Monday, March 30, 2026
More
    હોમપેજગુજરાતફરી વિવાદમાં IIT ગાંધીનગર: યાકુબની દયા અરજી પર હસ્તાક્ષર કરનાર એમ. કે...

    ફરી વિવાદમાં IIT ગાંધીનગર: યાકુબની દયા અરજી પર હસ્તાક્ષર કરનાર એમ. કે રૈનાની ફેકલ્ટી તરીકે નિમણૂક, ‘વંદે માતરમ્’ પર વાંધો ઉઠાવનાર પ્રોફેસર પર પણ પ્રશ્નાર્થ

    જુલાઇ, 2015માં યાકુબને 'માફી આપવા' માટે રાષ્ટ્રપતિને દયા અરજી લખવામાં આવી હતી અને તેમાં મુખ્ય સહી કરનારાઓમાં એક નામ એમ. કે રૈનાનું પણ હતું. 

    - Advertisement -

    કાયમ વિવાદોમાં સપડાયેલી રહેતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, ગાંધીનગર (IIT ગાંધીનગર) ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ છે તેણે કરેલી નિયુક્તિ. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે IIT ગાંધીનગરે એક ગુપ્ત ફેકલ્ટીની નિમણૂક કરી છે. નિમણૂક થનાર વ્યક્તિમાં ‘એક્ટર’ એમ. કે રૈનાનું નામ સામે આવ્યું છે. આ એ જ માણસ છે, જેણે યાકુબ મેમણ માટે દયા અરજી કરી હતી અને તેના પર હસ્તાક્ષર પણ કર્યા હતા. તેની નિયુક્તિને લઈને હવે ફરી સોશિયલ મીડિયા પર IIT ગાંધીનગર પર પ્રશ્નો ઊઠવાના શરૂ થયા છે. બીજો એક વિવાદ એ કે ત્યાંનાં એક પ્રોફેસરે ‘વંદે માતરમ્’ પર વાંધો ઉઠાવ્યો છે.

    જોકે, આ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોમાં ફસાઈ રહી છે, ખાસ કરીને હ્યુમેનિટીઝ વિભાગ. એવા આરોપ લાગતા રહ્યા છે કે આ વિભાગ ઇસ્લામી એજન્ડાને આગળ વધારે છે, દેશદ્રોહી અને આતંકીઓના સમર્થકોની નિમણૂકો પણ કરે છે અને વામપંથી વિચારધારા પ્રેરિત શિક્ષણમાં બદલાવ કરે છે. આ બધા આરોપોને લઈને IIT ગાંધીનગર કાયમ વિવાદમાં આવતી રહી છે. 

    આ વખતે નવા વિવાદનું કેન્દ્ર એમ. કે રૈનાની નિમણૂક છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ ડોક્યુમેન્ટ્સ અને અન્ય પુરાવા સાથે દાવો કરી રહ્યા છે કે રૈનાને સપ્ટેમ્બર 2025માં ‘આર્ટિસ્ટ-ઇન-રેસિડેન્ટ’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ આ માહિતીને ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ પર દર્શાવવામાં આવી નથી. આરોપ એ પણ લાગી રહ્યો છે કે જવાબદારીથી બચવા માટે જાણીજોઈને IITએ વેબસાઇટ પર તેમનું નામ નથી નાખ્યું. 

    - Advertisement -

    રૈનાની નિમણૂક પર સોશિયલ મીડિયા પર ભારે વિવાદ શરૂ થયો છે. IIT ગાંધીનગર પર આતંકીઓના સમર્થકોની નિયુક્તિ કરવાના આરોપ લાગી રહ્યા છે. હકીકતે આ વિરોધનું કારણ છે રૈનાનું રાજકીય વલણ અને તેની ગતિવિધિઓ. X પરની એક પોસ્ટમાં તેની ભૂતકાળની કરતૂતો વિશેની વાત કરવામાં આવી છે, જે નીચે મુજબ છે.

    યાકુબ મેમણની દયા અરજી પર કર્યા હતા હસ્તાક્ષર

    વર્ષ 1993માં મુંબઈ શહેરમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટની આતંકી ઘટના ઘટવા પામી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા હતા. આ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકી યાકુબ મેમણની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને આ કૃત્ય માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જુલાઇ, 2015માં યાકુબને ‘માફી આપવા’ માટે રાષ્ટ્રપતિને દયા અરજી લખવામાં આવી હતી અને તેમાં મુખ્ય સહી કરનારાઓમાં એક નામ એમ. કે રૈનાનું પણ હતું. 

    આ દયા અરજીમાં રૈના સિવાય અન્ય 300 જેટલા માણસોને હસ્તાક્ષર કર્યા હતા અને આતંકવાદીને બચાવવા માટે એવી દલીલ કરી હતી કે મૃત્યુદંડની સજા ‘ખૂબ જ અયોગ્ય, મનસ્વી અને વધુ પડતી’ છે.’ આ અરજીના ફોટા અને તેમાં એમ. કે રૈનાના હસ્તાક્ષરના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે સાબિત કરે છે કે રૈનાએ ભૂતકાળમાં આતંકવાદીને બચાવવા માટે આવી હરકતો કરી હતી. 

    મોદી સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર

    તે સિવાય રૈનાએ વર્ષ 2016માં એક વિવાદિત નિવેદન પણ આપ્યું હતું, જે તેના રાજકીય વલણને પણ સ્પષ્ટ કરે છે. એક વિસ્તૃત ઇન્ટરવ્યુમાં તેણે મોદી સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, “આ સરકાર આપણને બ્રેઇન-ડેડ કરવા માંગે છે.” તેણે મોદી સરકારને આડકતરી રીતે ‘તાનાશાહ’ ગણાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેણે એવું પણ કહ્યું હતું કે આ સરકાર હેઠળ વિરોધીઓના અવાજને દબાવી દેવામાં આવે છે અને સંસ્થાઓ પણ નબળી પડી ગઈ છે. 

    આ ઉપરાંત સોશિયલ મીડિયામાં વિરોધ કરી રહેલા લોકોએ સંસ્થાની તાજેતરની નિમણૂકો સાથે તુલના પણ કરી છે, જેમ કે ફિલ્મમેકર ડોન ચાકો પલાથરાના નામનનો ઉલ્લેખ કરીને IIT ગાંધીનગરમાં વિવાદાસ્પદ નિમણૂકોની પેટર્ન જણાવી છે અને નિયુક્તિના માપદંડ અને હિતોના ટકરાવને લઈને વધુ પારદર્શિતાની માંગણી કરી છે. 

    IIT ગાંધીનગરના ભરતીના નિયમો પર પણ હવે સવાલ ઊઠવાના શરૂ થઈ ચૂક્યા છે. પ્રશ્ન થઈ રહ્યા છે કે જેનું બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ તરીકેનું છે, તેને ટેક્નોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ફેકલ્ટી પદ કેમ આપવામાં આવ્યું? આ નિમણૂકને કેમ સાર્વજનિક કરવામાં નથી આવી અને ફેકલ્ટી પદ આપવા માટે ચોક્કસ માપદંડ અને યોગ્યતા શું છે?

    અન્ય એક પ્રોફેસરને ‘વંદે માતરમ્’ સાથે પડ્યો વાંધો

    આ સિવાય પણ IIT ગાંધીનગરમાં બીજો એક વિવાદ ઊભો થયો છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે IIT ગાંધીનગરના પ્રોફેસર અરૂપ ચક્રવર્તી હવે રાષ્ટ્રગાન ‘વંદે માતરમ્’નો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે. તેમના મેઇલનો એક સ્ક્રીનશોટ પણ સાથે જોડવામાં આવ્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે ‘વંદે માતરમ્’ ગાનમાં ‘ત્વં હી દુર્ગા દશપ્રહરણધારિણીમ્’ પંક્તિમાં ભારત માતાના ઉલ્લેખને લઈને પ્રોફેસર વાંધો ઉઠાવી રહ્યા છે. 

    આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ગાન રાગ દેશમાં હોવાથી સામાન્ય લોકોએ ન ગાવું જોઈએ. મેઈલમાં તે સિવાયના પણ ઘણા મુદ્દાઓ સમાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ઘણા નેટિઝન્સ આ બંને ઘટનાઓને લઈને વિરોધ કરી રહ્યા છે અને IIT ગાંધીનગરની ભૂતકાળની ગતિવિધિઓને ધ્યાનમાં લઈને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં