તાજેતરમાં જ રાજકોટના (Rajkot) જૂના દાણાપીઠ વિસ્તારમાં બે હિંદુ વેપારીઓની દુકાનોના (Shops of Hindu traders) તાળાં તોડી સામાન બહાર ફેંક્યાની ઘટના સામે આવી હતી. સમાચાર હતા કે, ફારૂક મુસાણી (Farooq Musani) સહિતના 20થી 25ના ટોળાંએ (Muslim Mob) વક્ફ બોર્ડના આદેશનો ((Waqf Board Order) હવાલો આપીને પીડિત હિંદુ વેપારીના દુકાનનું તાળું તોડી સામાન ફેંકી દીધો હતો. જે ઘટનાને લઈને રાજકોટ પોલીસે ફારૂક સહિત 5 લોકો વિરુદ્ધ FIR પણ નોંધી છે. જ્યારે હવે ઘટનાને લઈને હિંદુ વેપારીએ પણ સ્ફોટક દાવો કર્યો છે. હિંદુ વેપારીનું કહેવું છે કે, તેમને જાણવા મળ્યા અનુસાર, તેમણે ભાડા પર લીધેલી દુકાનો મસ્જિદની જમીન પર નહીં, પરંતુ PWDની (Public Works Department) જમીન પર બની છે.
પીડિત ફરિયાદી વેપારી વિરેન્દ્રભાઈ કોટેચાએ મીડિયાને આપેલા એક નિવેદનમાં આ દાવો કર્યો હતો. તેમણે મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ દુકાનોનો કબજો પરત લઈને તેમને સોંપી દીધો છે. આ ઉપરાંત વધુમાં તેમણે કહ્યું હતું કે, “31 તારીખે સાંજે તે લોકોએ આવીને તાળું તોડ્યું હતું અને સામાન બહાર ફેંકવા લાગ્યા હતા. દરમિયાન હું મસ્જિદના ટ્રસ્ટી ફારૂકભાઈ ગયો હતો હતો અને તેમણે કહ્યું હતું કે, વક્ફનો આદેશ છે એટલે કબજો લેવાનો છે, તેથી સામાન બહાર ફેંકીને કબજો લઈ રહ્યા છીએ.”
‘દુકાનોની જમીન મસ્જિદની નહીં, પરંતુ PWDની માલિકીની’ – પીડિત ફરિયાદી
પીડિત ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે, “અત્યારે હાલમાં જ માહિતી મળી છે કે, દુકાનોની આ જમીન PWDની માલિકી છે, મસ્જિદની માલિકીની નથી. તેથી તે લોકોએ હમણાં સુધી ખોટી રીતે ભાડું લીધું છે. હવે તો અમને કબજો મળી ગયો છે, પરંતુ આગળની જે પણ કોર્ટ કાર્યવાહી થશે, તે પણ અમે કરીશું. તેમણે સીધા આવીને વક્ફ બોર્ડનો લેટર બતાવ્યો અને કાર્યવાહી શરૂ કરી દીધી. અમે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, કબજો લેવા માટે ત્રણ વખત નોટિસ આપવી જરૂરી છે.”
નોંધવા જેવું છે કે, રાજકોટમાં આવેલા જૂના દાણાપીઠ વિસ્તારમાં 31 ડિસેમ્બર, 2024ની રાત્રે ફારૂક મુસાણી સહિતના લોકોએ હિંદુ વેપારીઓની દુકાનોના તાળાં તોડી નાખ્યા હતા. વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવીને તેમણે બે દુકાનોના તાળાં તોડી નાખ્યા હોવાનો આરોપ છે. આ ઉપરાંત ફરિયાદમાં એવું પણ કહેવાયું છે કે, ફારૂક સહિતના લોકોએ દુકાનમાં રહેલો સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો. આ ઘટનને લઈને હિંદુ વેપારીની ફરિયાદના આધારે રાજકોટ A-ડિવિઝન પોલીસે ફારૂક સહિત પાંચ લોકો વિરુદ્ધ FIR પણ નોંધી હતી.