Saturday, February 1, 2025
More
    હોમપેજગુજરાતરાજકોટમાં વક્ફ સંપત્તિ ગણાવીને જે હિંદુ વેપારીઓની દુકાનો ખાલી કરાવાઈ હતી, તેમને...

    રાજકોટમાં વક્ફ સંપત્તિ ગણાવીને જે હિંદુ વેપારીઓની દુકાનો ખાલી કરાવાઈ હતી, તેમને મળ્યા હર્ષ સંઘવી, આપ્યું કાર્યવાહીનું આશ્વાસન: ફારૂક સહિતના આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે પોલીસ

    વેપારીઓની રાવ પર પ્રશાસને ત્વરિત કાર્યવાહી કરીને આખી ગેંગને જેલ હવાલે કરી દીધી હતી. ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હવે રાજકોટના પીડિત વેપારીઓની રૂબરૂ મુલાકાત લીધી છે.

    - Advertisement -

    તાજેતરમાં જ રાજકોટમાં (Rajkot) અમુક મુસ્લિમ શખ્સોએ વક્ફ બોર્ડના નામે બે હિંદુ વેપારીઓની દુકાનોનાં તાળાં તોડીને સામાન બહાર ફેંકીને કબજો મેળવી લેવાના પ્રયાસ કર્યા હતા. આ મામલે વેપારીઓની રાવ પર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આખી ગેંગને જેલહવાલે કરી દીધી હતી. બીજી તરફ, શનિવારે (4 જાન્યુઆરી) રાજકોટની મુલાકાતે પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ હિંદુ વેપારીઓની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

    આ મુલાકાતની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે આપી હતી. તેમણે પોતાના X હેન્ડલ પર આ મુલાકાતના કેટલાક ફોટા પણ શેર કર્યા હતા. તેમણે લખ્યું કે, રાજકોટમાં વક્ફ બોર્ડના લેટરનો દુરુપયોગ કરીને પ્રતાડિત કરવામાં આવેલા વેપારીઓ સાથે મુલાકાત કરી. 31 જાન્યુઆરીએ વર્તમાન વકફ એક્ટની આડમાં બળજબરીથી તેમની દુકાનો ખાલી કરાવી દેવામાં આવી હતી. રાજકોટ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા શુક્રવારે જ પીડિતોને તેમની દુકાનોનો કબજો પરત અપાવ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરી હતી.” નોંધવું જોઈએ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કેસ પર સતત નજર રાખી રહ્યા હતા અને કાર્યવાહીની માહિતી પણ પોતે જ આપી હતી.

    શું હતી આખી ઘટના?

    રાજકોટમાં આવેલા જૂના દાણાપીઠ વિસ્તારમાં 31 ડિસેમ્બર, 2024ની રાત્રે ફારૂક મુસાણી સહિતના લોકોએ હિંદુ વેપારીઓની દુકાનોના તાળાં તોડી નાખ્યાં હતાં. વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવીને તેમણે બે દુકાનોના તાળાં તોડી નાખ્યા હોવાનો આરોપ છે. આ ઉપરાંત ફરિયાદમાં એવું પણ કહેવાયું છે કે, ફારૂક સહિતના લોકોએ દુકાનમાં રહેલો સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો. આ ઘટનને લઈને હિંદુ વેપારીની ફરિયાદના આધારે રાજકોટ A-ડિવિઝન પોલીસે ફારૂક સહિત પાંચ લોકો વિરુદ્ધ FIR પણ નોંધી હતી.

    - Advertisement -

    31 ડિસેમ્બરની મોડી રાત્રે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે 1 જાન્યુઆરી, 2025ના રોજ ફારૂક મુસાણી તથા તેની સાથેના અજાણ્યા ચાર-પાંચ ઇસમો વિરુદ્ધ FIR નોંધી હતી. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 189(3), 190, 329(3) અને 351(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    વાસ્તવમાં જગ્યા PWDની

    આ આખી ઘટનામાં આરોપીઓની ધરપકડ બાદ વેપારીએ સ્ફોટક દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે ભાડા પર લીધેલી દુકાનો મસ્જિદની જમીન પર નહીં, પરંતુ PWDની જમીન પર બનેલી છે. પીડિત ફરિયાદી વેપારી વિરેન્દ્રભાઈ કોટેચાએ મીડિયાને આપેલા એક નિવેદનમાં આ દાવો કર્યો હતો કે, તેમને માહિતી મળી છે કે, “દુકાનોની આ જમીન PWDની માલિકી છે, મસ્જિદની માલિકીની નથી. તે લોકોએ હમણાં સુધી અમારી પાસેથી તદ્દન ખોટી રીતે ભાડું લીધું છે, કારણકે દુકાન તેમના નામે છે જ નહીં. હાલ અમને કબજો મળી ગયો છે, પરંતુ આગળની જે પણ કોર્ટ કાર્યવાહી થશે, તે પણ અમે કરીશું. તેમણે સીધા આવીને વક્ફ બોર્ડનો લેટર બતાવ્યો અને કાર્યવાહી શરૂ કરી દીધી. અમે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, કબજો લેવા માટે ત્રણ વખત નોટિસ આપવી જરૂરી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં