Monday, February 3, 2025
More
    હોમપેજગુજરાત‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’: રાજકોટમાં હિંદુ વેપારીઓની દુકાનો ખાલી કરાવનાર ફારૂક...

    ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’: રાજકોટમાં હિંદુ વેપારીઓની દુકાનો ખાલી કરાવનાર ફારૂક સહિતનાઓની ધરપકડ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

    હાલ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે અને હિંદુ વેપારીઓને દુકાનોનો કબજો સોંપાઈ ગયો છે.

    - Advertisement -

    તાજેતરમાં જ રાજકોટમાં (Rajkot) જૂના દાણાપીઠ વિસ્તારમાં 3 હિંદુ વેપારીઓની દુકાનોના (Shops of Hindu traders) તાળાં તોડી સામાન બહાર ફેંકી દીધો હોવાનો મામલો સામે આવ્યો હતો. ફારૂક મુસાણી (Farooq Musani) સહિતના 20થી 25 મુસ્લિમોના ટોળાંએ (Muslim Mob) વક્ફ બોર્ડના આદેશનો ((Waqf Board Order) હવાલો આપીને હિંદુ વેપારીની દુકાનોના તાળાં તોડી નાખ્યા હતા અને દુકાનમાં રહેલો સમાન બહાર ફેંકી દીધો હતો. ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) આરોપીઓની ધરપકડ કરી હોવાનો મામલો સામે આવ્યો હતો. 

    નોંધનીય છે કે રાજકોટમાં બનેલ આ ઘટનાએ છેલ્લાં કેટલાક દિવસો દરમિયાન ઘણું જોર પકડ્યું હતું. ત્યારે હવે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓની ધરપકડ અંગે X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમણે X પર લખ્યું હતું કે, “તમામ દુકાનો ખુલી ગઈ છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમે તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ. અમે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે લોકોને હેરાન થવા દઈશું નહીં.”

    શું હતી સમગ્ર ઘટના?

    રાજકોટમાં આવેલા જૂના દાણાપીઠ વિસ્તારમાં 31 ડિસેમ્બર, 2024ની રાત્રે ફારૂક મુસાણી સહિતના મુસ્લિમોના ટોળાએ વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવીને તેમણે બે દુકાનોના તાળાં તોડી નાખ્યા અને દુકાનમાં રહેલો સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો. હિંદુ વેપારીઓ વર્ષોથી તે દુકાનો ભાડે રાખીને વેપાર કરતા હતા. ફરિયાદી પોતે 50 વર્ષથી તે દુકાનમાં મંડપસર્વિસનું કામ કરે છે.

    - Advertisement -

    ફારૂક મુસાણીએ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ગાંધીનગરનો તારીખ 19 ડિસેમ્બર, 2024નો ઓર્ડર લેટર બતાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે દુકાનોનો કબજો ખાલી કરીને મસ્જિદને સોંપી દેવા માટે જણાવ્યું હતું. આ ઘટના બાદ વેપારીએ પોલીસને જાણ કરી હતી અને રાજકોટ A-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જે બાદ વેપારીએ પોલીસ સ્ટેશન જઈને ફારૂક મુસાણી સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

    ફારૂક મુસાણી સહિત 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. વક્ફ બોર્ડના જે ઓર્ડરને લઈને આ દુકાનો ખાલી કરાવવામાં આવી તેનું વેરિફિકેશન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે કાર્યવાહી કરીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જેની જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને આપી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં