Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામમાં 'પઠાણ' સામેના વિરોધ પ્રદર્શન બાદ ચિંતિત શાહરુખ ખાને સીએમને સવારે 2...

    આસામમાં ‘પઠાણ’ સામેના વિરોધ પ્રદર્શન બાદ ચિંતિત શાહરુખ ખાને સીએમને સવારે 2 વાગ્યે ફોન કર્યો: એક દિવસ પહેલા જ બિસ્વાએ પૂછ્યું હતું, ‘કોણ શાહરુખ ખાન?’

    આ પહેલા નરેંગીની ઘટના બાદ જ્યારે સીએમ સરમાને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે શું તેમની સુરક્ષા પગલાઓ વિશે શાહરુખ ખાન સાથે કોઈ વાત થઇ છે, તો તેમણે કહ્યું, “શાહરૂખ ખાન કોણ છે? હું તેના વિશે કે પઠાણ ફિલ્મ વિશે કંઈ જાણતો નથી."

    - Advertisement -

    રવિવાર, 22 જાન્યુઆરીના રોજ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને 22 જાન્યુઆરીના રોજ સવારે 2 વાગ્યે તેમને ફોન કર્યો હતો અને તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ સામે થઈ રહેલા વિરોધ અંગે પગલાં લેવા માંગ કરી હતી.

    સરમાએ તેમના ટ્વીટમાં કહ્યું કે, “બોલીવુડ અભિનેતા શ્રી શાહરૂખ ખાને મને ફોન કર્યો અને અમે આજે સવારે 2 વાગ્યે વાત કરી. તેમણે તેમની ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન ગુવાહાટીમાં બનેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મેં તેમને ખાતરી આપી કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. અમે તપાસ કરીશું અને એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરીશું.”

    અહેવાલ મુજબ બજરંગ દળના સભ્યો નરેંગી, ગુવાહાટીમાં પ્રવેશ્યા અને પોસ્ટરો ફાડી નાખ્યા. તેઓએ ફિલ્મ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. દેશભરમાં ફિલ્મના વિરોધની અનેક ઘટનાઓ સામે આવી છે.

    - Advertisement -

    ‘કોણ શાહરુખ ખાન?’: CM બિસ્વા

    આ પહેલા નરેંગીની ઘટના બાદ જ્યારે સીએમ સરમાને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે શું તેમની સુરક્ષા પગલાઓ વિશે શાહરુખ ખાન સાથે કોઈ વાત થઇ છે, તો તેમણે કહ્યું, “શાહરૂખ ખાન કોણ છે? હું તેના વિશે કે પઠાણ ફિલ્મ વિશે કંઈ જાણતો નથી.”

    જ્યારે તેમને પત્રકારો દ્વારા આ ઘટના વિશે જાણ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું, “ખાને મને ફોન કર્યો નથી. જો કે, બોલિવૂડમાંથી ઘણા લોકો સમસ્યાને લઈને આમ કરે છે. જો તે ફોન કરશે તો હું મામલાની તપાસ કરીશ. જો કાયદો અને વ્યવસ્થાનો ભંગ થયો હોય અને કેસ દાખલ કરવામાં આવ્યો હોય તો કાર્યવાહી કરવામાં આવશે.”

    ઠેર ઠેર થઇ રહ્યો છે પઠાણ ફિલ્મનો વિરોધ

    યશ રાજ ફિલ્મ્સ દ્વારા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત જાસૂસી-એક્શન ફિલ્મ, પઠાણ, 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ઘણા ખોટા કારણોસર ઘણી વખત હેડિંગમાં રહી ચૂકી છે. પ્રથમ, બેશરમ રંગ ગીત કથિત રીતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે કારણ કે દીપિકા આ ગીતમાં SRK સાથે રોમાંસ કરતી વખતે કેસરી બિકીની પહેરેલી જોવા મળી હતી.

    પાછળથી, બીજા ગીત, ‘ઝૂમે જો પઠાણ‘એ વિવાદ ઉભો કર્યો કારણ કે આ ગીતના સંગીતમાં નિર્દેશક વિશાલ-શેખરના જૂના ગીતના સંસ્કરણનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુમાં, નેટીઝન્સે આક્ષેપ કર્યો છે કે ફિલ્મના ઘણા દ્રશ્યો હોલીવુડની ફિલ્મોથી કોપી અથવા પ્રેરિત છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં