Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિમંતા બિસ્વાએ પોતાની ટ્વીટમાં શાહરૂખ ખાન માટે વપરાયેલ 'શ્રી' બાબતે ઇન્ડિયન એક્સપ્રેસ...

    હિમંતા બિસ્વાએ પોતાની ટ્વીટમાં શાહરૂખ ખાન માટે વપરાયેલ ‘શ્રી’ બાબતે ઇન્ડિયન એક્સપ્રેસ ઉપરાંત વિરોધીઓને આપ્યો જવાબ: ‘તે ‘શ્રી’ મારી ઓફિસની ગરિમા દર્શાવે છે’

    આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ રવિવારે જણાવ્યું હતું કે તેમને આગામી ફિલ્મ પઠાણના વિરોધને લઈને તેમને શાહરૂખ ખાન તરફથી ફોન આવ્યો હતો. સીએમના એકાઉન્ટમાંથી ટ્વીટમાં શાહરુખનો ઉલ્લેખ 'શ્રી શાહરુખ' તરીકે કરવામાં આવ્યો હતો જેને લઈને હવે તેમણે સ્પષ્ટતા કરી છે.

    - Advertisement -

    આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વાએ રવિવારે તેમની ફિલ્મ પઠાણની રિલીઝ પહેલાં તેમના સવારના 2 વાગ્યાના કૉલ વિશે ટ્વીટ કરતી વખતે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને ‘શ્રી’ અભિવાદન સાથે સંબોધિત કર્યા પછી તેમની ઝાટકણી કાઢવા માટે ઈન્ડિયન એક્સપ્રેસને જવાબ આપ્યો હતો. પઠાણની રિલીઝ સામે વિરોધના અહેવાલો સામે આવ્યા બાદ ખાને શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે સરમાને ફોન કર્યો હતો.

    એક ટ્વિટમાં, હિમંતા બિસ્વાએ કહ્યું કે શાહરૂખ ખાન માટે તેમનો ‘શ્રી’ અભિવાદનનો ઉપયોગ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેના પદની ગરિમાને દર્શાવે છે. તેમણે સ્પષ્ટતા કરી કે તે પોતે નહીં પણ ખાને ફોન કરીને પોતાનો પરિચય આપ્યો હતો. સરમાએ વધુમાં ઉમેર્યું હતું કે કાયદો અને વ્યવસ્થા અંગેની તેમની ખાતરી માત્ર તેમની બંધારણીય ફરજને પ્રતિબિંબિત કરે છે અને તેમાં ખોદવા જેવું કંઈ નથી.

    ઇન્ડિયન એક્સપ્રેસે આ બાબતે આખો લેખ લખી માર્યો હતો!

    સરમા ઈન્ડિયન એક્સપ્રેસના એક લેખનો જવાબ આપી રહ્યા હતા, જેનું શીર્ષક હતું, “રાજકારણ | ‘માત્ર 24 કલાકમાં કોણ SRK છે થી શ્રી SRK’: વિપક્ષે હિમંતા બિસ્વા સરમા પર કટાક્ષ કર્યો”. લેખમાં, IEએ લખ્યું હતું કે કેવી રીતે સરમાએ ટ્વિટ કર્યું અને ખાનને ‘શ્રી’ તરીકે સંબોધ્યા, ત્યારે વિપક્ષી નેતાઓએ ધ્યાન દોર્યું કે કેવી રીતે સરમાએ માત્ર 24 કલાક પહેલા કહ્યું કે તેઓ ખાન વિશે જાણતા નથી.

    - Advertisement -

    શનિવારની શરૂઆતમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, સરમાએ કહ્યું હતું કે, “જો કોઈ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરશે, તો અમે તરત જ કાર્યવાહી કરીશું. મને ખબર નથી કે આ પઠાણ-વથાણ શું છે. મેં તે સાંભળ્યું નથી, મેં જોયું નથી. મારી પાસે આ માટે સમય નથી… શાહરૂખ ખાન કોણ છે? શા માટે આપણે તેની ચિંતા કરીએ, આપણી પાસે અહીં ઘણા શાહરૂખ ખાન છે. ‘ડૉ બેઝબરુઆહ’ (આગામી આસામી ફિલ્મ) રીલિઝ થશે, આપણે પણ તેની ચિંતા કરી શકીએ છીએ… જેમણે ફિલ્મ બનાવી છે તેઓએ પણ કંઈ કહ્યું નથી. હું દરેકના ફોન કોલ્સ લઉં છું. આપણે શા માટે ચિંતા કરવી જોઈએ? જો કોઈ સમસ્યા હોય તો શાહરૂખ ખાને (કોલ કર્યો) હોત… જો શાહરૂખ ખાન ફોન કરે, તો હું જોઈશ કે સમસ્યા શું છે.”

    અહેવાલ મુજબ બજરંગ દળના સભ્યો નરેંગી, ગુવાહાટીમાં પ્રવેશ્યા અને પોસ્ટરો ફાડી નાખ્યા. તેઓએ ફિલ્મ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. દેશભરમાં ફિલ્મના વિરોધની અનેક ઘટનાઓ સામે આવી છે.

    વિરોધીઓએ ટાંક્યું હતું નિશાન

    જો કે, ખાને સરમાને બોલાવ્યા અને વિરોધ અંગે ચિંતા વ્યક્ત કરી, જેના પર, હિમંતા બિસ્વાએ રાજ્યના વડા તરીકે કાયદો અને વ્યવસ્થાની ખાતરી આપી. સરમાના ટ્વીટ પછી તરત જ, વિપક્ષી નેતાઓએ ખાનને ‘શ્રી’ કહીને સંબોધવા બદલ સરમાની હાંસી ઉડાવતા જોવા મળ્યા હતા.

    જેમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને કોંગ્રેસના નેતા પવન ખેરાનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં