Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપી ATSના ચોંકાવનારા ખુલાસા: 'ઈસ્લામ માટે બલિદાન આપવું પડશે..', હબીબુલ્લાહ મદરેસાના બાળકોને...

    યુપી ATSના ચોંકાવનારા ખુલાસા: ‘ઈસ્લામ માટે બલિદાન આપવું પડશે..’, હબીબુલ્લાહ મદરેસાના બાળકોને આતંકવાદી બનાવી રહ્યો હતો

    યુપી એટીએસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર હબીબુલ છેલ્લા દોઢ વર્ષથી સતત ગુજરાત જતો હતો. હબીબુલ દર 15 દિવસે ગુજરાત આવતો હતો અને ત્યાં ભણાવવાના નામે વિદ્યાર્થીઓને મળતો હતો, તેની નજર ખાસ કરીને 15 વર્ષના છોકરાઓ પર હતી.

    - Advertisement -

    15 ઓગસ્ટ પહેલા ઉત્તર પ્રદેશમાંથી પકડાયેલા ત્રણ આતંકવાદીઓમાંથી બેને જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર દ્વારા અલગ-અલગ કાર્યો સોંપવામાં આવ્યા હતા. હવે એટીએસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ લોકો મદરેસાના બાળકોને ઈસ્લામ અને જેહાદના નામે બલિદાન આપવાનું શીખવાડતા હતા.

    સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓમાંથી એકને આતંક ફેલાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જ્યારે બીજાને ભારતના જ મુસ્લિમ યુવાનોને આતંકિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એટીએસ દ્વારા ફતેહપુરમાંથી પકડાયેલા આતંકવાદી હબીબુલ્લાહને યુપી અને ગુજરાતની મદરેસાના મુસ્લિમ બાળકોને આતંકિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

    હબીબુલ ગુજરાત અને યુપીના મદરેસામાં જતો હતો અને છોકરાઓને જેહાદી શિક્ષણ આપતો હતો. હબીબુલે ગુજરાત અને યુપીના મદરેસામાં છોકરાઓમાં ઝેર ભર્યું છે, હવે એટીએસ તે છોકરાઓને પણ શોધી રહી છે. ATSની બે ટીમો ગુજરાત મોકલવામાં આવી છે.

    - Advertisement -

    યુપી એટીએસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર હબીબુલ છેલ્લા દોઢ વર્ષથી સતત ગુજરાત જતો હતો. હબીબુલ દર 15 દિવસે ગુજરાત આવતો હતો અને ત્યાં ભણાવવાના નામે વિદ્યાર્થીઓને મળતો હતો, તેની નજર ખાસ કરીને 15 વર્ષના છોકરાઓ પર હતી. પૂછપરછ દરમિયાન એવો પણ ખુલાસો થયો છે કે હબીબુલ પાકિસ્તાનના વીડિયો બતાવીને સગીર વિદ્યાર્થીઓને ઉશ્કેરતો હતો. જો કે, અત્રે એ પણ નોંધનીય છે કે, કોઈપણ મદરેસામાં કોઈ કટ્ટરપંથી તેમના સ્થાને આવીને બાળકોને ભડકાવે તેવી કોઈ ફરિયાદ થઇ નથી.

    એટીએસને હબીબુલના મોબાઈલમાંથી કેટલાક નંબર પણ મળ્યા છે, જે મદરેસામાં ભણતા બાળકોના છે અને એટીએસ આ વિદ્યાર્થીઓને શોધી રહી છે. સહારનપુરમાંથી પકડાયેલો આતંકવાદી નદીમ એવા છોકરાઓને પણ મળ્યો હતો જેમને હબીબુલે આતંકવાદી બનાવવા તૈયાર કર્યા હતા. નદીમે તેમને ઈસ્લામ અને જેહાદના નામે બલિદાન આપવાનું શીખવ્યું હતું. હબીબુલે છોકરાઓને વચન આપ્યું હતું કે જ્યારે તમે ઇસ્લામ માટે બલિદાન આપવા તૈયાર થશો ત્યારે તમને પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સૈફુલ્લાહ દ્વારા તાલીમ આપવામાં આવશે.

    નોંધનીય છે કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર સૈફુલ્લાહથી પ્રભાવિત થઈને હબીબુલે પોતાનું નામ બદલીને સૈફુલ્લા રાખ્યું હતું. હબીબુલ અને નદીમ બંને ભારતમાં ઇસ્લામની નિંદા કરનારાઓની યાદી બનાવી રહ્યા હતા, અને મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને આ લોકો વિશે કહીને ઉશ્કેરતા હતા અને કેવી રીતે આ ઈસ્લામ વિરોધીઓ પર હુમલો કરવામાં આવશે અને બદલો લેવામાં આવશે તે જણાવતા હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે મદરેસાના વિદ્યાર્થીઓને નૂપુર શર્માનો વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં