પશ્ચિમ બંગાળમાં (West Bengal) કોલકાતા (Kolkata) ખાતે થનાર 48મા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું (48th International Book Fair) આયોજન વિવાદોમાં આવ્યું છે. આયોજકો દ્વારા ભેદભાવ કરીને સ્ટોલ લગાવવાની અનુમતી ન આપવામાં આવી હોવાની રાવ સાથે વિશ્વ હિંદુ પરિષદ કલકત્તા હાઇકોર્ટ (Calcutta High Court) પહોંચ્યું છે. VHPની રાવ પર કોલકાતા બુક ફેર આયોજન કરતી સંસ્થાએ દલીલ કરી હતી કે, સંગઠન ‘સંવેદનશીલ’ પુસ્તકો પ્રકાશિત કરે છે. જોકે, આ દલીલ કરવા બદલ હાઇકોર્ટે પ્રકાશક ગિલ્ડની ઝાટકણી કાઢી હતી અને કોલકાતામાં પુસ્તક મેળામાં VHPને સ્થાન આપવા નિર્દેશ આપ્યો છે.
આ મામલે હાઇકોર્ટે સુનાવણી કરતા કોલકાતામાં પુસ્તક મેળામાં VHPને સ્થાન ન આપવા બદલ પ્રકાશક ગિલ્ડને કારણ પૂછીને ફટકાર લગાવી છે. આ મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ અમૃતા સિન્હાએ કહ્યું હતું કે, સંગઠનને પણ સ્ટોલ લગાવવા માટે સ્થાન મળવું જોઈએ. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, જે લોકો પુસ્તક મેળાનું આયોજન કરી રહ્યા છે, તેઓ પોતાની મનમાની મુજબ નિયમો બનાવી કે બદલાવી ન શકે. VHPએ 28 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી યોજાનાર પુસ્તક મેળામાં સ્ટોલ માટે જગ્યા માંગતા ગિલ્ડે તેને નકારીને કહ્યું હતું કે, સંગઠને નિયત કરેલા નિયમો અને પ્રક્રિયાનું પાલન નથી કર્યું. જોકે, વિહિપનો દાવો છે કે, તેમના દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.
પોતાની અરજીમાં વિશ્વ હિંદુ પરિષદએ જણાવ્યું હતું કે, તે ઘણા વર્ષોથી પુસ્તક ભાગ લઈ રહ્યા છે અને આ વખતે પણ એક સ્ટોલ લગાવવા માંગે છે. વિહિપની અરજીને આયોજક દ્વારા ન તો સ્વીકારવામાં આવી હતી કે ન તો ફગાવી દેવાઈ હતી. વિહિપનું કહેવું છે કે, તેમની અરજીને લંબિત રાખવામાં આવી હતી. વિહિપના વારંવાર આવેદન છતાં પણ પ્રકાશક અને અને પુસ્તક વિક્રેતા ગિલ્ડ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી.
સંગઠન ‘સંવેદનશીલ’ પુસ્તકો પ્રકાશિત કરે છે, કોઈ પ્રકાશન હાઉસ પણ નથી- આયોજક
કેસની સુનાવણી દરમિયાન ગિલ્ડ તરફે હાજર વકીલે દાવો કર્યો હતો કે, “વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પ્રકાશિત પુસ્તકો સંવેદનશીલ અને વિવાદાસ્પદ હોય છે. આ પ્રકારના પુસ્તકો અશાંતિ ફેલાવી શકે છે. ગિલ્ડ આવી કોઈ અશાંતિ નથી ઈચ્છતું અને વિશ્વ હિંદુ પરિષદનું કોઈ પ્રકાશન હાઉસન પણ નથી અને અને બુક ફેરમાં માત્ર પુસ્તકો છાપનાર કે વેચનારને જ સ્થાન આપવામાં આવે છે, આથી આ વર્ષે તેમને કોઈ સ્ટોલ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
Book Guild disallowed VHP from putting up their book stall at the Kolkata Book Fair.
— Sourish Mukherjee (@me_sourish_) January 17, 2025
Last time, the VHP sold only the Gita worth several lakhs of rupees at the Kolkata Book Fair.
Why did the Book Guild not allow the VHP stall while allowing stalls of other religious entities? pic.twitter.com/8ntOvyyPvi
જે બાદ જસ્ટિસ સિન્હાએ કહ્યું હતું કે, “પાછલા કેટલાક વર્ષોથી સંગઠનને અનુમતી આપવામાં આવતી હતી, તો પછી હવે શા માટે નથી આપવામાં આવી રહી? પહેલાં કેમ તે ન કહેવામાં આવ્યું કે સંવેદનશીલ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે? અત્યાર સુધી તેઓ સંવેદનશીલ પુસ્તકો નહોતા છાપી રહ્યા અને હવે અચાનક જ તેમણે શરૂ કરી દીધું?”
ગિલ્ડ મનમરજીથી નિયમો ન બનાવી શકે – કલકત્તા હાઇકોર્ટ
જજની આ ટિપ્પણી પર ગિલ્ડના વકીલે કહ્યું હતું કે, આ વર્ષે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે આથી અનુમતી નથી આપવામાં આવી. જેના પર કોર્ટે તેમની ઝાટકણી કાઢતા કહ્યું કે, “તમારી પાઈ કોઈ વૈધાનિક નિયમ નથી, કે નિયમ બદલી નાખ્યા. આટલા વર્ષોથી શા માટે મંજૂરી આપવામાં આવતી હતી? તમે તમારી મનમરજીથી પોતાના નિયમો બનાવી રહ્યા છો.” આ ટિપ્પણી સાથે કોર્ટે ગિલ્ડને વિશ્વ હિંદુ પરિષદને યોગ્ય સ્થાન ઉપલબ્ધ કરાવવાનું જણાવીને આગામી સુનાવણી માટે 20 જાન્યુઆરી 2025ની તારીખ આપી હતી અને સાથે જ તેના પર અગ્રીમ જાણકારી માંગી હતી.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિંદુ પરિષદ તરફથી હાજર વરિષ્ઠ વકીલના જણાવ્યા અનુસાર, વર્ષ 2011થી જ VHP આ પુસ્તક મેળામાં ભાગ લેતું આવ્યું છે. પરિષદના જણાવ્યા અનુસાર, નક્કી કરવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરીને જ ભાગ લેવામાં આવતો હતો. આ વર્ષે અચાનક જ નિયમોમાં ફેરફારના નામે તેમને સ્ટોલ માટે જગ્યા ન આપવામાં આવી. ત્યારે ફરિયાદ બાદ હાઇકોર્ટે જગ્યા ફાળવવાના આદેશો આપ્યા છે.