વિરોધ કર્યો હતો. જોકે, પિતાએ જણાવ્યું કે, તેમની મનાઈ બાદ શ્રદ્ધાએ કહ્યું હતું કે, હું 25 વર્ષની થઇ ગઈ છું અને મને મારા નિર્ણયો લેવાનો પૂરેપૂરો અધિકાર છે. મારે આફતાબ સાથે લિવ-ઈનમાં રહેવું છે. હું આજથી તમારી પુત્રી નથી. તેમ કહીને તે ઘરેથી જતી રહી હતી. જોકે, ત્યારબાદ થોડા સમય પછી તેની માતાનું મોત થઇ ગયું હતું. 

    ત્યારબાદ પણ શ્રદ્ધાના મિત્રો શિવાની અને લક્ષ્મણે તેમના પિતાને જણાવ્યું હતું કે, આફતાબ તેની સાથે મારપીટ કરતો હતો અને અનેક વખત સમજાવ્યા છતાં તેણે વાત માની ન હતી. તેમણે એ પણ જણાવ્યું કે, માતાનાં મોત બાદ શ્રદ્ધાએ ફોન કર્યો હતો અને ત્યારે પણ તેણે આફતાબની હરકતો વિશે જણાવ્યું હતું. પિતાએ એટને આફતાબને છોડીને ઘરે પરત ફરવાનું કહ્યું હતું. પરંતુ આફતાબે માનવી લેતાં તે તેની સાથે જતી રહી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં