Sunday, December 29, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદના રિવરફ્રન્ટ પર ઉભરાયો સનાતનીઓનો સમુદ્ર: 'જય શ્રીરામ', 'અત્યાચાર બંધ કરો'ના નારા...

    અમદાવાદના રિવરફ્રન્ટ પર ઉભરાયો સનાતનીઓનો સમુદ્ર: ‘જય શ્રીરામ’, ‘અત્યાચાર બંધ કરો’ના નારા સાથે બનાવી માનવસાંકળ, બાંગ્લાદેશી હિંદુઓ માટે ઉઠાવ્યો અવાજ

    માનવ સાંકળ અને સભા દરમિયાન 'જય શ્રીરામ' અને 'બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો, બંધ કરો'ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણ દાસ મહારાજને મુક્ત કરવા માટે પણ નારા લગાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) છેલ્લા ઘણા સમયથી હિંદુવિરોધી હિંસા (Anti-Hindu Violence) વધી રહી છે. શેખ હસીનાના રાજીનામાં બાદથી તેમાં મોટાપાયે વધારો થવા લાગ્યો છે. બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસાના પડઘા ભારતમાં (India) પણ પડવા લાગ્યા છે. દેશના અનેક વિસ્તારોમાં હિંદુઓએ (Hindus) પ્રદર્શન (Protest) કર્યા છે. તે જ અનુક્રમે હવે અમદાવાદમાં (Ahmedabad) પણ હજારો હિંદુઓ વિરોધમાં ઉતરી આવ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ (Riverfront) ખાતે હજારોની સંખ્યામાં હિંદુઓ એકઠા થયા છે અને બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાનો વિરોધ કર્યો છે.

    મંગળવારના (10 ડિસેમ્બર) રોજ હિંદુહિત રક્ષક સમિતિ- કર્ણાવતીના બેનર હેઠળ હજારો હિંદુઓ એકઠા થયા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિવિધ હિંદુ સંગઠનો પણ સામેલ થયા છે. કાર્યક્રમ મુજબ વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે હિંદુઓએ માનવ સાંકળનું આયોજન કર્યું હતું. સવારના 8:30થી 9:15 સુધી માનવ સાંકળ રચાઈ હતી. આ ઉપરાંત અહીં ખાસ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત માનવ સાંકળ અને સભા દરમિયાન ‘જય શ્રીરામ’ અને ‘બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો, બંધ કરો’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ સાથે જ બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણ દાસ મહારાજને મુક્ત કરવા માટે પણ નારા લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં દેશભરના વિવિધ સાધુ-સંતોએ પણ ભાગ લીધો હતો. જગન્નાથ મંદિરના મહંતે પણ આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

    - Advertisement -

    જગન્નાથ મંદિર અમદાવાદના મહંત દિલીપદાસજી મહારાજે આ ઘટનાને લઈને મીડિયા સામે નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “બાંગ્લાદેશમાં હિંદુ સમાજની સ્થિતિ આપણાં માટે દુઃખની બાબત છે. મૂર્તિઓ ખંડિત થઈ રહી છે, સાધુ-સંતો પર અત્યાચારો થઈ રહ્યા છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે. માનવતા નેવે મૂકી દેવાઈ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય તેવી માંગણી છે. આ સાથે જે સ્વામીને કેદ કરવામાં આવ્યા છે, તેમને પણ વહેલી તકે મુક્ત કરવામાં આવે. આપણે સૌ હિંદુઓ સાથે છીએ અને હવે સાથે જ રહીશું.”

    નોંધવા જેવું છે કે, શેખ હસીનાના રાજીનામાં બાદથી બાંગ્લાદેશમાં હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કટ્ટરપંથી ઇસ્લામી ટોળાં વારંવાર હિંદુ આસ્થા પર હુમલો કરી રહ્યા છે. તાજેતરમાં જ ઘણા મંદિરો પર હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી છે. આ ઉપરાંત ISKCONના મુખ્ય સંતની ખોટા આરોપોમાં ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત આવવા માંગતા સંતોને પણ પરવાનગી આપવામાં આવી રહી નથી. આ સમગ્ર ઘટનાને લઈને ભારતના વિદેશ સચિવે બાંગ્લાદેશમાં જઈને વિરોધ ઉઠાવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં