Tuesday, April 23, 2024
More
    હોમપેજરાજકારણનિઝામની ક્રૂરતાથી આઝાદી પર ભારત સરકાર 'હૈદરાબાદ મુક્તિ દિવસ' ઉજવશે, અમિત શાહ...

    નિઝામની ક્રૂરતાથી આઝાદી પર ભારત સરકાર ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ ઉજવશે, અમિત શાહ હશે મુખ્ય અતિથિ: ઓવૈસીએ વગાડી ‘એકતા’ની પીપૂડી

    ઓવૈસીએ કહ્યું, "વસાહતીવાદ, સામંતશાહી અને નિરંકુશતા સામે પૂર્વના હૈદરાબાદ રાજ્યના લોકોનો સંઘર્ષ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે અને માત્ર જમીનના ટુકડાની 'મુક્તિ'ની બાબત નથી."

    - Advertisement -

    કેન્દ્રની ભાજપ સરકાર નિઝામના રજવાડામાંથી હૈદરાબાદની સ્વતંત્રતાની યાદમાં ‘હૈદરાબાદ મુક્તિ દિવસ’ આયોજિત કરશે. ભારત સરકારે આ ઉજવણીને મંજૂરી આપી છે, જે આગામી એક વર્ષ સુધી ચાલશે, જે 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. નોંધનીય છે કે 17 સપ્ટેમ્બર 1948ના રોજ હૈદરાબાદને નિઝામના કબજામાંથી આઝાદ કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમ હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે અને તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે. સંસ્કૃતિ મંત્રાલયે તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.

    આ સ્મારક ઉત્સવ પર, તેની મુક્તિ અને વિલીનીકરણમાં બલિદાન આપનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. અંગ્રેજોથી ભારતની આઝાદી પછી, હૈદરાબાદના લોકોએ ભારતમાં રજવાડાના વિલીનીકરણ માટે ભારે આંદોલન કર્યું હતું. આ પછી, તે ભારતના પ્રથમ ગૃહમંત્રી, સરદાર વલ્લભભાઈ પટેલના ઓપરેશન પોલો હેઠળ ભારતમાં ભળી ગયું.

    - Advertisement -

    તે સમય દરમિયાન હૈદરાબાદ રાજ્યમાં સમગ્ર વર્તમાન તેલંગાણા, મહારાષ્ટ્રમાં મરાઠવાડા પ્રદેશનો સમાવેશ થતો હતો. મરાઠવાડામાં ઔરંગાબાદ, બીડ, હિંગોલી, જાલના, લાતુર, નાંદેડ, ઉસ્માનાબાદ, પરભણીનો સમાવેશ થાય છે. તે જ સમયે, કર્ણાટકના કલબુર્ગી, બેલ્લારી, રાયચુર, યાદગીર, કોપ્પલ, વિજયનગર અને બિદર જિલ્લાઓ હૈદરાબાદના રજવાડા હેઠળ હતા.

    કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન જી કિશન રેડ્ડીએ શનિવારે (3 સપ્ટેમ્બર 2022) જણાવ્યું હતું કે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ, કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના રાજ્યોમાં સ્મારક દિવસની ઉજવણી માટે યોગ્ય કાર્યક્રમોનું આયોજન કરે.

    ત્રણેય મુખ્યમંત્રીઓને પત્ર લખીને રેડ્ડીએ જણાવ્યું હતું કે જ્યારે 1947માં ભારત આઝાદ થયું ત્યારે 562 રજવાડાઓએ ભારતીય સંઘમાં વિલીનીકરણની જાહેરાત કરી હતી. તત્કાલીન હૈદરાબાદ રાજ્યે તેનો વિરોધ કર્યો હતો. 17 સપ્ટેમ્બર 1948ના રોજ, તત્કાલીન નિઝામ મીર ઉસ્માન અલી ખાનના શાસનની નિર્દયતા અને જુલમમાંથી લોકોએ આઝાદી મેળવી.

    બીજી તરફ AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને કાર્યક્રમનું નામ બદલવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું કે હૈદરાબાદ મુક્તિ દિવસ નામને બદલે તેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવો જોઈએ.

    ઓવૈસીએ કહ્યું, “વસાહતીવાદ, સામંતશાહી અને નિરંકુશતા સામે પૂર્વના હૈદરાબાદ રાજ્યના લોકોનો સંઘર્ષ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે અને માત્ર જમીનના ટુકડાની ‘મુક્તિ’ની બાબત નથી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં